અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીની વચ્ચે થઈ ગઈ મોટી માથાકૂટ, બંને આવી ગયાં સામ-સામે, વિડીયો થયો વાયરલ

Posted by

અક્ષય કુમાર પોતાની સતત હિટ જતી ફિલ્મો માટે હંમેશા ચર્ચામાં બનેલા રહે છે ખૂબ જ જલ્દી અક્ષય અને કેટરીના કેફ ની ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થશે કોરોના મહામારી આવી ના હોત તો અત્યાર સુધીમાં આ ફિલ્મ રીલિઝ થઇ ગઇ હોત. આ ફિલ્મ અને કરણ જોહર અને રોહિત શેટ્ટી એ પ્રોડ્યુસ કરી છે હવે અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને સિતારાઓ એકબીજા સાથે ફાઇટ કરતા નજર આવી રહ્યા છે આ વીડિયો ક્લિપ સૂર્યવંશી ના સેટ પરની જ છે.

અક્ષય કુમારે આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો હતો ત્યારબાદ કરણ જોહરે પણ તેને શેર કર્યો હતો વીડિયોમાં જોઈ શકીએ છીએ કે અક્ષય કુમાર રોહિત શેટ્ટી ની વચ્ચે ફાઇટ એટલી બધી વધી જાય છે કે પોલીસે બંનેની વચ્ચે આવવું પડે છે જોકે આ સંપૂર્ણ મામલો ફિલ્મી છે વીડિયોની શરૂઆતમાં કેટરીના કેફ પણ નજર આવે છે અને આ ખબર ની જાણકારી આપી રહી છે.

જણાવી દઈએ કે અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી એક એક્શન ફિલ્મ છે ફિલ્મમાં દર્શકોને રણવીર સિંહ અને અજય દેવગણની પણ ઝલક જોવા મળશે અક્ષય કુમાર હાલના સમયમાં તો આનંદ એલ રાયની ફિલ્મ અતરંગી રે નું શૂટિંગ આગ્રામાં કરી રહ્યા છે આ ફિલ્મમાં અક્ષય કુમારની સિવાય ધનુષ અને સારા અલી ખાન પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *