અક્ષય કુમારની આ ફિલ્મ માટે ઇન્દિરા ગાંધી બનવા જઈ રહી છે લારા દત્તા

લોકડાઉન બાદ લોકોએ ફરી તેમના કામ પર જવાનું શરૂ કરી દીધું છે. તે જ સમયે બોલીવુડના નિર્માતા અને નિર્દેશકોને પણ ફરીથી કામ શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. તેવામાં અક્ષય કુમારની ફિલ્મ “બેલ બોટમ” અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મની ટીમ આવતા અઠવાડિયે શૂટિંગ માટે રવાના થશે. તે દરમિયાન ફિલ્મમાં લારા દત્તાના પાત્રને લઈને એક મહત્વની જાણકારી મળી છે.

૮૦ ના દાયકાઓના કાવતરાઓને હલ કરતાં જોવા મળશે અક્ષય કુમાર

આ ફિલ્મ માટે લારાએ પોતાના લૂકમાં પણ ઘણો બદલાવ કર્યો છે. તેમણે ખાસ કરીને પોતાની હેર સ્ટાઇલમાં પર વધારે કામ કર્યું છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં ૮૦ ના દાયકાનો માહોલ જોવા મળશે. તેમાં અક્ષય કુમાર એક એજન્ટની ભૂમિકા ભજવતા નજરે પડશે. જે દેશમાં હડકંપ મચાવી દેનાર કાવતરાને હલ કરતાં જોવા મળશે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ જોવા મળશે. જે અક્ષય કુમારની પત્નીનું પાત્ર ભજવશે.

ફિલ્મમાં જોવા મળશે આ સિતારાઓ

ફિલ્મ નિર્માતા રંજીત તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મને અભિનેતા અને ફિલ્મ નિર્માતા જેકી ભગનાની પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લારા દત્તા અને વાણી કપૂર ઉપરાંત હુમા કુરેશી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ ફિલ્મનું શૂટિંગ જલદી પૂરું કરવા માટે તેમની ટીમ લંડન જવા માટે ખૂબ જ જલ્દી રવાના થશે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે એપ્રિલ ૨૦૨૧ મા રિલીઝ થઈ શકે છે.

આ ફિલ્મોમાં પણ સાથે જોવા મળશે અક્ષય અને લારા

લારાના ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો છેલ્લે તેમને હોટસ્ટાર ની વેબ સીરીઝ હન્ડ્રેડ મા જોવા મળી હતી. અક્ષય પોતાની આ ફિલ્મ ઉપરાંત અતરંગી રે, લક્ષ્મી બોમ્બ, પૃથ્વીરાજ, બચ્ચન પાંડે અને સૂર્યવંશીમાં પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીના લીધે બોલીવુડના બધા જ સિતારાઓ ઘણા સમયથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝથી દૂર હતાં. પરંતુ હવે લોકડાઉન ધીમે ધીમે ખૂલ્યા બાદ હવે ફરીથી આ સિતારાઓ બોલીવુડની ફિલ્મોમાં કામ કરતાં નજરે પડશે.