આવા મિત્રોને તમારા જીવનમાથી જલ્દી કરી દો દૂર નહી તો ભોગવવા પડે છે ગંભીર પરિણામો

જીવનમાં મિત્રો હોવા ખૂબ જ જરૂરી છે. કોઈપણ વ્યક્તિ પોતાના પરિવારની ભલે ગમે તેટલો નજીક હોય પરંતુ જો તેમનો કોઈ મિત્ર નથી તો ક્યાંક ને ક્યાંક તેમનું જીવન અધુરૂ રહી જાય છે. જોકે એ વાત પણ ૧૦૦% સાચી છે કે તમારી પાસે ખરાબ મિત્રો છે તો તેના કરતા તો મિત્ર ના હોય એ જ સારું હોય છે. અમે તમને જણાવી રહ્યા છીએ એવા ઘણા લોકો વિશે જે કહેવા ખાતર તો મિત્ર છે પરંતુ ખરેખર તે દોસ્તીને લાયક નથી. કારણકે તેમનું તમારી સાથે હોવું જ તમને નુકસાન પહોંચાડે છે.

મતલબી મિત્ર

જો તમારા ગ્રુપમાં એવા મિત્રો છે જે ફક્ત ત્યારે જ તમારી આસપાસ હોય છે અથવા તો તમારો કોન્ટેક્ટ કરે છે જ્યારે તેમને ભાવનાત્મક અથવા તો અન્ય કોઈ રીતે તમારા સપોર્ટની જરૂર હોય છે. તો તે મતલબી મિત્ર છે. આવો મિત્ર ક્યારેય પણ તમારી સાથે નહીં હોય જ્યારે તમારે તેની સૌથી વધારે જરૂર હોય છે. આવા લોકો હંમેશા ફક્ત એ વાતનું જ ધ્યાન રાખે છે કે તેમને પોતાને કઈ ચીજમાં સૌથી વધુ ખુશી અને આનંદ મળે છે. આવા મિત્રો ભાવનાત્મક રીતે તમને સૌથી વધારે દુઃખી કરે છે. સારું રહેશે કે આવા મિત્રોને મિત્રની કેટેગરીમાં રાખવા જ ના જોઈએ.

નેગેટીવ મિત્ર

શું તમારા જીવનમાં પણ એવા મિત્રો છે જે હંમેશા જ નેગેટિવ વાતો કરતા હોય છે ? જો હા તો સારું રહેશે કે આવા મિત્રોથી ૧૦૦ ફૂટ દૂર જ રહીએ. એવું એટલા માટે કારણ કે તમને ખબર પણ નહી રહે કે તમે પણ ક્યારે નેગેટીવ માણસ બની ગયા છો. આવા મિત્રો હમેશા ડીમોરલાઇઝ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જેનાથી વ્યક્તિના આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે. તે ના ભૂલવું જોઈએ કે આગળ વધવા માટે અને ખુશ રહેવા માટે પોઝિટિવ વિચાર અને પોઝિટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. તે માટે નેગેટીવ મિત્રો અથવા લોકોને તમારી પાસે આવવા ના દો.

ઓવર પજેસિવ મિત્ર

ફક્ત રિલેશનશિપ જ નહીં પરંતુ ફ્રેન્ડશિપમાં પણ પજેસિવનેસ હોય છે. જે અમુક હદ સુધી બરાબર પણ છે. જોકે જ્યારે તે ઓવર પજેસિવનેસમા બદલી જાય છે તો તમારા માટે તે સમસ્યા ઊભી કરી શકે છે. ઓવર પજેસિવનેસ મિત્ર તમને કોઈપણ બીજા વ્યક્તિ સાથે મિત્રતા નથી કરવા દેતા અથવા તો બાદમાં કોઈ બીજા સાથે સમય પસાર કરવા પર તે નારાજ થઈ જાય છે. આવા મિત્રો તમારી લવ લાઈફમાં પણ દખલગીરી કરી શકે છે. કારણકે તેમને લાગે છે કે દોસ્ત હોવાના લીધે તે તેમનો હક છે. તમારા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે આવા મિત્રો ને વહેલી તકે દૂર કરી નાખવા જોઈએ.

જે તમારું સન્માન ના કરે

શું તમારો મિત્ર પણ મજાકના નામ પર બધાની સામે તમારી બેઇજ્જતી કરે છે ? શું તે સાચું કે તે પોતાને ફોરવર્ડ વ્યક્તિ બતાવવા માટે એવી વાતો કરે છે જે તમને હંમેશા દુઃખી કરે છે. જો હા તો આવા મિત્રો ને જલ્દી બાય બાય કહી દો. જે વ્યક્તિના મનમાં તમારા માટે અથવા તો તમારી ભાવનાઓ માટે સન્માન નથી તે ક્યારેય પણ મિત્ર બની શકતો નથી.