આ યુવતિએ રાતોરાત ફ્લોપ દુકાનને બનાવી દીધી શહેરની ફેમસ દુકાન, જાણો કઇ રીતે

માર્કેટિંગમાં હંમેશા કહેવાય છે કે જો કોઈ ચીજનું પેકિંગ સારું હોય તો તે જલ્દી વેચાય જાય છે. એટલા માટે મોટી-મોટી દુકાનો અને મોલ્સમાં ચીજોનાં પેકિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તેનું બીજું કારણ એ છે કે આપણામાંથી ઘણા લોકોના વિચાર એવા હોય છે કે રસ્તા પર વેચાતી ચીજો મોલમાં મળતી ચીજો કરતાં ખરાબ હોય છે પરંતુ એવું બિલકુલ પણ નથી. દરેક ચીજ એક જેવી જ હોય છે. અંતર હોય છે તો બસ પેકિંગ અને માર્કેટિંગનું. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કોઈપણ ચીજને વેચવામાં તેની પણ અસર તે વાતથી પડે છે કે તેને કોણ વેચી રહ્યું છે.

આજે અમે તમને એક એવી જ યુવતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે પોતાની સુંદરતાથી લગભગ બંધ પડેલી દુકાનને એક એવી દુકાન બનાવી દીધી કે જેની બહાર લોકોની લાઈનો લાગી રહી છે. આ યુવતિએ સાબિત કરી દીધું કે સુંદર દેખાતી ચીજોને મોટાભાગનાં લોકો પસંદ કરે છે. લોકો એ ચીજને ક્યારેય પણ ખરીદવા માંગતા નથી જે દેખાવમાં સારી ના હોય, કદાચ તમે પણ બહાર જમવા જાઓ છો તો એવી હોટેલમાં જવાનું પસંદ કરો છો જ્યાં વેઈટરથી લઈને ભોજન તમામ ચીજો સ્વચ્છ હોય.

જો તમે કોઈ માર્કેટમાં જાઓ અને જો તમને એક સ્વચ્છ દુકાન અને બીજી એક ગંદી દુકાન નજર આવે તો તમે પણ સ્વચ્છ દુકાનમાં જ જવાનું પસંદ કરશો. આજે તમને એવું જ એક  ખુબ જ જબરદસ્ત ઉદાહરણ બતાવવા જઈ રહ્યા છીએ. આ ઘટના દક્ષિણ કોરિયાની છે, જ્યાં એક મિટની દુકાન ઘણા સમયથી ખુલી તો હતી પરંતુ કોઈપણ કસ્ટમર આ દુકાનમાં આવવાનું પસંદ કરતું ના હતું. એટલે કે દુકાન સંપૂર્ણ રીતે બંધ થવાની પરિસ્થિતિ પર ઊભી હતી. પરંતુ તે પહેલા કે દુકાન બંધ થઈ જાય દુકાનના માલિકે નિર્ણય કર્યો કે તે પોતાની દુકાન પર એક યુવતિને કામ કરવા માટે રાખશે.

દુકાનના માલિકનો આઈડિયા ચાલી નીકળ્યો અને યુવતિનાં આવતા જ દુકાનની બહાર ગ્રાહકોની લાઈન લાગવા લાગી. હકિકતમાં તેનું કારણ એ હતું કે દુકાનના માલિકે જે યુવતિને કામ પર રાખી હતી તે ખૂબ જ સુંદર હતી અને તેને જોવા અને તેની સાથે વાત કરવા માટે લોકોની લાઈન લાગતી હતી. આ યુવતિનાં કારણે જ આ દુકાન હવે આ એરિયાની સૌથી ફેમસ બની ચૂકી છે. તસ્વીર જોઈને તમે પોતે પણ સમજી જશો કે આ યુવતિ કેટલી સુંદર છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ યુવતિએ દુકાનમાં જ્યારથી કામ કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી તેની પાસે ઘણા એવા કસ્ટમર પણ આવ્યા છે, જેમણે તેને મોડલિંગની ઓફર આપી છે. આ યુવતિ એટલી સુંદર છે કે લોકો મીટ ખરીદવા ઓછું અને તેને જોવા માટે વધારે આવે છે. જણાવવામાં આવે છે કે લોકો આ યુવતિનાં એટલા દિવાના થઈ ચૂક્યા છે કે અત્યાર સુધીમાં આ યુવતિને હજારો લોકોએ મોડલિંગની ઓફર આપી છે. ત્યાં સુધી કે આ દુકાનમાં આવવાવાળા દરેક ગ્રાહકો યુવતિ સાથે તસ્વીર પણ લે છે. તો કદાચ તમે પણ એ વાત સમજી ગયા હશો કે સુંદરતાથી પણ એક બંધ દુકાનને કેવી રીતે ચલાવી શકાય છે.