આટલી મોંઘી સ્કૂલોમાં અભ્યાસ કરે છે બોલિવૂડ સ્ટાર્સના બાળકો, ફી સાંભળીને આવી જશે ચક્કર

બોલિવૂડ સ્ટાર્સ ફિલ્મોમાં કામ કરીને ફક્ત નામ જ નથી કમાતા પરંતુ તેમની ઇન્કમ પણ ખુબ જ મોટી હોય છે. તે વાત કોઈથી છુપાયેલ નથી કે બોલીવુડ સિતારાઓ એક ખૂબ જ આલીશાન અને લક્ઝરી લાઈફ જીવતા હોય છે. તેમના ઘર, કપડા અને શોખ હદથી વધારે મોંઘા હોય છે. તેમના માટે લાખો કે કરોડો રૂપિયા ખર્ચ કરવા કોઇ મોટી વાત હોતી નથી.

આવી જ લાઇફ સ્ટાઈલ તે પોતાના બાળકોને પણ આપે છે. બોલિવૂડમાં ઘણા એવા સિતારાઓ છે જેમના બાળકો હાલના સમયમાં સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. દરેક માતા-પિતાની જેમ તે પણ પોતાના લાડલાઓને સ્કૂલે વાંચવા લખવા મોકલે છે. જોકે આ સ્ટાર કિડ્સ ના બાળકોની સ્કૂલ હાઈ સ્ટાન્ડર્ડ વાળી હોય છે. જેટલી તમારી કોલેજની ફી નહીં હોય તેનાથી ઘણી જ વધારે તો આ સ્ટાર કિડ્સ ના સ્કૂલની ફી હોય છે.

જીવનમાં અભ્યાસ ખૂબ જ જરૂરી હોય છે. જોકે હાલના દિવસોમાં અભ્યાસના નામ પર પણ સ્કૂલ વાળાઓ ખૂબ જ મોટી રકમ વસુલે છે. જ્યાં સામાન્ય માણસ પોતાના બાળકોને સ્કૂલમાં ભણવા માટે વર્ષમાં અમુક હજાર રૂપિયા ખર્ચ કરતાં હોય છે. જ્યારે આ સિતારાઓ પોતાના બાળકોની સ્કૂલ અને અભ્યાસ પર લાખો રૂપિયા ખર્ચી નાખે છે. તેવામાં આજે અમે તમને આ સ્ટાર કિડ્સની સ્કૂલનું નામ અને તેમની હાઈફાઈ ફી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યારે તમે આ રકમ વિશે સાંભળશો તો તમને ચક્કર આવવા લાગશે.

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનું આવે છે. આ સ્કૂલ મશહૂર બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીના નામ પર રાખવામાં આવ્યું છે. તેની શરૂઆત ૨૦૦૩ માં મુકેશ અંબાણીની પત્નિ નીતા અંબાણીએ કરી હતી. બોલીવુડ સેલિબ્રિટીઝમાં આ સ્કૂલ ખુબ જ પોપ્યુલર છે. તેનું કારણ એ છે કે આ સ્કૂલમાં સૌથી વધારે સ્ટાર કિડ્સ અભ્યાસ કરે છે. એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દિકરી આરાધ્યા આ સ્કૂલમાં જ અભ્યાસ કરે છે. તેના સિવાય શાહરૂખ ખાનનો દીકરો અબરામ પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ફક્ત એટલું જ નહીં ઋતિક રોશનના બંને દિકરા રિદાન અને રિયાન પણ આ સ્કૂલમાં જ અભ્યાસ કરવા આવે છે. તેમજ કરિશ્મા કપૂરનો દિકરો કિયાન, ચંકી પાંડેની દિકરી રાઇસા અને સોનુ નિગમનો દિકરો નિવાન પણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી છે.

મુંબઈ મીરરના રિપોર્ટ અનુસાર ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની વર્ષની ફી આ પ્રકારે છે. LKG થી ક્લાસ ૭ સુધી – ૧,૭૦,૦૦૦ રૂપિયા, ક્લાસ ૮ થી ક્લાસ ૧૦ સુધી (ICSE) – ૧,૮૫,૦૦૦ રૂપિયા અને ક્લાસ ૮ થી ૧૦ સુધી (IGCSE) – ૪,૪૮,૦૦૦ રૂપિયા. તેના સિવાય એડમિશન ફી ૨૪ લાખ રૂપિયા છે.

જુહુ સ્થિત ઇકોલ મોડિયાલ વર્લ્ડ સ્કૂલમાં અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાનો દિકરો આરવ અને દિકરી નીતારા અભ્યાસ કરે છે. આ સ્કૂલની વર્ષની ફી આ પ્રકારે છે. પ્લે સ્કૂલ/ નર્સરી/ કેજી-૧ અને કેજી-૨ – ૬,૯૦,૦૦૦ રૂપિયા, ક્લાસ ૧ થી ૧૦ સુધી – ૯,૯૦,૦૦૦ રૂપિયા અને ક્લાસ ૧૧ થી ૧૨ સુધી – ૧૦,૯૦,૦૦૦ રૂપિયા.

ઓબેરોય ઇન્ટરનેશનલ સ્કૂલમાં માધુરી દીક્ષિતના દિકરા અરીન અને રિયાન ભણે છે. તેમની વર્ષની ફી ૫.૭૦,૦૦૦ રૂપિયા છે. જ્યારે એડમિશન ફી ૧ લાખ ૨૦ હજાર રૂપિયા છે.

અમને આશા છે કે તમને આ જાણકારી જરૂર પસંદ આવી હશે. તમને શું લાગે છે બાળકોને આટલી મોંઘી જ સ્કૂલમાં ભણાવવા યોગ્ય છે કે પછી અભ્યાસ કોઈપણ સ્કૂલમાં થઈ શકે છે ?