ઐશ્વર્યાથી લઈને કેટરીના સુધીની અભિનેત્રીઓ થઈ ચૂકી છે સલમાન ખાનના ગુસ્સાનો શિકાર, હોટલમાં આ અભિનેત્રીને મારી દીધી હતી થપ્પડ

સુપર સ્ટાર સલમાન ખાન હાલનાં દિવસોમાં ટીવીના ચર્ચિત શો બિગ બોસને હોસ્ટ કરતા નજરે આવી રહ્યા છે. સલમાન ખાન જેટલા પોતાના કામને લઈને ચર્ચામાં રહે છે તેનાથી ઘણી વધારે કન્ટ્રોવર્સી તેમના અંગત જીવનમાં રહે છે. બોલિવૂડના આ ખાને લગ્ન કર્યા નથી પરંતુ તેમના અફેરની ચર્ચા હંમેશા થતી રહે છે.

સલમાન ખાનને પોતાના ખરાબ વર્તનને કારણે પણ જાણવામાં આવે છે. તેમના ગુસ્સાનો સામનો તેમના જીવનમાં આવેલી ઘણી હીરોઈનને પણ કરવો પડ્યો છે. એકતરફ જ્યાં સલમાનનાં ગુસ્સાના લીધે ઐશ્વર્યા રાયે તેમની સાથે પોતાનો સંબંધ તોડી નાખ્યો હતો. વળી બોલીવુડની બાર્બી ડોલ કેટરીના કૈફ પણ તેમના ગુસ્સાનો શિકાર થઈ ચૂકી છે. ખબરો અનુસાર સલમાનખાને પબ્લિક પ્લેસમાં કાબુ ગુમાવી દીધી હતો અને કેટરીનાને જોરદાર થપ્પડ મારી દીધી હતી.

રેસ્ટોરન્ટમાં મારી દીધી હતી જોરદાર થપ્પડ

કેટરીના કૈફ એ બૂમ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે તેનાથી તેને કોઈ ખાસ ઓળખ મળી શકી નહી, ત્યારબાદ સલમાન ખાન તેમના જીવનમાં આવ્યા અને તેમનું કરીયર ચમકી ગયું. મીડિયામાં તેમના અફેરની ખબરો એટલી વધી ગઈ કે બધાને લાગવા માંડ્યું કે બંને ખૂબ જ જલ્દી લગ્ન પણ કરી લેશે. રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૦૮માં કેટરીના અને સલમાન ખાન કોઈ રેસ્ટોરન્ટમાં બેઠા હતા. તે બન્નેની વચ્ચે કોઇ વાતને લઇને તકરાર થઈ અને સલમાન ખાને પોતાનો કાબુ ગુમાવી દીધો. ત્યાર બાદ સલમાન ખાને ગુસ્સામાં આવીને કેટરિનાને જોરદાર થપ્પડ મારી દીધી હતી.

કેટરિનાએ તે સમયે સલમાન ખાનને કંઈ કહ્યું નહી અને ત્યાંથી ચુપચાપ ચાલી ગઈ. આ બધું જોઈને ત્યાં હાજર રહેલા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વળી મીડિયાએ જ્યારે કેટરિનાને આ વિશે સવાલ જવાબ કર્યા તો તેમણે તેને ફક્ત એક અફવા જણાવીને વાતને ટાળી દીધી. જોકે તેના થોડા સમય પછી બંનેના બ્રેકઅપની ખબરો મીડિયામાં આવવા લાગી.

શ્વર્યા રાયે પણ લગાવ્યા હતા મારપીટનાં આરોપો

એક સમય હતો જ્યારે ઐશ્વર્યા રાય અને સલમાન ખાનના અફેરની ચર્ચાઓ થતી હતી. જાણવા મળતું હતું કે બંને એકબીજાના સંબંધને લઈને ખૂબ જ ગંભીર હતાં. કહેવામાં આવે છે કે સલમાનને ઐશ્વર્યાનું બીજા એક્ટર્સ સાથે કામ કરવું પસંદ હતું નહી. તે ઐશ્વર્યાને લઇને ખૂબ જ ઈનસિક્યોર રહેતા હતા. બીજી તરફ ઐશ્વર્યા પોતાના કરિયરને લઈને ગંભીર હતી. બંનેના બ્રેકઅપ પછી ઐશ્વર્યા રાયે સલમાન ખાનની ઉપર મારપીટના આરોપો પણ લગાવ્યા હતા. તેમનું કહેવું હતું કે સલમાન ખાનનું વર્તન ખુબ જ હિંસક હતું. તે ગુસ્સામાં પોતાના પર કાબુ રાખી શકતા નથી, જેના લીધે તેમણે સલમાનથી અલગ થવાનો નિર્ણય લીધો.

બિગ બોસમાં કહ્યું લગ્નની ઉંમર રહી નથી

બોલિવૂડના ફેન્સ માટે અત્યાર સુધીમાં સૌથી મોટો સવાલ એ હતો કે સલમાન ખાન લગ્ન ક્યારે કરશે ? પરંતુ ધીમે ધીમે તેમના લગ્નની આશાઓ પણ ખતમ થઇ રહી છે. પાછલા દિવસોમાં બિગ બોસમાં લગ્નને લઈને વાત ચાલી રહી હતી તો કોઈએ સલમાનને તેમના લગ્નનાં વિશે પૂછ્યું. જવાબમાં સલમાન ખાને કહ્યું કે હવે તેમની લગ્ન કરવાની ઉંમર રહી નથી. તેના પરથી જ સ્પષ્ટ થાય છે કે સલમાનને હવે લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. જોકે આ વાત કહીને સલમાન ખાને ઘણી યુવતીઓનું દિલ તોડી નાખ્યું છે.