એક્ટિંગ જ નહી પરંતુ અભ્યાસમાં પણ અવ્વલ છે આ અભિનેત્રીઓ, જાણો પરીક્ષામાં કેટલા મળ્યા હતા માર્કસ

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે સુંદરતા હોવાની સાથે મગજ હોતું નથી પરંતુ બોલિવૂડની ઘણી સુંદર અભિનેત્રીઓએ આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે, જે સુંદર હોવાની સાથે સાથે અભ્યાસમાં પણ હોશિયાર છે. અભિનેત્રીઓએ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવી દીધા છે પરંતુ સાથે સાથે પોતાની દમદાર એક્ટિંગથી પણ લોકોનું દિલ જીતી લીધું છે અને ફિલ્મોમાં કામ કરીને ઘણા એવોર્ડ પણ જીત્યા છે. તેના સિવાય આ હસીનાઓએ બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા અભ્યાસમાં પણ પોતાની ક્ષમતા બતાવી છે.

૧૦ માં અને ૧૨ માંની પરીક્ષામાં સારા માર્કસ લાવીને આ હસીનાઓએ પોતાના મા-બાપનું નામ રોશન કર્યું છે. તેથી આજે અમે તમને તે હસીનાઓના વિશે જણાવીશું, જે પોતાના અભ્યાસમાં ટોપર્સ રહી ચૂકી છે. ચાલો જાણી લઈએ આખરે આ લિસ્ટમાં કઈ-કઈ અભિનેત્રીઓનું નામ સામેલ છે.

અનુષ્કા શર્મા

બોલિવૂડની સૌથી સુંદર અને સફળ અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ અનુષ્કા શર્મા પોતાના સ્કૂલના દિવસોમાં પોતાના ક્લાસની પણ ટોપર રહી ચૂકી છે. તેમણે હંમેશા અભ્યાસમાં સારું પ્રદર્શન કર્યું છે. અનુષ્કાએ ૧૦ ની પરીક્ષામાં ૯૩% અને ૧૨ માં ૮૯% ટકા લઈને પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું હતું. આ વિશે તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારે પોતાનું કરિયર ફિલ્મી દુનિયામાં બનાવવાનું હતું અને આ વાતને લઈને હું જરા પણ મૂંઝવણમાં હતી નહી, પરંતુ હું મારા માતા-પિતાના ટોણા સાંભળવા માંગતી ના હતી. અનુષ્કા આગળ જણાવ્યું કે, પોતાના માતા-પિતાના ઠપકાથી બચવા માટે મેં ખૂબ જ મન લગાવીને અભ્યાસ કર્યો હતો. જણાવી દઈએ કે બોર્ડની પરીક્ષામાં સારા અંક મેળવ્યા બાદ જ્યારે અનુષ્કાએ મોડેલિંગમાં પોતાનું કરિયર બનાવ્યું તો તેમના મમ્મી-પપ્પા મનાઈ કરી શક્યા નહિ.

શ્રદ્ધા કપૂર

આજના સમયની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક શ્રદ્ધા કપૂર એક જબરદસ્ત એક્ટ્રેસ પણ છે. તેમણે ઘણી ફિલ્મોમાં પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ બતાવી છે અને આજે તેમના લાખો કરોડોની સંખ્યામાં ફેન્સ છે. તમને જણાવી દઈએ કે ભલે આજે શ્રદ્ધા બોલિવૂડની સૌથી શાનદાર એક્ટ્રેસ છે પરંતુ આ પહેલા તેમણે અભ્યાસમાં પણ ખૂબ જ મહેનત કરી હતી. તેમણે ૧૦ માંની બોર્ડની પરીક્ષામાં ૭૦% મેળવ્યા હતા પરંતુ આ પરિણામથી શ્રદ્ધા ખુશ નહોતી. ત્યારબાદ તેમણે ધોરણ ૧૨ માં ખૂબ જ મહેનત કરી અને પરીક્ષામાં ૯૫% મેળવ્યા હતા અને સ્કૂલની ટોપર લિસ્ટમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું.

