અભિનેત્રીઓને પોતાનો સાડી લુક પડ્યો મોંઘો, લોકોને ના આવી પસંદ તો થઈ ટ્રોલ

Posted by

દરેક મહિલા સાડીમાં ખૂબ જ આકર્ષક લાગે છે જે તેમની સુંદરતા પર ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ જો વાત બોલિવૂડ અભિનેત્રીઓની કરવામાં આવે તો ઘણીવાર તે સાડીમાં પણ કંઈક અલગ અને એક્સ્ટ્રા કરવામાં અને બતાવવાના ચક્કરમાં ફસાઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થવા લાગે છે. આજે અમે તમને તે અભિનેત્રીઓની વિશે જણાવીશું જે સાડીના લુકમાં ટ્રોલ થઈ ચૂકી છે.

મંદિરા બેદી

પોતાની ફિટનેસનાં લીધે ચર્ચાનું કેન્દ્ર બનતી સ્ટાર મંદિરા બેદી બધાના દિલો પર છવાયેલી રહે છે. ફિટનેસ સિવાય તેમની સાડી પહેરવાની રીત પણ કંઈક અલગ જ હોય છે. ઘણીવાર કંઈક એક્સ્ટ્રા કરવાના ચક્કરમાં મંદિરા બેદી પણ પોતાના સાડી લુકને લઈને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ જાય છે. આ જ કારણ છે કે મંદિરાનો એક્સ્ટ્રા અને અલગ સાડી લુક ફેન્સને પણ ખુશ કરી શક્યો નહીં અને તેમના આ લુકને નકારી દીધો.

સોનમ કપૂર

પોતાની ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહેતી અભિનેત્રી સોનમ કપૂર પણ પોતાની એક્સ્ટ્રા અને અલગ સાડી લુકમાં દેખાવવા માટે ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે. જી હા, ઘણીવાર સોનમ કપૂર ખોટી રીતે ડ્રેપિંગ અને કલર સિલેક્શનમાં ફસાઈ ચૂકી છે. જેના લીધે તે પોતાના બ્લાઉઝ સિલેક્શનને લઈને ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ થઈ ચૂકી છે. ફેન્સને સોનમ કપૂરનો સાડી લુક બિલકુલ પણ પસંદ આવ્યો નહી.

વિદ્યા બાલન

અભિનેત્રી વિદ્યા બાલન હાલનાં દિવસોમાં પોતાની ફિલ્મ શંકુતલા દેવીનાં લીધે ચર્ચામાં બનેલી છે. વિદ્યા બાલન ખૂબ જ ટેલેન્ટેડ છે અને સાડીમાં ખૂબ જ એલિગેન્ટ અને સુંદર લાગે છે, પરંતુ ઘણીવાર તેમની પસંદને લોકો નાપસંદ કરે છે. પરંતુ હાલમાં જ ફિલ્મ શંકુતલા દેવીમાં તમને વિદ્યા બાલન અલગ અલગ કિરદાર અને અવતારમાં નજર આવશે. ફરી એકવાર અભિનેત્રીનો આ અંદાજ તમને પોતાના બનાવવામાં સફળ સાબિત થશે.

અમીષા પટેલ

અભિનેત્રી અમિષા પટેલ પોતાની હોટનેસ અને બોલ્ડનેસનાં કારણે સતત ચર્ચાનો વિષય બનતી રહે છે. આ ફિટ અને સુપર મોર્ડન દેખાતી અભિનેત્રી પણ સાડીની બાબતમાં માર ખાઈ જાય છે. આ તસવીરોને જોઇને એવું લાગે છે કે અમીશા બિકીનિ પહેરવા માંગતી હતી અને તેમને જ બ્લાઉઝ બનાવી દીધું. અમીશાનો આ સાડી સેન્સ ફેન્સને પણ પસંદ આવ્યો નહી.

શ્વર્યા રાય બચ્ચન

તેના સિવાય એશ્વર્યા રાય બચ્ચન પણ પોતાના સાડીવાળા લુકથી ફેન્સને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી. જી હા, ઐશ્વર્યા રાય બચ્ચન પણ ખોટા સિલેક્શનથી બચી શકી નહી ક્યારેક સાડીના રંગને લઈને તો, ક્યારેક બ્લાઉઝની જગ્યાએ બિકીની જેવું પીસ પહેરવાથી અને સાથે જ ખોટી હેર સ્ટાઇલ અને જ્વેલરીના લીધે ઐશ્વર્યા રાય પણ ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે.

સની લીયોની

હોટનેસ અને બોલ્ડનેસની તમામ હદો પાર કરી ચૂકેલી સની લીયોની પણ સાડીના લુકમાં ફેન્સને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી છે. આ વાતની જાણ તો આપણે સનીની આ તસ્વીરને જોઈને જ લગાવી શકીએ છીએ.

મલાઈકા અરોડા

જ્યારે વાત ફેશન અને સ્ટાઇલની આવે છે તો મલાઈકા અરોડાનું નામ ટોપ પર હોય છે. જી હા, સ્ટાઈલના મામલામાં મલાઈકા સૌથી ઉપર રહે છે અને તેમના ફિગર પર બધું જ સારું પણ લાગે છે પરંતુ મલાઈકા વધારે હોટ દેખાવાનાં ચક્કરમાં માત ખાઈ ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *