અધિક માસ : આ મહિનામાં ભૂલમાં પણ ના કરો આ કામ, ભોગવવું પડશે ખરાબ પરિણામ

Posted by

અધિક માસ ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યો છે તેવામાં લોકોના મનમાં આ મહિનાને લઇને ઘણા પ્રકારની આશંકાઓ રહેતી હોય છે કે શું કરવું જોઈએ અને શું નહીં. જણાવી દે કે આ મહિનો સ્વયં ભગવાન વિષ્ણુના ભક્તિને સમર્પિત હોય છે. માન્યતા છે કે આ મહિનાને શ્રી હરિએ પોતાનું નામ આપ્યું હતું તેથી તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે.

અધિક માસ દર ૩૨ મહિને ૧૬ દિવસે અને ૪ કલાકના અંતરાલ બાદ આવે છે. આ વર્ષે ૧૮ સપ્ટેમ્બરથી લઈને ૧૬ ઓક્ટોબર સુધી અધિક માસ રહેશે. આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું કે અધિક માસના દિવસોમાં ક્યા કામ કરવા જોઈએ અને ક્યા કાર્યોને વર્જિત માનવામાં આવેલ છે.

આ કાર્ય કરવા નહીં

અધિક માસમાં કુવો, તળાવ વગેરેનું ખોદકામ શરૂ કરવું જોઈએ નહી. કોઈ ખાસ મનોકામના માટે વ્રતની શરૂઆત પણ કરવી જોઈએ નહી. લગ્ન સમારંભ, અષ્ટક શ્રાદ્ધ, ગાયનું દાન, મંદિર પ્રતિષ્ઠા, મુંડન, તીર્થયાત્રા, સન્યાસ અને અભિષેક વગેરે જેવા શુભ કાર્યોને આ મહિનામાં વર્જિત માનવામાં આવેલ છે. જો તમે આમાંથી કોઈપણ કાર્ય કરવાની યોજના બનાવી રહ્યા છો તો હાલ પૂરતી સ્થગિત કરી દેવી જોઈએ.

આ કાર્યો કરી શકો છો

જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન જણાવે છે કે આહુતિ માટે હવન, ગ્રહણ સંબંધી શ્રાદ્ધ, દાન, પુત્ર જન્મ, ગર્ભધારણ અને શ્રીમંત જેવા કાર્યોને અધિક માસમાં કરવાની મનાઈ નથી. આ સમયમાં આ કામ કરી શકો છો. સાથે જ આ દિવસોમાં નવા કપડા ખરીદવા, આભૂષણની ખરીદી કરવી, ફ્લેટ કે મકાન ખરીદવું, ઘર માટે ટીવી, ફ્રિજ, કૂલર, એ.સી ખરીદવા સાથે જ નવા વાહન ખરીદવાની બિલકુલ પણ મનાઈ નથી. અધિક માસમાં ચીજો ખરીદવા અને વેચવા સંબંધી મુહૂર્ત ચિંતામણીમા ઘણા મુહૂર્તનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ ખરીદવા અને વેચવા સંબંધી શુભ મુહૂર્તના વિશે વિસ્તારથી.

સ્થિર સંજ્ઞક મુહૂર્ત

૧૮, ૨૬ સપ્ટેમ્બર ૭ અને ૧૫ ઓક્ટોબર સીવાય બધા જ રવિવાર. આ દિવસોમાં વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ સંબંધિત ચીજો ખરીદી શકે છે. સાથે જ ઇન્વેસ્ટમેન્ટ, નવા કપડા કે જ્વેલરી ખરીદવા જેવા કર્યો કરી શકે છે.

ચર સંજ્ઞક મુહૂર્ત

૨૦, ૨૭, ૨૮, ૨૯ સપ્ટેમ્બર અને ૧૦ ઓક્ટોબર સિવાય સોમવાર. આ તારીખોમાં કાર, બાઈક અને અન્ય વાહન ખરીદવાની તેમજ બુક કરવા સંબંધી કાર્ય કરી શકો છો.

ઉગ્ર સંજ્ઞક મુહૂર્ત

૨૫, ૩૦ સપ્ટેમ્બર અને ૫, ૧૩, ૧૪ ઓક્ટોબર સિવાય બધા મંગળવાર ના રોજ શસ્ત્ર વગેરેની ખરીદી માટે સારું મુહૂર્ત છે.

મિશ્ર સંજ્ઞક મુહૂર્ત

૨૧ સપ્ટેમ્બર ૬ ઓક્ટોબર અને બધા બુધવારના દિવસે માંગલિક કાર્યો માટે બેન્ક્વેટ હોલ, ગાર્ડન, ધર્મશાળા, હોટલ વગેરેની બુકિંગ કરી શકો છો. સાથે જ આ દિવસોમાં નવા વ્યવસાયના સોદાઓ માટે પણ સારા યોગ છે.

ક્ષિપ્ર સંજ્ઞક મુહૂર્ત

૧૯ સપ્ટેમ્બર ૪ અને ૧૧ ઓક્ટોબર સાથે જ બધા જ ગુરૂવારના રોજ કોઈપણ પ્રકારના વાહનોની ખરીદી અને બુકિંગ કરાવી શકો છો.

મિત્ર સંજ્ઞક મુહૂર્ત

૧૯, ૨૨ સપ્ટેમ્બર ૨, ૩, ૮ ઓક્ટોબર. નવા સંબંધોની શરૂઆત કરવા માટે આ દિવસો શુભ છે. સાથે જ આ દિવસોમાં નવા કપડા, આભૂષણ પણ ખરીદી શકો છો. તે સિવાય લક્ઝરી સાથે જોડાયેલ સામાનની પણ ખરીદી કરી શકાય છે.

સર્વાર્થસિદ્ધિ યોગ

સર્વાર્થસિદ્ધિ યોગમાં તમે તમારી મનોકામનાઓ પૂરી કરવા માટે કાર્ય કરી શકો છો. જણાવી દઈએ કે અધિકમાસમાં સર્વાર્થસિદ્ધિ યોગ ૨૬ સપ્ટેમ્બર ૧, ૪, ૬, ૭, ૮, ૯, ૧૧, ૧૭ ઓક્ટોબરના રોજ આવી રહેલ છે.

દ્વિપુષ્કર યોગ

અધિક માસમાં આ મુહૂર્તને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ મુહૂર્તમાં જે પણ કામ કરવામાં આવે છે તેમનું ફળ બે ગણું મળે છે. જણાવી દઈએ કે આ વર્ષે અધિક માસમાં આ યોગ ૧૯ અને ૨૭ સપ્ટેમ્બરના રોજ આવી રહેલ છે.

અમૃતસિદ્ધિ યોગ

મુહૂર્ત પારિજાતમાં આ યોગના વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે આ યોગમાં જે પણ કામ કરવામાં આવે છે તેમનું દીર્ઘકાલીન ફળ મળે છે. જણાવી દઈએ કે અધિક માસમાં અમૃતસિદ્ધિ યોગ ૨ ઓક્ટોબરના રોજ આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *