અજબ ગજબ : લાંબી પુંછડી સાથે જન્મ્યું બાળક, ડોક્ટર પણ માની રહ્યા છે ચમત્કાર, બાદમાં ડોકટરો એ કર્યું કંઈક આવું

પુંછડી એક એવી ચીજ છે, જે મોટાભાગે જાનવરોમાં જ જોવા મળે છે. લગભગ બધા જાનવરોને એક પુંછડી હોય છે. તે આકારમાં લાંબી કે નાની હોય શકે છે. વળી મનુષ્યની વાત કરીએ તો તેમને કોઈ પુંછડી હોતી નથી પરંતુ ક્યારેક ક્યારેક એવા વિષય સામે આવે છે, જ્યાં મનુષ્યમાં પણ પુંછડી જોવા મળી જાય છે. જોકે આવું ખુબ જ દુર્લભ થાય છે. હાલમાં જ બ્રાઝિલ માં એક એવાં બાળકનો જન્મ થયો, જેને એક લાંબી પુંછડી છે. આ બાળકને જોઈને ડોક્ટર પણ આશ્ચર્યમાં છે. તો આખરે આ બાળકને પુંછડી કેમ આવી અને તેનું શું કરવામાં આવ્યું ? ચાલો જાણીએ.

ઇંચ ની પુંછડી સાથે જન્મ્યું બાળક

બ્રાઝિલની આલ્બર્ટ હોસ્પિટલમાં ડોક્ટર તે સમયે આશ્ચર્યમાં પડી ગયા જ્યારે એક બાળક ૪ ઇંચ ની પુંછડી સાથે જન્મ્યું. આ અનોખા બાળકને જોઇને માતા-પિતાનાં પણ હોશ ઉડી ગયા. તે પોતાનાં બાળકની આ કન્ડિશનને જોઈને થોડા પરેશાન પણ થયા. તેમને સમજાઈ રહ્યું નહોતું કે હવે શું કરવું જોઈએ બાદમાં ડોક્ટરે સર્જરીનાં માધ્યમથી તેમને બાળકની પુંછડી હટાવવાની સલાહ આપી.

સર્જરીથી હટાવવામાં આવી પુંછડી

બાળકની પુંછડીનો અંતિમ ભાગ બોલ જેવો ગોળ હતો. સારી વાત એ હતી કે આ પુંછડીમાં કર્ટિલેઝ અને હાડકાનો કોઈ ભાગ નહોતો. બાળકની પુંછડીનું અલ્ટ્રા સાઉન્ડ પણ કર્યું, જેમાં તેમણે જોયું કે પુંછડીને બાળકનાં તંત્રિકા તંત્ર સાથે કોઈ કનેક્શન નહોતું. તેવામાં ડોક્ટરે પરિવારનાં લોકોને ઓપરેશનથી પુંછડી હટાવવાની વાત કહી. તેમનાં માતા-પિતા તેના માટે રાજી થઇ ગયાં. ત્યારબાદ ડોક્ટરોની એક ટીમ બનાવવામાં આવી, જેમણે ઓપરેશન કરીને બાળકની પુંછડીને સફળતાપુર્વક કાઢી નાખી.

આ કારણે આવી બાળકને પુંછડી

જર્નલ ઓફ પિડીયાટ્રીક્સ સર્જરી કેસ રિપોર્ટમાં આ દુર્લભ બાળકનાં જન્મ અને તેની પુંછડીને હટાવવાની પ્રક્રિયાને વિસ્તારપુર્વક બતાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર બાળકનો જન્મ સમય પહેલાં લગભગ ૩૫ માં અઠવાડિયામાં જ થઈ ગયો હતો. ડોક્ટર પ્રમાણે  ગર્ભમાં દરેક બાળકનાં ભ્રુણમાં એક પુંછડી વિકસિત થાય છે. જોકે બાદમાં તે ધીરે ધીરે શરીરમાં સામાન્ય રૂપથી જમા થઈ જાય છે.

બસ થોડા દુર્લભ કેસમાં તે પુંછડી અંદર સમાઇ શકતી નથી અને ઉલટું વધવા લાગે છે. બ્રાઝિલમાં જન્મેલા બાળકનાં કેસમાં પણ કંઇક એવું જ થયું હતું. આ કારણે તેનાં જન્મ સમયે ૪ ઇંચની પુંછડી આવી હતી. આ તરફ સોશિયલ મીડિયા પર જ્યારે પુંછડીવાળા બાળકની ખબર વાયરલ થઈ તો લોકો તેને ચમત્કાર માનવા લાગ્યા હતાં તો ઘણા લોકોને આ ખબર પર વિશ્વાસ આવ્યો નહિ. ભારતમાં આ ખબરને વાંચીને ઘણા લોકોને હનુમાનજીની યાદ આવી ગઈ.