આવા કામ કરનાર લોકોથી દૂર રહે છે માં લક્ષ્મી, જીવનમાં હંમેશા રહે છે ધનની કમી

Posted by

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહે નહી. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે માં લક્ષ્મીની કૃપા હંમેશા તેમના પર જળવાઈ રહે. માં લક્ષ્મી પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થાય છે અને તેમના પર ધન વર્ષા કરે છે. આ કારણથી લોકો દિવસ-રાત માં લક્ષ્મીની પૂજા કરતા હોય છે પરંતુ માં લક્ષ્મી ખોટા કામ થવા પર ખૂબ જ જલ્દી ક્રોધિત પણ થઈ જાય છે અને રિસાઈને ઘરેથી ચાલ્યા જાય છે.

જો માં લક્ષ્મી રિસાઈ જાય છે તો ઘર-પરિવારની સુખ-સંપદા બધું જ નષ્ટ થઈ જાય છે. ચાલો તમને જણાવી દઈએ કે ક્યા તે કામ છે જે કોઈપણ સ્ત્રી કે પુરુષે ના કરવા જોઇએ. આ કામોમાં સાવધાની રાખીને આપણે માં લક્ષ્મીને પ્રસન્ન કરી શકીએ છીએ.

ગંદા કપડાં પહેરવા

માં લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ જ પ્રિય હોય છે. સાંજે કે સવારના સમયે રોશની પહેલા લોકો ઘરની સાફ-સફાઈ કરી લેતા હોય છે, કારણ કે માં લક્ષ્મી આવી શકે. ફક્ત ઘર જ નહી માં લક્ષ્મી તે વ્યક્તિનાં ઘરે પણ પધારે છે, જે પોતે પણ ચોખ્ખા રહેતા હોય. ગરુડ પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગંદા વસ્ત્રો પહેરનારા લોકોની પાસે માં લક્ષ્મી ટકી શકતા નથી. તેને ફક્ત તે દૃષ્ટિથી જ ના જોવું પરંતુ તમે સમાજમાં રહો છો તો સફાઈનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. જો તમે ગંદા કપડા પહેરીને રહેશો તો લોકો તમારી સાથે વાત કરવાનું પણ પસંદ કરશે નહી, સાથે જ તમારી સાથે હરવા-ફરવાનું કે બેસીને વાતો કરવાનું પણ કોઈ પસંદ નહીં કરે. જો સામાન્ય માણસ તમારાથી આટલું અંતર બનાવી શકે છે તો માં લક્ષ્મી પણ તમારાથી દૂર જ રહે છે.

દાંત સાફ રાખવા

શરીરની સફાઈની સાથે સાથે દાંતની સફાઈ રાખવી પણ ખૂબ જ જરૂરી હોય છે. જે લોકોના દાંત ગંદા હોય છે કે તે પોતાના દાંતનું ધ્યાન રાખતા નથી. આવા લોકોની પાસે માં લક્ષ્મી ટકી શકતા નથી. જો તમે ખૂબ જ આળસુ સ્વભાવ ના હોય તો પણ માં લક્ષ્મી તમારી પાસે આવશે નહી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એવું હોય છે કે ગંદા દાંત રાખવાવાળા કંઈપણ ખાતા હોય છે તો તે ગંદકી પણ તેમના પેટમાં ચાલી જાય છે અને શરીર દૂષિત થઈ જાય છે. જેના લીધે માં લક્ષ્મી આવા લોકોનો ત્યાગ કરે છે.

વધારે આહાર લેવા વાળા

તે જાણીને તમને આશ્ચર્ય થશે પરંતુ વધારે ભોજન કરવાવાળા લોકોની પાસે પણ માં લક્ષ્મી ટકતા નથી. જે લોકો જરૂરિયાતથી વધારે ભોજન કરે છે, તે આળસુ સ્વભાવના હોય છે. આવા લોકો આખો દિવસ બસ ભોજનનું ધ્યાન રાખે છે અને પોતાના કામમાં મહેનત કરતા નથી. આવા લોકો પાસેથી માં લક્ષ્મી જતા રહે છે. ભોજનને બરબાદ કરવા વાળા લોકોની પાસેથી પણ માં લક્ષ્મી નારાજ થઈને ચાલ્યા જાય છે. માં લક્ષ્મી એવા લોકોની પાસે રહે છે જે ધન કમાવવા માટે મહેનત કરતા હોય છે.

ખરાબ બોલવા વાળા

માં લક્ષ્મી તે લોકોની પાસે એક ક્ષણ પણ ટકતા નથી, જે લોકો અન્ય લોકોનું ખરાબ બોલે છે. હંમેશા અન્ય લોકોનું ખરાબ બોલવા વાળા, અન્ય લોકો માટે અપશબ્દો કહેનારા લોકોની પાસે માં લક્ષ્મી રહેતા નથી. મા લક્ષ્મી તે લોકોની પાસે રહે છે, જે અન્ય લોકોથી મીઠું બોલે છે. જે લોકો અન્ય લોકો સાથે સારો વ્યવહાર જાળવી રાખે છે તે લોકોની પાસે માં લક્ષ્મી વાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *