એક્ટિંગમાં ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ રહ્યાં આ ૫ સિતારાઓ, બાદમાં ડાયરેક્શનની દુનિયામાં મચાવી દીધી ધમાલ

Posted by

બોલીવુડમાં ઘણા એવા કલાકાર રહી ચૂક્યા છે, જે એક્ટિંગની દુનિયામાં નિષ્ફળ રહ્યાં બાદ નિર્દેશકનાં રૂપમાં પોતાની ઓળખાણ બનાવવામાં સફળ રહ્યા છે. આજે એવા જ ૫ કલાકારો વિશે અમે તમને જણાવીશું. તો ચાલો શરૂ કરીએ.

પૂજા ભટૃ

પૂજા ભટૃ ૯૦ ના દાયકાની બોલીવુડની જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. નોંધપાત્ર છે કે, એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મશહૂર નિર્દેશક મહેશ ભટ્ટની દિકરી અને અભિનેત્રી આલિયા ભટ્ટની બહેન છે. તેમણે એમના અભિનય કારકિર્દીની શરૂઆત એક અભિનેત્રીના રૂપમાં કરી હતી. પૂજા એ “સડક” અને “દિલ હૈ કિ માનતા નહી” જેવી અમુક હિટ ફિલ્મો બોલીવુડને આપી છે. પરંતુ તે એક્ટિંગના‌ દમ પર વધારે નામના મેળવી શકી નહિ. ત્યારબાદ તેમણે વર્ષ ૨૦૦૪ માં નિર્દેશનના ક્ષેત્રમાં પ્રયાસ કર્યા. તે જ વર્ષમાં તેમની ફિલ્મ “પાપ” આવી. જણાવી દઈએ કે, પૂજા એ ફિલ્મ હોલિડે, જીસ્મ-૨ અને કૈબરેટ જેવી ફિલ્મો પણ નિર્દેશિત કરી છે.

જુગલ હંસરાજ

જુગલ હંસરાજને ફિલ્મ મોહબ્બતે અને ગીત “ઘર સે નિકલતે હી, કુછ દૂર ચલતે હી” થી ઘણી ઓડખ મળી હતી. પરંતુ એ અભિનેતાનાં રૂપમાં પોતાનો જાદુ બતાવી શક્યા નહી. એ એક સપોર્ટિગ અભિનેતાનાં રૂપમાં જ જોવા મળ્યા. પછી તેમણે એક નિર્દેશક બનવા વિશે વિચાર્યું. તેમણે સડક કે કિનારે, રોમિયો જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું, જે એક એનિમેટેડ લવ સ્ટોરી હતી અને તે વર્ષ ‌૨૦૧૦માં રિલીઝ થઈ હતી. તેમણે ત્યારે “પ્યાર ઈમ્પોસિબલ” ફિલ્મ પણ બનાવી હતી. પણ તેઓ એક નિર્દેશકના રૂપમાં પણ નિષ્ફળ રહ્યા. હાલમાં તેઓ અમેરિકામાં રહે છે.

આશુતોષ ગોવારીકર

આશુતોષ ગોવારીકરે લગાન, સ્વદેશ, પાનીપત અને જોધા અકબર જેવી ફિલ્મો નિર્દેશકના રૂપમાં આપી છે. પરંતુ કદાચ તમને જાણ નહી હોય કે, તેમણે અભિનયની દુનિયામાં પણ હાથ અજમાવ્યો હતો, જ્યાં તેમને માત્ર નિરાશા મળી હતી અને તેઓ પાછા નિર્દેશકની દુનિયામાં પરત ફર્યા હતા. આશુતોષ ગોવારીકર વર્ષ ૧૯૮૪માં અભિનયમાં પદાર્પણ કર્યું હતું. તે વર્ષમાં તેમની પહેલી ફિલ્મ એક અભિનેતાના રૂપમાં ‘હોલી થી’. આ ફિલ્મમાં અભિનેતા આમિર ખાને પણ કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે પછડાઈ હતી. આ પછી તેમણે નામ, ચંતાકર અને કભી હા કભી ના જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેઓ નિર્દેશક બની ગયા.

સુભાષ ઘાઈ

સુભાષ ઘાઈને બોલિવૂડના જાણીતા અને સફળ નિર્દેશકનાં રૂપમાં ઓળખવામાં આવે છે. પરંતુ આ વાત ઘણા ઓછા લોકોને જાણ છે કે તેમણે તેમના ફિલ્મી કરિયરની શરૂઆત અભિનેતાનાં રૂપમાં કરી હતી. પરંતુ તેમને બહુ જલ્દી પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. તેમણે તકદીર અને આરાધના જેવી ફિલ્મો કર્યા બાદ એક્ટિંગને અલવિદા કહી દીધુ હતું અને પછી તેઓ નિર્દેશન ક્ષેત્રમાં આવ્યા. આજે તેઓ  એક પ્રસિદ્ધ નિર્દેશકના રૂપમાં જાણીતા છે.

અરબાઝ ખાન

અરબાઝ ખાન બોલિવૂડનાં જાણીતા અભિનેતા છે. પરંતુ તેઓ અભિનેતાનાં રૂપમાં ખાસ ઓળખાણ બનાવી શક્યા નથી. ૫૩ વર્ષીય અભિનેતા અરબાઝ ખાને હિન્દી સિનેમાની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. કરિયરની શરૂઆતમાં અરબાઝ ખાનની ગણતરી એક હેન્ડસમ અભિનેતાના રૂપમાં થતી હતી, પરંતુ તેઓ પોતાના અભિનયથી દર્શકોના દિલમાં તેમના મોટાભાઈ સલમાન ખાનની જેમ પોતાની જગ્યા બનાવી શક્યા નહી. અરબાઝ ખાને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેઓ અભિનેતાના રૂપમાં ફ્લોપ રહ્યા. પછી તેમણે નિર્માણ અને નિર્દેશનની દુનિયામાં હાથ અજમાવ્યો. તેમણે પહેલા પોતાના ભાઈ સલમાન ખાનની ફિલ્મ “દબંગ” બનાવી. ત્યારબાદ દબંગ-૨ માં નિર્દેશકની ભૂમિકા ભજવી. આ બંને ફિલ્મ હિટ રહી હતી. પરંતુ અત્યારે અરબાઝ એક્ટિંગ સાથે નિર્દેશન ક્ષેત્રમાં પણ સક્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *