આરાધ્યાએ ભૂલથી સલમાનને જાહેરમાં કહી દીધું “પાપા”, ત્યારબાદ એશ્વર્યા એ જે કર્યું તે જાણીને આશ્ચર્ય થશે

બોલીવુડના દબંગ સલમાન ખાન અને બોલીવુડની બ્યુટી ક્વિન તરીકે જાણીતી એશ્વર્યાની લવ સ્ટોરી વિશે કોણ નહી જાણતું હોય. એક સમયમાં બંનેની લવ સ્ટોરી ખૂબ જ ચર્ચામાં રહી હતી. પરંતુ તેમની આ લવ સ્ટોરીનું પરિણામ સુખદ ના રહી શક્યું. બંનેનું બ્રેકઅપ થઈ ગયું અને એશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા. બીજી તરફ સલમાન ખાન આજે પણ કુંવારા છે અને પોતાના માટે તે લાઈફ પાર્ટનર શોધી રહ્યા છે. ભલે આજે તે બંને પોતાનાં જીવનમાં વ્યસ્ત હોય અને તે વાત ઘણી જ જૂની થઈ ચૂકી છે પરંતુ આજે પણ લોકોને એ વાતનો જવાબ નથી મળ્યો કે આખરે શા માટે તેમનું બ્રેકઅપ થયું હતું. તેમના ફેન્સ આજે પણ આ વાતનો જવાબ જાણવા માંગે છે.

જ્યારે આરાધ્યાએ સલમાનને જાહેરમાં કહ્યું “પાપા”

સલમાન અને એશ્વર્યાના બ્રેકઅપ થયાને ઘણો સમય થઈ ચૂક્યો છે. આજે એશ્વર્યા અભિષેક બચ્ચન સાથે લગ્ન કરીને પોતાના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. તે બંનેની એક દીકરી છે જેનું નામ આરાધ્યા બચ્ચન છે. આરાધ્યા હાલના દિવસોમાં કોઈના કોઈ કારણે મીડિયામાં ચર્ચામાં રહે છે. તેવામાં થોડા વર્ષ પહેલા આરાધ્યા એ કંઈક એવું કહી દીધું હતું કે જેના કારણે તે સનસનાટીભર્યા રીતે મીડિયાની હેડલાઇન્સમાં આવી ગઈ હતી. હકીકતમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન આરાધ્ય કોઈ બીજાને પોતાના પિતા સમજી લીધા હતા અને તેમને જાહેરમાં પાપા કહીને બોલાવ્યા હતા. આ સાંભળીને ત્યાં હાજર રહેલા લોકો આશ્ચર્યમા પડી ગયા હતા. આ વાક્ય વધારે આશ્ચર્ય પમાડે એવું એ માટે હતું કારણકે તેમણે જેમને પોતાના પાપા કહીને બોલાવ્યા હતા તે કોઈ બીજું નહીં પરંતુ બોલિવુડના દબંગ સલમાન ખાન હતા.

તમને જણાવી દઇએ કે આ આશ્ચર્યમાં મુકી દેનાર વાક્ય એક ફિલ્મ ફેર એવોર્ડ દરમિયાન થયું હતું. આ ઈવેન્ટમાં બચ્ચન પરિવારના તમામ સભ્યો ત્યાં હજાર હતાં. સલમાન ખાન પણ આ ઇવેન્ટમાં ત્યાં પહોંચ્યા હતાં. બચ્ચન પરિવારની સાથે સલમાન ખાન પણ પહેલી લાઈનમાં બેઠા હતા. જ્યાં આરાધ્યા એ રમતી વખતે ભૂલથી સલમાન ખાનને “પા” કહી દીધું હતું. આરાધ્યાના મોઢેથી આ સાંભળીને ત્યાં હાજર રહેલા લોકો બધા આશ્ચર્યમાં પડી ગયા હતા. ત્યારબાદ એશ્વર્યા ઉભી થઈ અને આરાધ્યાને પોતાની પાસે લઈને આવી ગઈ હતી.

વર્ષો પહેલા તૂટી ચૂક્યો છે સંબંધ

જણાવી દઈએ કે આજથી ઘણા વર્ષો પહેલા એશ્વર્યા અને સલમાન ખાનનો સંબંધ તૂટી ગયો હતો. એશ્વર્યાના જણાવ્યા મુજબ તેમણે આ સંબંધ સલમાનના વર્તનથી પરેશાન થઈને તોડ્યો હતો. સલમાન ખાન તે દિવસોમાં એશ્વર્યા પર શંકા કરતા હતા અને તેમની સાથે ગાળા-ગાળી કરતા હતા. તેનાથી પરેશાન થઈને એશ્વર્યાએ સલમાન થી અલગ થવું જ યોગ્ય સમજ્યું. ફક્ત એટલું જ નહીં એશ્વર્યાના માં-બાપને પણ આ સંબંધ પસંદ નહોતો અને જ્યારે તેમણે એશ્વર્યાને સંબંધ તોડવાની સલાહ આપી તો તે સલમાન ખાન સાથે લીવ ઇન રિલેશનમાં રહેવા લાગી હતી.

લીવ ઇન રિલેશનમાં રહી ચૂકી છે એશ્વર્યા

જ્યારે એશ્વર્યાના માતા-પિતાએ તેમને સલમાન ખાન સાથે સંબંધ તોડી નાખવાની વાત કરી તો એશ્વર્યા પોતાનું ઘર છોડીને મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં બ્રુક હિલ એપાર્ટમેન્ટના એક ટાવરમાં શિફ્ટ થઇ ગઇ હતી. ત્યારબાદ એ થયું જે ભગવાનને મંજુર હતું. બંને વચ્ચે તે દિવસોમાં ઝઘડા થવા લાગ્યા હતા. પછી એક દિવસ કોઈ વાતને લઈને બંનેમાં ખૂબ જ મોટો ઝઘડો થયો હતો અને તેમનું બ્રેક-અપ થઈ ગયું હતું. કહેવામાં આવે છે કે તે રાતે સલમાન ખાને એશ્વર્યાના માતા-પિતા વિશે ખુબ જ ખરાબ કહ્યું હતું. જેના કારણે એશ્વર્યાએ સલમાન ખાનને છોડી દીધા હતા.