આટલું આલીશાન જીવન જીવે છે અનિલ અંબાણીનો દિકરો અનમોલ, ફરે છે મોંઘા પ્રાઈવેટ જેટસ્ માં

દુનિયાના સૌથી ધનિક લોકોની સૂચિમાં સામેલ અને રિલાયન્સ પ્રમુખ મુકેશ અંબાણી હંમેશાથી ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણીની સાથે જ તેમનો પરિવાર પણ ચર્ચાનો વિષય બને છે. મુકેશ અંબાણીના નાનાભાઈ અને મશહૂર બિઝનેસમેન અનિલ અંબાણી પણ દુનિયામાં જાણીતા છે. જોકે અનિલનાં બંને દિકરાઓ ક્યારેય પણ લાઈમલાઈટમાં આવતા નથી.

આજે અમે તમને આ લેખમાં અનિલ અંબાણી અને ટીના અંબાણીના દિકરા જય અનમોલ અંબાણીનાં વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જય એ બ્રિટનના વારવીક બિઝનેસ સ્કૂલમાં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તે પોતાના પરિવારની પરંપરાને આગળ વધારતા વ્યવસાયની દુનિયામાં વ્યસ્ત છે. ૧૨ ડિસેમ્બર ૧૯૯૧નાં રોજ માયાનગરી મુંબઈમાં જય અનમોલનો જન્મ થયો હતો.

જય અનમોલ રિલાયન્સ કેપિટલમાં પહેલાથી જ એક્ઝિક્યુટિવ નિર્દેશકનાં પદ પર રહેલા છે. વળી ઓગસ્ટ ૨૦૧૬માં તેમને બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતાં. પોતાના દાદા ધીરુભાઈ અંબાણીને જય અનમોલ પોતાના આદર્શ માને છે. શરમાળ સ્વભાવના જય અનમોલ હંમેશાથી જ લાઈમલાઇટની દુનિયાથી દૂર રહે છે અને લગભગ આ કારણથી જ મુકેશ અંબાણીના બાળકોની જેમ ક્યારેય અનિલ અંબાણીના બાળકોની ચર્ચા થતી નથી.

શરૂઆતથી જ જય અનમોલની રુચિ વ્યવસાય તરફ હતી. જ્યારે તે ફક્ત ૧૮ વર્ષના હતાં ત્યારથી જ તેમણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. કોલેજનો અભ્યાસ પૂરો થયા બાદ આ ક્ષેત્રમાં તેમણે પોતાની રુચિનો વિસ્તાર કર્યો. તેમણે ત્યારબાદ બે મહિના સુધી રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્ટરશિપ કરી.

જય અનમોલ અંબાણી બિઝનેસની દુનિયામાં સારું એવું કામ કરી રહ્યા છે. જણાવી દઈએ કે પોતાના દિકરાને બિઝનેસ માટે અનિલ અંબાણીએ જ ટ્રેન્ડ કર્યા છે. પોતાના પિતાના જણાવેલા રસ્તા પર ચાલતા જય અનમોલ એ જાપાનની નામી કંપની નીપોન ને પોતાના પિતા રિલાયન્સ કેપિટલમાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર કર્યા હતાં. હવે રિલાયન્સ નીપોન ને લાઇફ ઇન્શ્યોરન્સનાં નામથી ઓળખવામાં આવે છે.

પોતાના દાદા ધીરુભાઈ અંબાણીને પોતાના રોલ મોડલ માનવાવાળા જય અનમોલ પોતાની દાદી કોકીલાબેનની પણ ખૂબ જ નજીક છે. અંબાણી પરિવાર સાથે સંબંધ ધરાવતા જય અનમોલ અંબાણી પરિવારના સ્ટાન્ડર્ડની જેમ જ આલીશાન જીવન જીવવાનું પસંદ કરે છે.

મીડિયા રિપોર્ટસ્ નુ માનવામાં આવે તો જય અનમોલ ઘણી મોંઘી ગાડીઓના માલિક છે. તેમની પાસે પ્રીમિયમ જેટ કલેક્શનમાં બોમ્બાડીયર ગ્લોબલ એક્સપ્રેસ XRS, ફાલ્કન 2000, ફાલ્કન 7X, બેલ412 (હેલિકોપ્ટર) અને ગ્લોબલ એક્સપ્રેસ જેવા કીમતી એરક્રાફ્ટસ્ છે. જણાવી દઈએ કે અનિલ અંબાણી અને ટીના અંબાણીના બે દિકરા છે. તેમના નાના દિકરાનું નામ જય અંશુલ અંબાણી છે.