ઐશ્વર્યા સાથે રહ્યો સંબંધ તો કરિશ્મા સાથે થવાના હતા લગ્ન, ૩ અફેર પછી પણ સિંગલ રહી ગયા અક્ષય ખન્ના

અક્ષય ખન્ના ૯૦નાં દશકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક મશહૂર હીરો રહી ચૂક્યા છે. અક્ષય ખન્ના વીતેલા જમાનાનાં મશહૂર અભિનેતા વિનોદ ખન્નાનાં દિકરા છે. જોકે તે વાત અલગ છે કે આટલા મોટા એક્ટરનાં દિકરા હોવા છતાં પણ અક્ષય ખન્નાનું કરિયર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કંઈ ખાસ રહ્યું નહી. અક્ષય ખન્નાનાં અભિનયની પ્રશંસા તો બધાએ કરી પરંતુ તેમ છતાં પણ તે કોઈ કારણથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી શક્યા નહી. છેલ્લે તે ફિલ્મ સેકશન-૩૭૫માં નજર આવ્યા હતા.

વર્ષ ૧૯૯૭માં ફિલ્મ હિમાલય પુત્રથી અક્ષય ખન્નાની એન્ટ્રી બોલિવૂડમાં થઈ હતી. આમ તો અક્ષય ખન્નાનાં નામે હંગામા, તાલ, દિલ ચાહતા હૈ અને આ અબ લોટ ચલે જેવી હિટ ફિલ્મો પણ છે. વિલનથી લઈને હીરો સુધીનો રોલ નિભાવી ચૂકેલા અક્ષય ખન્ના ૪૫ વર્ષની ઉંમરમાં પણ કુંવારા છે. બાકીનાં અભીનેતાઓની જેમ જ અક્ષય ખન્નાનું નામ પણ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ કોઈપણની સાથે તેમનો સંબંધ અંત સુધી ચાલ્યો નહી.

જ્યારે અક્ષય ખન્ના ફિલ્મ “આ અબ લોટ ચલે” માં ઐશ્વર્યા રાયની સાથે કામ કરી રહ્યા હતા ત્યારે બન્નેની વચ્ચે અફેરની અફવાઓ ઉડી હતી. રિપોર્ટના અનુસાર બંનેએ એક વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા, જ્યારે બંને ફિલ્મની શૂટિંગ માટે અમેરિકા ગયા હતા તે દરમિયાન જ બંનેની વચ્ચે નિકટતા વધી હતી. જોકે ઐશ્વર્યાના જીવનમાં સલમાન ખાનની એન્ટ્રી થતાં જ ઐશ્વર્યા અને અક્ષયના સંબંધ પર પણ બ્રેક લાગી ગઇ હતી.

વળી એક સમયે અક્ષય ખન્નાનું નામ બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરની સાથે પણ જોડાઇ ચુક્યુ છે, એટલું જ નહીં કરિશ્માના પિતા રણધીર કપૂરને પણ બંનેનો સંબંધ મંજુર હતો, પરંતુ કરિશ્માની માં બબીતા ઇચ્છતી ના હતી કે કરિશ્મા પોતાના કરિયરના શિખર પર લગ્ન કરે. તે સમયે કરિશ્મા એક જાણીતી અભિનેત્રી બની ચૂકી હતી અને અક્ષય ખન્ના ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં લાગ્યા હતા. તેવામાં બંનેનો સંબંધ શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ ગયો.

કહેવામાં આવે છે કે કરિયરની શરૂઆતનાં સમયમાં અક્ષય ખન્ના મુનમુન સેનની દિકરી રાઇમા સેનની સાથે પણ સંબંધમાં આવ્યા હતા. બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ પણ કર્યા હતા પરંતુ થોડા સમયમાં જ તેમની વચ્ચે પણ બ્રેકઅપ થઈ ગયું. આ રીતે અક્ષય ખન્નાનું અફેર તો ૩ અભિનેત્રીઓ સાથે રહ્યું પરંતુ લગ્ન કોઈપણની સાથે થઈ શક્યા નહી.