કૃતિ સેનન

પાનીપત, બરેલી કી બરફી, લુકાછીપી અને હાઉસફુલ-૪ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી કૃતિ સેનન પણ આ લિસ્ટમાં સામેલ છે. કૃતિ પણ પોતાના સ્કૂલના દિવસોમાં અભ્યાસમાં ખૂબ જ તેજ હતી. તેમણે ૧૦ માંની પરીક્ષામાં ૭૨% મેળવ્યા હતા તો ૧૨ માંની પરીક્ષામાં ૬૮% પ્રાપ્ત કર્યા હતા. જણાવી દઈએ કે કૃતિએ ઇન્ડસ્ટ્રી જોઇન કરતા પહેલા એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું હતું પરંતુ તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો નહી. તેવામાં કૃતિ સેનન બ્યુટી વિથ બ્રેઇનનું એક પરફેક્ટ ઉદાહરણ છે.

જ્હાન્વી કપૂર

શ્રીદેવી અને બોની કપૂરની લાડલી દિકરી જ્હાન્વી કપૂર એ પણ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરતા પહેલા અભ્યાસમાં ખૂબ જ મહેનત કરી હતી. જણાવવામાં આવે છે કે જ્હાન્વીનાં અભ્યાસ પર તેમની માં શ્રીદેવી ખૂબ જ નજર રાખતી હતી. આ જ કારણ હતું કે જ્હાન્વી કપૂર એ ૧૦ માંની પરીક્ષામાં ૮૪% તો ૧૨ માંની પરીક્ષામાં ૮૬% મેળવ્યા હતા.

આલિયા ભટ્ટ

ભલે સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની કોમન સેન્સનો મજાક બનાવવામાં આવતો હોય પરંતુ આલિયા પોતાના સ્કૂલના દિવસોમાં અભ્યાસમાં ટોપર રહી ચૂકી છે. આજે ઇન્ડસ્ટ્રીમાં આલિયાનાં નામનો સિક્કો ચાલે છે. જબરદસ્ત એક્ટિંગ અને પોતાની સુંદરતાથી બધાનું દિલ જીતવા વાળી આલિયાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે અને પોતાની એક્ટીંગ માટે ઘણા એવોર્ડ પણ જીતી ચૂકી છે. એટલું જ નહીં તે વાંચન-લેખનમાં પણ ખૂબ જ તેજ હતી. આલિયાએ દસમાની પરીક્ષામાં ૭૧% મેળવ્યા હતા. જોકે પોતાના એક્ટિંગ કરિયરને આગળ વધારવા માટે તેમણે સ્કૂલ છોડવી પડી હતી અને ૧૨ માંની પરીક્ષા આપી ના શકી.

યામી ગૌતમ

હિમાચલની બ્યુટી યામી ગૌતમ પણ બ્યુટી વિથ બ્રેઇનનું એક પરફેક્ટ ઉદાહરણ છે. યામી એ અભ્યાસ ચંડીગઢમાં કર્યો હતો અને તેમણે બોર્ડ એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે કરી હતી. આ જ કારણ હતું કે તેમને ૧૦ માંના બોર્ડમાં ૭૫% મળ્યા હતા તો ૧૨માંની પરીક્ષામાં ૮૦% મેળવ્યા હતા.

ભૂમિ પેડનેકર

“દમ લગા કે હઇસા” અને “ટોયલેટ-એક પ્રેમ કથા” જેવી ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી ભૂમિ પેડનેકર પણ પોતાની શાનદાર એક્ટિંગનો પરીચય આપી ચૂકી છે. આમ તો ભૂમિનું ફેમિલી બેકગ્રાઉન્ડ પોલિટિકલ છે પરંતુ ભૂમિએ પોતાનો એક અલગ જ રસ્તો પસંદ કર્યો છે. જણાવી દઈએ કે ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા આ એક્ટ્રેસનો અભ્યાસમાં પણ સારો રેકોર્ડ રહ્યો છે. તેમણે ૧૦ માંની પરીક્ષામાં ૭૮% મેળવ્યા હતા તો વળી ૧૨ ની પરીક્ષામાં ૮૩% મેળવ્યા હતા.