અક્ષય ખન્ના સાથે કરી પહેલી ફિલ્મ બાદમાં બની કાજોલની ફ્રેન્ડ, જાણો ક્યા ગુમ થઈ ગઈ આ સુંદર એક્ટ્રેસ

Posted by

૯૦નાં દશકમાં ઘણી સુંદર અભિનેત્રીઓએ બોલિવૂડમાં પગલાં પાડ્યા હતા અને તેમાંથી જ એક હતી અંજલા જાવેરી. બોલિવૂડમાં ડગલુ માંડતા જ લોકો અંજલા જાવેરીની સુંદરતાના કાયલ થઈ ગયા હતા. ઘણા લોકો તો તેમને નેચરલ બ્યુટીનો પણ ખિતાબ આપવા લાગ્યા હતા. અંજલા જાવેરીને તે સમયની સ્ટાઇલીશ અભિનેત્રીઓમાં ગણતરી કરવામાં આવતી હતી. કર્લી વાળ, ગોરા ચેહરા વાળી આ અભિનેત્રીએ મોટા પડદા પર આવતા જ ધમાલ મચાવી દીધી હતી.

જોકે આ અભિનેત્રી હવે લાઈમલાઇટથી દૂર થઈ ગઈ છે. એક સમયે લોકોના દિલો પર રાજ કરવા વાળી આ અભિનેત્રી આજે ગુમનામ બનીને રહી ગઈ છે, પરંતુ જ્યારે પણ તેમની ફિલ્મો આવે છે તો લોકોના મનમાં એ સવાલ જરૂર આવે છે કે આખરે આ સુંદર એક્ટ્રેસ હાલના દિવસોમાં ક્યાં છે ? જો તમે પણ આ સવાલનો જવાબ શોધી રહ્યા હોય તો આજની આ સ્ટોરીમાં અમે તમારા માટે આ સવાલનો જવાબ લઈને આવ્યા છીએ.

કહેવામાં આવે છે કે વિનોદ ખન્નાના કારણે અંજલા જાવેરી એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે વિનોદ ખન્ના પોતાના દિકરા અક્ષય ખન્નાને બોલિવૂડમાં લોન્ચ કરવા જઈ રહ્યા હતા ત્યારે તે એક એવા ચહેરાની તલાશ કરી રહ્યા હતા જે સુંદર હોવાની સાથે સાથે ફ્રેશ પણ હોય. વિનોદ ખન્ના પોતાના દિકરા અક્ષય ખન્નાની ઓપોઝિટ એક નવી હિરોઈન લેવા માંગતા હતાં.

તેવામાં ફિલ્મની હિરોઈનને સિલેક્ટ કરવા માટે વિનોદ ખન્નાએ લંડનમાં એક પ્રતિયોગિતા રાખી હતી. તે દિવસોમાં અંજલા જાવેરી ઇંગ્લેન્ડમાં રહેતી હતી અને જ્યારે તે ઓડિશન આપવા પહોંચી તો તેમનામાં વિનોદ ખન્નાને હિરોઈન નજર આવી અને તેમણે અક્ષય ખન્નાનાં ઓપોઝિટ અંજલાને લીડ એક્ટ્રેસ તરીકે લઈ લીધી. અંજલા જાવેરી સૌથી પહેલા અક્ષય ખન્નાની સાથે ફિલ્મ “હિમાલય પુત્ર” માં જોવા મળી હતી. તે બંનેની ડેબ્યુ ફિલ્મ હતી.

આ ફિલ્મમાં બે નવા કલાકારોએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો, તેવામાં તે ફિલ્મ ખૂબ જ ચર્ચામાં રહી હતી. જોકે ફિલ્મ તો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ પરંતુ અંજલા ના કામની ખુબ જ પ્રશંસા કરવામાં આવી હતી, પરંતુ તે વાત અલગ છે કે અંજલા ઇન્સ્ટન્ટ ફેમની સાથે લાંબા સમય સુધી ટકી શકી નહી. અંજલા નોન ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવતી હતી, તેથી ફિલ્મોના સિલેક્શનમાં તેમણે ભૂલ કરી દીધી.

અંજલાની એકમાત્ર હિટ ફિલ્મ હતી “પ્યાર કીયા તો ડરના ક્યાં” જેમાં તે સપોર્ટીંગ એક્ટ્રેસ તરીકે નજર આવી હતી. આ ફિલ્મમાં તે કાજોલની મિત્ર અને અરબાઝ ખાનની ફિયાંસી બની હતી. અંજલા પર ફિલ્માવવામાં આવેલું ગીત “તેરી જવાની બડી મસ્ત મસ્ત હૈ” સુપર હિટ રહ્યું હતું. આ ગીતમાં પોતાની કાતિલ અદાઓથી અંજલાએ બધા લોકોના હોશ ઉડાવી દીધા હતા.

ભલે બોલિવૂડમાં અંજલા ફ્લોપ રહી હોય પરંતુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેમને સફળ અભિનેત્રી બનાવી દીધી હતી અને અંજલાનાં ભાગમાં જબરદસ્ત સફળતા આવી હતી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમણે નાગાર્જુન, નંદામુરી બાલાકૃષ્ણા, સુદીપ અને મમુટી જેવા ઘણા નંબર વન અભિનેતાઓની સાથે સ્ક્રીન શેર કરી હતી. જોકે હવે અંજલા સાઉથ ફિલ્મોથી પણ દૂર થઈ ગઈ છે. તે છેલ્લે વર્ષ ૨૦૧૨ની તેલુગુ ફિલ્મ “લાઇફ ઇઝ બ્યુટીફૂલ” માં જોવા મળી હતી.

વાત કરીએ તેમનાં પર્સનલ લાઈફની તો અંજલા જાવેરીએ મોડલ અને એક્ટર તરુણ અરોડા સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે તરુણ અરોડા એ જ એક્ટર છે જે કરીના કપૂરની ફિલ્મ “જબ વી મેટ” માં તેમના બોયફ્રેન્ડ અંશુમન નાં રોલમાં નજર આવ્યા હતા. હાલમાં જ અક્ષય કુમારની ફિલ્મ “લક્ષ્મી” માં પણ તરુણ અરોડા જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે MLA શંકરનો રોલ નિભાવ્યો હતો.

તરુણ અને અંજલાનાં લગ્નને ૯ વર્ષ થઈ ચૂક્યા છે. બંને સાથે એક હેપ્પી મેરિડ લાઈફ પસાર કરી રહ્યા છે. તરુણ અને અંજલા ઘણીવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની તસ્વીરો શેર કરતા રહે છે અને અંજલાની ઉંમર હવે ૪૮ વર્ષની થઈ ગઈ છે અને આ ઉંમરમાં પણ તે ખૂબ જ સુંદર નજર આવે છે. અંજલા એ જે રીતે પોતાને મેઈન્ટેન કરી છે તેને જોઈને કોઈપણ તેમની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *