અક્ષય કુમારની ફિલ્મ “ગરમ મસાલા” ની આ હિરોઈન થઈ ગુમનામ, ઇન્ડસ્ટ્રીથી દૂર થવા છતાં પણ હજુ દેખાય છે આટલી સુંદર

Posted by

વર્ષ ૨૦૦૫ માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને જહોન અબ્રાહમની ફિલ્મ “ગરમ મસાલા” તો તમને લોકોને યાદ જ હશે. તે એક કોમેડી ફિલ્મ હતી, જેમાં અક્ષય અને જ્હોનએ ગજબ પરફોર્મન્સ આપ્યું હતું અને પોતાની એક્ટિંગથી દર્શકોને હસવા પર મજબૂર કરી દીધા હતા.

આ ફિલ્મમાં અક્ષય કુમાર ૩ સુંદર યુવતીઓની સાથે એકસાથે રોમાન્સ કરતા નજર આવ્યા હતા. આ ફિલ્મથી એક્ટ્રેસ ડેજી બોપન્ના એ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ૪ ડિસેમ્બર ૧૯૮૨ના રોજ જન્મેલી ડેજી હવે ૩૮ વર્ષની થઇ ચૂકી છે. ડેજી બોપન્ના હિન્દી સિવાય કન્નડ, તામિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ નજર આવી ચૂકી છે. જોકે તે વાત અલગ છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી નહી.

ગરમ મસાલા બાદ વર્ષ ૨૦૧૦માં ડેજી “ખુદા ગવાહ” નામની ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે તબુ અને સની દેઓલની સાથે લીડ રોલમાં હતી. મોટી સ્ટાર હોવા છતાં પણ ફિલ્મ મોટા પડદા પર ફ્લોપ સાબિત થઇ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં ડેજી મહેશ ભટ્ટની ફિલ્મ “યુનાઇટેડ સ્ટેટ્સ” માં પણ નજર આવી પરંતુ દુર્ભાગ્યવશ તે ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ.

હિન્દી ફિલ્મોમાં સતત મળી રહેલી અસફળતાથી પણ ડેજી કમજોર થઈ નહી અને તેમણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવા વિશે વિચાર્યું. ડેજી નો આ નિર્ણય સાચો સાબિત થયો અને અમુક ફિલ્મોમાં કામ કરીને જ તે દક્ષિણ ભારતીય ફિલ્મોની જાણીતી અભિનેત્રી બની ગઈ.

તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં કામ કરતા પહેલા ડેજી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી હતી. વર્ષ ૨૦૦૩માં તમિલ ફિલ્મથી તેમણે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. જ્યારે ૨૦૦૫ અને ૨૦૦૬માં તે કન્નડ અને તેલુગુ સિનેમામાં નજર આવી હતી. ડેજી એ વર્ષ ૨૦૦૮ની ફિલ્મ “ગાલીપાટા” માં કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.

આ ફિલ્મમાં ડેજીનાં કામની દર્શકોએ ખુબ જ પ્રશંસા કરી હતી, એટલું જ નહીં તે ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ કન્નડ માટે નોમિનેટ થઈ હતી. ઘણા ઓછા લોકોને તે વાતની જાણકારી હશે કે ડેજી બોપન્ના બોલિવૂડની ટોપ એક્ટ્રેસ દિપીકા પાદુકોણ સાથે પણ કામ કરી ચૂકી છે.

હકીકતમાં દિપીકા સૌથી પહેલા વર્ષ ૨૦૦૬માં આવેલી કન્નડ ફિલ્મ “એશ્વર્યા” માં નજર આવી હતી. તે દિપીકાની ડેબ્યુ ફિલ્મ હતી, જેમાં તેમની સાથે ડેજી પણ હતી. વર્ષ ૨૦૦૩માં પોતાના ફિલ્મી સફરની શરૂઆત કરવા વાળી ડેજી હાલના દિવસોમાં લાઈમલાઇટથી દૂર રહે છે. ડેજીના ફેન્સ તેમને ફરી એકવાર ફિલ્મમાં જોવા માંગે છે, તેવામાં ખબરો મળી રહી છે કે તે KGF ફિલ્મનાં બીજા ભાગમાં જોવા મળી શકે છે.

ડેજી બોપન્ના ફિલ્મોમાં ભલે જ વધારે એક્ટીવ ના હોય પરંતુ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હંમેશા તે એક્ટિવ રહે છે અને પોતાની લેટેસ્ટ અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતી રહે છે. તે કહેવું ખોટું નથી કે આટલા વર્ષો બાદ પણ ડેજીની સુંદરતામાં કોઈ કમી આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *