બોલિવૂડમાં જે અભિનેતાઓનું નામ ખૂબ જ ગર્વ અને સન્માન સાથે લેવામાં આવે છે તેમાં અભિનેતા અજય દેવગણનું નામ પણ સામેલ છે. લગભગ ત્રણ દશકથી દુનિયાભરમાં પોતાના શાનદાર અભિનય અને એક્શનથી મનોરંજન પીરસનાર સુપર સ્ટાર અજય દેવગનનાં પ્રેમની ચર્ચાઓ પણ બોલિવૂડની ગલીઓમાં ખૂબ જ મશહૂર છે. ફક્ત લગ્ન પહેલાં જ નહી પરંતુ કાજોલની સાથે લગ્ન બાદ પણ અજયનું અફેર ઘણી એક્ટ્રેસ સાથે રહી ચૂક્યું છે. આજે અમે તમને કાજોલ સહિત અજયનાં જીવનમાં આવનારી ૮ અભિનેત્રીઓને વિશે જણાવીશું જેમના પ્રેમમાં ખુદ અજય દેવગણ પણ ગિરફ્તાર થઈ ચૂક્યા છે.
રકુલ પ્રીત સિંહ
ફિલ્મ “દે દે પ્યાર દે” દરમિયાન રકુલ પ્રીત સિંહ સાથે અજય દેવગનની નિકટતા વધી હતી. આ ફિલ્મમાં અજય દેવગન રકુલ સાથે ઇશ્ક લડાવી રહ્યા હતા તો વળી અસલમાં પણ એ પ્રકારની ખબરો સામે આવી હતી કે અજય અને રકૂલની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. બંનેના પ્રેમની ચર્ચાઓથી કાજોલ પણ ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી, જોકે ફિલ્મના રિલીઝ થયા બાદ બધું જ એકદમ શાંત થઈ ગયું હતું.
ઇલિયાના ડિક્રુઝ
ઇલિયાના સાથે પણ અજયની નિકટતા ફિલ્મના શૂટિંગ દરમિયાન વધી હતી. જણાવવામાં આવે છે કે બંને કલાકારોનું અફેર ફિલ્મ “બાદશાહો” ની શૂટિંગ સમયે ચાલી રહ્યું હતું પરંતુ ઇલિયાનાએ જણાવ્યું કે અજય તેમના નજીકના મિત્ર છે અને તે તેમને વેલ વિશર બતાવી રહી હતી. આ અફેર એ તો કાજોલ અજયનાં લગ્નજીવનમાં પણ ખળભળાટ મચાવી દીધો હતો. પરંતુ સમય રહેતા અજય ઇલિયાનાં એકબીજાથી દૂર થઈ ગયા.
કાજલ અગ્રવાલ
સુપરસ્ટાર અજય દેવગણની સાથે દક્ષિણ ભારતીય ફિલ્મોની આ અભિનેત્રી ફિલ્મ “સિંઘમ” માં જોવા મળી હતી. આ ફિલ્મમાં અજયની સાથે સાથે કાજલના કામની પણ ખુબ જ પ્રશંસા થઇ હતી. આ બંનેની પણ એકબીજાના પ્રેમમાં પડવાની ખબર ઉડી હતી. જોકે બંનેએ પોતાના અફેરના સમાચારોને બિલકુલ ખોટા ગણાવ્યા હતા.
