તારક મહેતા ની એક્ટ્રેસે યૌન ઉત્પીડન પર પોસ્ટ કર્યો વિડીયો, કહ્યું, મારા મૌનને મારી નબળાઈ ના સમજતા, જુઓ વિડીયો

સૌથી લાંબા સમયથી ચાલી રહેલો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં શ્રીમતી સોઢીનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં જ તારક મહેતાનાં નિર્માતાઓ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. જોકે અસિત મોદીએ આ આરોપોને ફગાવી દીધા છે અને તેને પબ્લિસિટી ગણાવી છે. આ દરમિયાન એક્ટ્રેસે એક વીડિયો શેર કર્યો છે. જેનિફર મિસ્ત્રીએ ૧૨ મે ૨૦૨૩ ના રોજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.

આ વિડીયોમાં જેનિફરે કાવ્યાત્મક શૈલીમાં કહ્યું હતું કે, “મારા મૌનને મારી નબળાઈ ના સમજતા, હું મૌન હતી કારણ કે મારામાં સેન્સ ઓફ હ્યુમર છે. સત્ય શું છે તેના ઈશ્વર સાક્ષી છે. યાદ રાખજો કે તેનાં ઘરમાં તમારા અને મારામાં કોઈ તફાવત નથી. ન્યાયનો વિજય જ થશે”. જેનિફર મિસ્ત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પર ઘણા લોકો એક્ટ્રેસને સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકો અસિત મોદીના પક્ષમાં મળી રહ્યા છે.

જેનિફર મિસ્ત્રીએ “તારક મહેતા” ના પ્રોડ્યુસર અસિત મોદી, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે અને આ કેસમાં ત્રણેય વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે. જેનિફરે કહ્યું હતું કે અસિત મોદીએ તેના પર બિભત્સ ટિપ્પણી કરી છે. સિંગાપોરમાં તારક મહેતા ના શુટિંગ દરમિયાન પણ અસિતે તેને પોતાના રૂમમાં બોલાવી હતી અને દારૂ પીવાનું કહ્યું હતું.

જેનિફરનું કહેવું છે કે, એક વખત અસિતે તેને ગળે મળવાની અને કિસ કરવાની વાત પણ કરી હતી, ત્યારબાદ તે ખુબ જ ડરી ગઇ હતી. આ પ્રોજેક્ટનાં વડાએ આ આક્ષેપોને નકારતા કહ્યું હતું કે જો સેટ પર તેની જાતીય સતામણી થતી હતી તો આટલા વર્ષો સુધી તે ચુપ કેમ રહી?. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તે નોકરી ગુમાવવાના ડરથી ચુપ હતી પરંતુ હવે તે સહન નહીં કરે.

અસિત મોદીએ જેનિફર મિસ્ત્રી બંસીવાલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા અને બકવાસ ગણાવ્યા છે. સાથે જ તેમણે કહ્યું છે કે તેમને અને તેમના શો ને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અસિત મોદીએ કહ્યું છે કે, “તે મને અને મારા શો બંનેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે તેથી અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. અમે તેને શો માંથી બહાર કરી દીધી છે તેથી તે અમારા પર ખોટા આરોપો લગાવી રહી છે”.