અભિષેક બચ્ચને મીડિયા પાસે ડિલીટ કરાવી હતી એશ્વર્યાની આ તસ્વીરો, કહ્યું – પ્લીઝ ડિલીટ કરી નાખો

Posted by

બોલીવુડમાં ઘણીવાર કઈક ને કઈક એવું બનતું જ રહે છે. જેના કારણે સોશિયલ મીડિયાની સાથે સાથે કલાકારના જીવનમાં પણ ખળભળાટ મચી જાય છે અને તેને કારણે જ ઘણીવાર એવી પરિસ્થિતીનું નિર્માણ થઈ જાય છે કે અભિનેતા કે અભિનેત્રીઓને ખૂબ જ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

આ વખતે એવું જ કઈક બની ગયું બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય બચ્ચન સાથે. અમુક તસ્વીરો ખૂબ જ ખરાબ રીતે વાયરલ થઈ જતી હોય છે. જેના કારણે ઘણીવાર સિતારાઓ ટ્રોલ પણ થઈ જાય છે અને લોકોની વચ્ચે તેમની મજાક બની જાય છે. એશ્વર્યા રાય બચ્ચનની એવી તસ્વીરો ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કરી કે અભિષેક બચ્ચને કહેવું પડ્યું કે, પ્લીઝ આ ફોટો ડિલીટ કરી દો.

હકીક્તમાં બન્યું એવું કે બોલીવુડની બ્યુટી ક્વિનથી ઓળખવામાં આવતી બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા રાય બચ્ચન અને તેમના પતિ અભિષેક બચ્ચન એક પાર્ટીમાં સામેલ થવા માટે જઇ રહ્યા હતા. આ પાર્ટી મનીષ મલ્હોત્રાના ઘરે હતી. તમને જણાવી દઈએ કે તેમની સાથે કરણ જોહર પણ પાર્ટીમાં હાજર હતા. મનીષ મલ્હોત્રા દ્વારા આયોજિત પાર્ટી પૂરી થયા બાદ બધા સિતારાઓ પોતપોતાના ઘરે જવા માટે બહાર નીકળ્યા તો ફોટોગ્રાફરે બધાના ફોટા ક્લિક કર્યા. તેની વચ્ચે ત્યાં હાજર રહેલ ફોટોગ્રાફરે એશ્વર્યા રાય બચ્ચનનો પણ ફોટો લેવાનો પ્રયાસ કર્યો. તમને જણાવી દઈએ કે પાર્ટીના આ પ્રસંગે એશ્વર્યા રાય બચ્ચને શોર્ટ ડેનિમ ડ્રેસ પહેર્યો હતો. તેવામાં એશ્વર્યા કારમાં બેસતા સમયે એવી તસ્વીરો ક્લિક થઈ ગઈ કે જ્યારે અભિષેક બચ્ચનની નજર પડી તો તેમણે ફોરોગ્રાફરને કહેવું પડ્યું કે પ્લીઝ આ ફોટો ડિલીટ કરી દો.

ફોટો જોઈને ભડક્યા અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચને પોતાની પત્ની એશ્વર્યા રાય બચ્ચનનો ફોટો જોયો તો તે ભડકી ગયો. જો કે જે ફોટો ખેંચવામાં આવ્યો હતો તે તો નોર્મલ હતો પરંતુ અમુક તસ્વીરો એવી પણ હતી કે જે અભિષેક બચ્ચનને બિલકુલ પસંદ આવી નહી. ત્યારબાદ તે એ ફોટાને જોઈને ભડકી ગયા હતા અને ડિલીટ કરાવી નાખ્યા હતાં. હકીકતમાં જે એંગલથી એશ્વર્યાની તસ્વીરો લેવામાં આવી હતી તે બિલકુલ યોગ્ય નહોતુ કારણકે તેમનો ડ્રેસ ટૂંકો હતો. પરંતુ ત્યાં બીજા ઘણા ફોટોગ્રાફર પણ હાજર હતાં જેના કેમેરામાં આ ફોટો રહી ગયા હતાં અને જે બાદમાં લીક થયા હતાં. જે પણ હોય પરંતુ તેના પરથી જુનિયર બિગ બી ને પોતાની પત્નિ પ્રત્યેની ચિંતા સ્પષ્ટ જોવા મળી હતી.

મીડિયાએ પણ રાખવું જોઈએ ધ્યાન

એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે જ્યારે અભિનેત્રીઓને “ઉપ્સ મોમેન્ટ” નો શિકાર બનવું પડતું હોય છે. તે જ “ઉપ્સ મોમેન્ટ” ને અભિષેક બચ્ચને ડિલીટ કરાવ્યુ હતું. પરંતુ એવા ઘણા સિતારાઓ પણ છે જેમની આ ઉપ્સ અને ઓકવર્ડ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ જતી હોય છે. મીડિયાકર્મીઓએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ન્યૂઝ બનાવવાના ચક્કરમાં આ પ્રકારની તસ્વીરો લેવી ના જોઈએ અને જો ભૂલથી પણ ક્લિક થઈ જાય તો તેને તુરંત જ ડિલીટ કરી નાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *