આપણી ઉંમર પ્રમાણે આપણે કેટલી ઊંઘ કરવી જોઈએ? શરીર માટે કેટલા કલાક ઊંડી ઊંઘ જરૂરી છે?

દુનિયાભરમાં લોકો ઊંઘની કમી ના લીધે હેરાન છે. મોડી રાત સુધી જાગવું અને જરૂરથી ઓછી ઊંઘના કારણે લોકોની માનસિક બીમારીઓ વધી રહી છે. આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે ૨૪ કલાકમાંથી ઓછામાં ઓછું ૭ થી ૮ કલાક ઉંઘવું જરૂરી છે. વાસ્તવમાં આપણું શરીર એક પ્રકારનું મશીન છે, જેના માટે સળંગ કામ કરવું સંભવ નથી. ઊંઘ દ્વારા શરીરની માંસપેશીઓ રિચાર્જ થાય છે અને ફરી કામ કરવા માટે તૈયાર થાય છે.

Advertisement

તમારે દરરોજ કેટલી ઊંઘ લેવી જોઈએ અને ઊંઘ તમારા સ્વાસ્થ્ય પર શું પ્રભાવ પડે છે અને ઊંઘ કેવી હોવી જોઈએ? તે વિષયમાં અવાર-નવાર વૈજ્ઞાનિક શોધ થતી હોય છે. તેનું કારણ એ છે કે આ દિવસોમાં યુવાનોની ઊંઘની કમી એક મોટી સમસ્યા છે.

કેટલી ઊંડી ઊંઘ છે જરૂરી?

આપણે જ્યારે રાતે ઊંઘતા હોઇએ છીએ તો થોડાક સમય માટે ઊંડી ઊંઘમાં હોઈએ છીએ, જેને ડીપ સ્લીપ કહેવામાં આવે છે અને થોડાક સમય માટે હલકી ઊંઘમાં હોઈએ છીએ, જેને લાઇટ સ્લીપ કહેવામાં આવે છે. ન્યુ હેલ્થ એડવાઈઝરમાં એક રિપોર્ટ અનુસાર ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકોને દરરોજ રાત્રે પોતાની કુલ ઊંઘનાં લગભગ ૨૦ ટકા ઊંડી ઊંઘ લેવી જોઈએ. લેખ અનુસાર વયસ્કો માટે ઓછામાં ઓછો ૧.૫ થી ૧.૮ એટલે લગભગ ૨ કલાકની ઉંઘ લેવી જરૂરી છે.

ઊંડી ઊંઘથી ઓછો થાય છે તણાવ

હાલમાં નેચર હ્યુમન બિહેવિયર નામના જર્નલ માં એક રિસર્ચ છાપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ઊંઘ તમને દરેક પ્રકારના તણાવથી છુટકારો આપે છે. આ રિસર્ચ અનુસાર જો તમે રાતમાં સારી રીતે નથી ઊંઘી શકતા, તો તમારા તણાવની સમસ્યા ૩૦ ટકા વધી જાય છે. રિસર્ચ અનુસાર તમે જેટલી ઊંડી ઊંઘ કરો છો, એટલું જ તમારું મગજ સ્વસ્થ રહે છે અને તમે ઉઠ્યા પછી ફ્રેશ મહેસૂસ કરશો. આ રિસર્ચ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સાઇકોલોજી વિભાગના પ્રોફેસર મેથ્યુ વોકરે લખ્યું છે.

ઊંઘ કરે છે નકામી વાતો ભૂલવામાં મદદ

પાછળના દિવસોમાં આવેલું એક અન્ય રિસર્ચમાં કઈક આવી જ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે જો તમે રાત્રે ઊંડી ઊંઘ કરો છો તો તેનાથી દિવસભર થયેલી અનાવશ્યક વાતો અને ઘટનાઓને ભૂલવામાં તમને મદદ કરે છે. મગજ માટે જે ફાલતુ હોય છે, મગજ તેને ઊંઘ દરમિયાન હટાવી નાખે છે. તેથી બીજા દિવસે સવારે ઉઠ્યા પછી તમારી પાસે માત્ર તે જાણકારી અને ચીજો યાદ રહે છે જે તમારા માટે જરૂરી છે. આ રિસર્ચ સાયન્સ પત્રિકા ના નવેમ્બરના અંકમાં છપાયેલી છે.

શું કહે છે હેલ્થ એક્સપર્ટ?

સિદ્ધાર્થ નગર ના મેડિકલ ઓફિસર અને મનોરોગ વિશેષજ્ઞ ડોક્ટર આશિષ કહે છે કે વયસ્કો માટે ૭ થી ૯ કલાકની ઊંઘ જરૂરી છે. જ્યારે બાળકો માટે ૯ થી ૧૧ કલાકની ઊંઘ જરૂરી છે. પરંતુ આજકાલ સ્માર્ટફોન અને ટીવી સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેવાના કારણે લોકો પર્યાપ્ત ઊંઘ નથી લઈ રહ્યા. તેની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. નવી ઉંમરના છોકરા છોકરીઓ જ્યારે મારી પાસે ડિપ્રેશન તણાવની સમસ્યા લઈને આવે છે, ત્યારે સૌથી પહેલા હું તેમની ઊંઘ વીશે પૂછું છું. વધુમાં વધુ તે સાંભળવા મળે છે કે તે પર્યાપ્ત ઊંઘ નથી લઈ રહ્યા. વાસ્તવમાં ઊંઘ દરમિયાન પુરુ શરીર એક રીતે રીસ્ટોર થાય છે. જે દિવસભર કામ કરતા અંગોને થોડોક આરામ મળે છે. જો કોઈ વ્યક્તિ ઓછી ઊંઘ કરે છે તો તેનું મગજ પૂરી રીતે રીસ્ટોર નથી થતું.

તેની સાથે ડોક્ટર આશિષે જણાવ્યું કે લાંબા સમય સુધી ઊંઘની કમી હોય તો સ્થૂળતા, યાદ શક્તિમાં ઉણપ અને મોડી રાત સુધી જાગવા વાળાને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા, હૃદયની બિમારી અને સ્ટ્રોકનુ જોખમ થાય છે. ઊંઘ તમારા અસંખ્ય રોગનો એક સરળ ઈલાજ છે. તેથી ઊંઘ સાથે સમાધાન કરવું જોઈએ નહીં. જો તમને ઉંઘ આવવામાં સમસ્યા થતી હોય અને અનેક પ્રયત્ન કર્યા બાદ પણ તમને ઊંઘ ના આવતી હોય તો ડોક્ટર સાથે મળવું જોઈએ અને યોગ્ય સલાહ લેવી જોઈએ, પરંતુ તેને નજર અંદાજ ન કરવું.

Advertisement