અજબ-ગજબ : બિહારમાં ૪ હાથ અને ૪ પગવાળા બાળકનો થયો જન્મ, બાળકને જોવા માટે હોસ્પિટલમાં થઈ ગઈ ભીડ

Posted by

બિહારનાં કટિહાર માંથી એક આશ્ચર્યચકિત કરવાવાળી ખબર સામે આવી છે. અહીં પર એક અનોખા બાળકનો જન્મ થયો છે, જેને ૪ હાથ અને ૪ પગ છે. આ બાળક વિશે જેવી જ ખબર ફેલાઈ તો હોસ્પિટલમાં આસપાસનાં વિસ્તારનાં લોકોની ભીડ જોવા માટે જમા થઈ ગઈ હતી. બધા લોકો આ બાળકને એકવાર જોવા માંગતા હતાં. કટિહાર સદર હોસ્પિટલમાં મહિલાએ ૪ હાથ અને ૪ પગવાળા બાળકને જન્મ આપ્યો છે.

હવે આ બાળકને ઘણા લોકો કુદરતનો કરિશ્મા બતાવી રહ્યા છે તો ઘણા લોકો તેને ભગવાનનો અવતાર જણાવી રહ્યા છે. હવે આ બાળકની તસ્વીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે જ્યારે આ બાળકની ખબર આસપાસનાં વિસ્તારમાં ફેલાઇ તો હોસ્પિટલમાં જોવા વાળાની ભીડ જમા થઈ ગઈ હતી. તો ચાલો જાણી લઈએ કે આ બાળકને લઇને ડોક્ટરનું શું કહેવાનું છે?.

આ બાળક વિશે હોસ્પિટલનાં ડોક્ટરોએ જણાવ્યુ કે, “આ બાળક ફિઝિકલ હેન્ડીકેપ છે અને અસામાન્ય છે”. તેની સાથે જ તેમણે કહ્યું કે, “આ બાળકને અનોખુ પણ ના કહેવું જોઈએ”. તો વળી પશ્ચિમ બંગાળનાં રહેવાસી બાળકનાં પિતાએ કહ્યું કે, “જન્મ પહેલા બાળકની તપાસ કરવામાં આવી હતી. અલ્ટ્રાસાઉન્ડ પણ કરાવ્યું હતું પરંતુ ડોક્ટરોએ તપાસ રિપોર્ટમાં કહ્યું હતું કે બાળક બરાબર છે પરંતુ હવે જન્મ બાદ બાળક ચર્ચાનો વિષય બની ગયું છે”.

જણાવવામાં આવી રહ્યું છે કે ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા થયા બાદ કટિહારની સદર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. એડમિટ થયા બાદ મહિલાએ આ અનોખા બાળકને જન્મ આપ્યો છે. ડોક્ટરોએ જણાવ્યું કે, “બાળક સંપુર્ણ રીતે સ્વસ્થ છે”. તેમનું કહેવાનું છે કે આ અદભુત કે અજુબા નથી. મેડિકલ સાયન્સમાં આવું પહેલા પણ થયું છે. તેના પહેલા બિહારના ભોપાલમાં પણ એક આવો જ વિષય સામે આવ્યો હતો જ્યાં એક મહિલાએ ૩ હાથ અને ૩ પગવાળા બાળકને જન્મ આપ્યો હતો.

પરિવારનાં લોકોએ લગાવ્યો આરોપ

જોકે બાળકનાં જન્મને લઇને પરિવારનાં લોકોનો આરોપ છે કે એક નજીકનાં ક્લિનિકમાં તેમણે ૩ થી ૪ વાર અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું હતું ત્યારે ડોક્ટરોએ બાળકની સ્થિતિને લઈને કંઈપણ સ્પષ્ટતા કરી નહોતી. તેમણે કહ્યું કે જો અમને પહેલાં જ ખબર હોત તો અમે તેને પહેલાં જ હટાવી દેત. વળી બાળકનો પરિવાર ઈચ્છે છે કે તેમનું બાળક સામાન્ય જીવન જીવે તેમનાં માટે સર્જરીની જરૂરીયાત પડશે પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી જેનાં લીધે સમસ્યા આવી શકે છે.