એકસીડન્ટ બાદ તડપી રહેલી યુવતીને ટેક્સી ડ્રાઇવરે પોતાની ટેક્સી વેંચીને કરી મદદ, બાદમાં યુવતીએ આવી રીતે ઉતાર્યું અહેસાન

આજનો સમય ખૂબ જ ખરાબ થઇ ગયો છે જ્યાં કોઈ કોઈની મદદ કરવા માંગતું નથી અને બધા જ પોતાના કામથી કામ રાખવા માંગે છે. પરંતુ જ્યારે કોઈને તમારી મદદની જરૂર હોય છે ત્યારે તમારે તેમની મદદ જરૂર કરવી જોઈએ કારણ કે તમારી એક મદદ કોઈની જિંદગી બનાવી શકે છે. તેવામાં રોડ એકસીડન્ટ હોવું સામાન્ય વાત છે પરંતુ જો આપ તેમની મદદ કરો છો તો તેમની જિંદગીને બચાવી શકાય છે. જે રીતે રસ્તા પર તડપી રહેલી યુવતીને ટેક્સી ડ્રાઈવરે પોતાની ટેક્સી વેચીને કરાવી સારવાર, બાદમાં શું થયું તેના વિશે અમે તમને જણાવીશું.

ડ્રાઇવરે ટેક્સી વેચીને કરાવી યુવતીની સારવાર

મહારાષ્ટ્રમાં રહેવાવાળી અસીમા દરરોજ ખુબ જ દૂર પોતાની કોલેજમાં અભ્યાસ કરવા માટે જતી હતી પરંતુ એક દિવસ તેમનું ખૂબ જ ખરાબ રીતે એક્સિડન્ટ થઇ ગયું. લોહીથી લથપથ તે રોડ પર પડી હતી પરંતુ તેમની મદદ કરવા માટે કોઈ આગળ આવી રહ્યું નહોતું. કારણ કે કોઈપણ પોલીસની ઝંઝટમાં પડવા માંગતું નથી અને આવી રીતે જ મરવા માટે છોડી દેવામાં આવે છે પરંતુ એવું કરવું જોઈએ નહી. તે યુવતીની મદદ કરવા માટે કોઈપણ આગળ આવ્યું નહી અને તે તડપી રહી ત્યારે તેના પર એક ટેક્સી ડ્રાઇવરની નજર પડી. તે તેમની પાસે આવ્યા અને તેને ઉપાડીને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ડોક્ટર એ તેમની સારવાર કરી.

સારવાર દરમિયાન ઓપરેશન કરવા માટે ડોક્ટરે રાજબીરને અઢી લાખનો ખર્ચ જણાવ્યો. ત્યારબાદ તેને કંઇ સમજમાં આવી રહ્યું નહોતું અને તેમણે પોતાની ટેક્સી વેચી નાખી જ્યારે તે તેની કમાણીનું એક જ સાધન હતું જેનાથી તેમનું ઘર ચાલતું હતું. પરંતુ તેની ચિંતા કર્યા વગર તેમણે ટેક્સી વેચી અને તે યુવતીની સારવાર કરાવી, જે આજના સમયમાં અસંભવ વાત છે. ત્યારબાદ તે યુવતી ઠીક થઈ ગઈ અને પોતાના ઘરે ચાલી ગઈ. અસીમા યુપીના સહારનપૂરની રહેવાવાળી હતી અને મહારાષ્ટ્રમાં તે અભ્યાસ કરવાં માટે આવી હતી.

અસીમા એ ડ્રાઈવર માટે કર્યું આ કામ

અસીમા પોતાના ઘરે ગઈ અને જ્યારે અમુક મહિના પછી તે પૂરી રીતે ઠીક થઈ ગઈ ત્યારે તેમણે વિચાર્યું કે તેમણે તે ડ્રાઇવરને મળવું જોઈએ. કોઈ રીતે પૂછતાં-પૂછતાં તે ટેક્સી ડ્રાઇવર રાજબીરનાં ઘરે પહોંચી ગઇ અને ત્યાં તેમની પત્નિ, બાળકો અને માં ને મળી. બાદમાં અસીમા એ રાજબીરને એક મોટા ભાઈનો દરજ્જો આપીને તેમનો આભાર માન્યો અને કોલેજમાં થનાર ફંક્શન માટે તેમને ઇન્વાઇટ કરવામાં આવ્યા. હકીકતમાં અસીમા પોતાના કોલેજની હોશિયાર વિદ્યાર્થી હતી અને તેને રાષ્ટ્રપતિ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવવાની હતી. રાજબીરના ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી તેમ છતાં પણ તે ફંક્શનમાં ગયાં.

તે ફંક્શનમાં પહોંચીને તે સૌથી પાછળની સીટ પર બેસી ગયાં. ત્યારબાદ ફંક્શન ખતમ થયું અને મેડલ ડિસ્ત્રીબ્યુટ કરવાનો સમય આવ્યો તો અસીમાને સ્ટેજ પર બોલાવવામાં આવી પરંતુ તેમણે પોતાનું મેડલ પોતાના ભાઈ રાજબીરને સમર્પિત કર્યું અને તેમણે જે પણ કર્યું હતું તેના વિશે તેમણે બધા લોકોને જણાવ્યું. રાષ્ટ્રપતિએ તે ડ્રાઇવરને સન્માન આપતાં તેમને ટેક્સી અપાવવાની વાત કરી અને તે હોલમાં તેમનાં સન્માનમાં ખૂબ જ તાળીઓ પડી, જેના લીધે તે ભાવુક થઈ ગયાં. હકીકતમાં આવું ઘણા જ ઓછા લોકો કરી શકે છે પરંતુ જે પણ કરે છે તેમને આવું સન્માન જરૂર મળવું જોઈએ.