“૯૯૯૯૯૯” વીઆઇપી નંબર ફ્રી માં આપી રહ્યું છે એરટેલ, ઘરે આપી જશે નંબર, કરવું પડશે માત્ર આટલું કામ

વીઆઈપી અથવા ફેન્સી નંબરો એવા નંબરો હોય છે, જેમાં ખાસ સંખ્યાઓનું સંયોજન હોય છે. તેમાં તમારી જન્મ તારીખ અથવા ભાગ્યશાળી નંબર પણ હોય શકે છે. જો તમે પણ તમારા માટે વીઆઇપી કે ફેન્સી નંબર ફ્રી માં લેવા માંગો છો તો છેલ્લે સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનાં આગમન સાથે જ આપણને સુવિધાઓ તો મળી જ છે પરંતુ આપણી લાઈફસ્ટાઈલ પણ ઘણી બદલાઈ ચુકી છે. આ જ કારણ છે કે ઘણા લોકો ફેન્સી મોબાઇલ નંબર ખરીદવા માંગે છે, જે રીતે લોકોને વાહનો માટે ફેન્સી નંબર લેવાનો શોખ હોય છે, એવી જ રીતે લોકો મોબાઈલ નંબર પણ લેવા માંગે છે.

Advertisement

વીઆઈપી નંબર માટે તમારે સામાન્ય કનેક્શન કરતા વધારે પૈસા ખર્ચ કરવા પડે છે. ઘણી વખત તેમની હરાજી પણ કરવામાં આવે છે, જેમાં નંબર માટે બોલી લગાવવામાં આવે છે. ખાસ કરીને બીએસએનએલનાં વીઆઇપી નંબરોની આવી જ કંઈક સ્થિતિ છે. હવે સવાલ એ છે કે તમે કેવી રીતે મફતમાં વીઆઈપી નંબર મેળવી શકો છો. અમે આવી જ એક રીત વિશે તમારા માટે માહિતી લઈને આવ્યા છીએ. જ્યાંથી તમે વીઆઇપી નંબર ફ્રી માં મેળવી શકો છો. તેનાં માટે તમારે કોઇ વધારાનો ચાર્જ પણ આપવો પડતો નથી.

ક્યારેક તમને વીઆઈપી નંબર પરથી ફોન આવે છે. આવો નંબર “૯૯૯૯૯” થી શરૂ થાય છે. હવે તમારા મનમાં પણ એવા સવાલ આવશે કે તમે પણ આવો નંબર કેવી રીતે ખરીદી શકો છો?. આજે અમે તમને કેટલીક એવી રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે વીઆઈપી નંબર મેળવી શકો છો. તો ચાલો તમને એ પણ જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આવા નંબરનો ઓર્ડર કેવી રીતે આપી શકો છો.

એરટેલનો કોઇપણ વીઆઇપી નંબર ખરીદવા માટે તમારે તેની ઓફિશિયલ સાઇટ પર જવું પડશે. જ્યાં તમારે ન્યુ કનેક્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ખુલશે. જેમાં તમારે તમારું નામ ભરવું પડશે. ત્યારબાદ તમારે તેમાં મોબાઇલ નંબર, સરનામું પણ દાખલ કરવું પડશે. છેલ્લે તમારે સબમિટ પર ક્લિક કરવાની જરૂર રહેશે.

ત્યાં ક્લિક કર્યા બાદ તમારી પાસે એક ઓટીપી આવશે. તમારો ઓર્ડર એન્ટર કરતાની સાથે જ રેકોર્ડ થઈ જશે. આ સિવાય જો તમારે તમારી પસંદગીનો નંબર જોઇતો હોય તો સ્ટોરની મુલાકાત પણ લઇ શકો છો. અહીં પણ તમને કેટલાક નંબર આપવામાં આવે છે, જેમાં કેટલાક વીઆઈપી નંબર પણ સામેલ હોય છે પરંતુ તેનાં માટે તમારે હરાજીમાં ભાગ લેવો પડશે અથવા કંપનીઓ પોતાની પસંદગીનાં પ્લાન પર આવા નંબર આપે છે.

જો તમે પણ તમારી પસંદગીનો નંબર ખરીદવા માંગો છો તો તમારે પહેલા સ્ટોરની મુલાકાત લેવી પડશે. હવે એરટેલ એપ ની મદદથી વીઆઇપી નંબરની ઓફર પણ મળી શકશે. તેનાં માટે યુઝર્સને એપ પર નોટિફિકેશન પણ આપવામાં આવે છે. તમારે ફક્ત આ સુચનાઓને અનુસરવાની રહેશે. સાથે જ તેની કિંમત પણ ચુકવવી પડે છે, જેની ચુકવણી તમે ઓનલાઇન પણ કરી શકો છો. સાથે જ જો તમે સ્ટોરમાંથી વીઆઇપી નંબર ખરીદો છો તો તમે તેને કેશમાં પણ ચુકવી શકો છો.

Advertisement