કંગના રનૌત
બોલિવૂડની બિન્દાસ અભિનેત્રી કંગના રનૌતની સાથે પણ અજય દેવગનનું નામ જોડાઈ ચૂક્યું છે. એક સમય હતો જ્યારે બંનેના અફેરની ચર્ચાઓએ ખૂબ જ જોર પકડ્યું હતું. ફિલ્મ “વન્સ ઓપન ધ ટાઈમ ઈન મુંબઈ” માં અજયને કંગનાની સાથે રોમેન્ટિક થવાનું હતું પરંતુ ફિલ્મી દુનિયાની સાથે સાથે જ બંને વાસ્તવિકમાં પણ આ કારનામું કરી બેઠા હતા. આ ફિલ્મ બાદ અજય અને કંગના રાસ્કલ્સ અને તેજ ફિલ્મમાં પણ નજર આવ્યા હતાં. ફિલ્મ રાસ્કલ્સ દરમિયાન તો બંને પોતાના સંબંધને લઇને ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા પરંતુ આ સંબંધ પણ અજયના વિવાહિત હોવાના કારણે વધારે દિવસો સુધી ટકી શક્યો નહી.
મનીષા કોઈરાલા
બોલિવૂડની સીનિયર એક્ટ્રેસ મનીષા કોઈરાલા પણ અજય દેવગનના પ્રેમમાં ગિરફતાર થતા જોવા મળી હતી. જણાવવામાં આવે છે કે ફિલ્મ “ધનવાન” ની શૂટિંગ દરમિયાન મનીષા અજય દેવગનની ખૂબ જ નજીક આવી ગઈ હતી. જોકે અજયે પહેલા જ કરિશ્મા કપૂરને પોતાનું દિલ આપી દીધું હતું. તેવામાં તેમના આ પ્રેમને કોઈ નામ મળી શક્યું નહી.
રવિના ટંડન
૯૦ના દશકમાં રવીના ટંડન અને અજય દેવગનના પ્રેમના કિસ્સા ખૂબ જ મશહૂર હતા દિવ્ય શક્તિ, દિલવાલે, એક હી રાસ્તા જેવી ઘણી સફળ ફિલ્મોમાં બંને કલાકારોએ સાથે કામ કર્યું અને તે દરમિયાન તે બંને એકબીજાની ખૂબ જ નજીક પણ આવી ગયા હતા. અજય રવિના એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા પરંતુ તે દરમિયાન અભિનેતા અજય દેવગનનું દિલ કોઈ બીજી એક્ટ્રેસ પર આવી ગયું. અજયના આ કારનામાએ રવિનાને સંપૂર્ણ રીતે તોડી નાખી હતી. જણાવવામાં આવે છે કે તેમને તેમનો ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો અને તે આત્મહત્યા સુધીના પ્રયાસ કરી ચૂકી હતી.
કરિશ્મા કપૂર
૯૦ના દશકમાં એક થી એક હિટ ફિલ્મો આપવાવાળી અભિનેત્રી કરિશ્મા કપૂરનું નામ પણ અભિનેતા અજય દેવગન સાથે જોડાઈ ચૂક્યું છે. ફિલ્મ “જીગર” ના સમયે બન્નેનો પ્રેમ પાંગર્યો હતો. જણાવી દઈએ કે બીજી તરફ અજયનું અફેર રવીના ટંડન સાથે પણ ચાલી રહ્યું હતું અને રવિનાની આ વાતની ખબર પડી તો તેમણે ગુસ્સામાં કહ્યું કે, તે બંનેના બાળકો થયા તો ઝીબ્રા જેવા દેખાશે. પરંતુ ખૂબ જ જલ્દી કરિશ્મા અને અજયની પ્રેમ કહાની પણ ખતમ થઈ ગઈ.
કાજોલ
કાજોલ અને અજયના પ્રેમ એ પોતાના સંબંધને એક નવું નામ આપવાનું મન બનાવ્યું. લાંબા અફેર પછી બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા. આજે બંને સફળ વૈવાહિક જીવન જીવી રહ્યા છે. બંનેના બે બાળકો એક દીકરી અને એક દીકરો છે. જણાવવામાં આવે છે કે ૧૯૯૪માં ફિલ્મ હલચલ દરમિયાન અજય કાજોલને દિલ આપી બેઠા હતા. બીજી તરફ કાજોલે પણ અજયને પોતાના જીવનસાથી બનાવવાનું મન બનાવી લીધું હતું.