અહિયા આવેલી છે એશિયાની સૌથી ભારે ગણેશ પ્રતિમા, કાલસર્પ દોષ અને કોઈપણ બિમારીમાંથી આપે છે મુક્તિ

ભારતમાં ભગવાન શ્રી ગણેશજીનાં ઘણા બધા મંદિર છે વળી અજબ-ગજબ ગણેશજીની મુર્તિ સ્થાપિત છે. બધા જ મંદિર પોતાની વિશેષતાઓ માટે પ્રસિદ્ધ છે. ગણેશોત્સવ દરમિયાન બધા ગણેશ મંદિરમાં ખુબ જ ભીડ જોવા મળે છે. આ અનોખા મંદિરમાંથી એક અજબ મંદિર દક્ષિણ ભારતમાં પણ સ્થાપિત છે. આ મંદિર એશિયાનું એક માત્ર મંદિર છે જ્યાં ૧૪ ટન વજનની પ્રતિમા વિરાજિત છે. આ પ્રતિમાનાં દર્શન માટે મોટી સંખ્યામાં લોકો પહોંચે છે.

જે પ્રસિદ્ધ તથા અદભુત મંદિરની અમે વાત કરી રહ્યા છીએ તે મંદિર તામિલનાડુ રાજ્યનાં કોઇમ્બતુર થી ૧૪ કિલોમીટર દુર પુલિયાકુલમમાં સ્થિત છે. શ્રી ગણેશનું આ મંદિર શ્રી મુંથી વિનાયક ગણપતિનાં નામથી પ્રસિદ્ધ છે. અહીં એશિયાની સૌથી ભારે ગણેશ પ્રતિમા સ્થાપિત છે. મુંથી વિનાયક ગણપતિની અહીં લગભગ ૨૦ ફુટ ઉંચી અને ૧૧ ફુટ પહોળી પ્રતિમા છે. જે ભક્તોને આરોગ્ય પ્રદાન કરવાવાળા સ્વરૂપને દર્શાવે છે. ગણપતિજીનાં એક હાથમાં અમૃત કળશ છે, જે આકર્ષણનું કેન્દ્ર બને છે.

૧૪ હજાર કિલોનાં છે મુંથી ગણેશ ગણપતિ

અહીં સ્થાપિત ગણેશ પ્રતિમાની ખાસિયત એ છે કે આ પ્રતિમા ગ્રેનાઇટનાં એક જ પત્થર પર જ કોતરવામાં આવી છે. તે લગભગ ૧૪૦ ક્વિન્ટલ વજનની છે. સેંકડો કલાકારો એ ખુબ જ મહેનત કર્યા બાદ આ સુંદર તથા અદભુત પ્રતિમાને બનાવી છે. તે સંપુર્ણ એશિયામાં એક માત્ર એવી પ્રતિમા છે, જે ૧૪ હજાર કિલો એટલે કે ૧૪ ટન વજનની છે અને સંપુર્ણ પ્રતિમા એક જ ગ્રેનાઈટ પથ્થર પર બનાવવામાં આવી છે.

૬ વર્ષનાં અથા પ્રયાસ બાદ બની પ્રતિમા

અહીં કાલસર્પ દોષ અને બિમારીમાંથી મુક્તિ માટે વિશેષ પુજા કરવામાં આવે છે. આ મંદિર વર્ષ ૧૯૮૨ માં બનવાનું શરૂ થયું હતું. ઘણા કલાકારોએ કાળા ગ્રેનાઈટ પથ્થર પર ગણેશજીની આકૃતિ કોતરવાની શરૂ કરી હતી, જેને ૬ વર્ષની મહેનત બાદ સંપુર્ણ આકાર મળ્યો હતો. આ પ્રતિમા કમળના ફુલ પર વિરાજિત ગણપતિજીની છે, જેની કમરમાં કમરબંધ તરીકે વાસુકી નાગ વિરાજીત છે. આ પ્રતિમાનાં દર્શન માટે લોકો દુરદુરથી આવે છે.