દુબઈમાં બની રહેલું બીએપીએસ મંદિર જોવા પહોંચ્યા અક્ષય કુમાર, આ નિર્માણમાં અભિનેતા એ રાખી એક ઈંટ, જોઈ લો તસ્વીરો

અક્ષય કુમાર વર્ષમાં ૩ થી ૪ ફિલ્મો આપવા માટે જાણીતો છે. ગયા વર્ષે અભિનેતાની મોટાભાગની ફિલ્મો લગભગ ફ્લોપ રહી હતી. આ વર્ષે તેની ફિલ્મ “સેલ્ફી” રિલીઝ થઇ હતી, જેમાં તે પહેલીવાર ઇમરાન હાશ્મી સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા હતાં. જોકે આ ફિલ્મ પણ કોઇ ખાસ કમાલ બતાવી શકી નહિ. તાજેતરમાં અક્ષય કુમારે અબુધાબીનાં બીએપીએસ હિંદુ મંદિરમાં દર્શન કર્યાં હતાં. યુએઈના પ્રથમ પરંપરાગત મંદિરની ભવ્ય ડિઝાઇન અને શિલ્પો જોઈને અભિનેતા ચોંકી ગયા હતાં.

બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે અબુધાબીના બીએપીએસ મંદિરની મુલાકાત લીધી હતી અને યુએઇના પ્રથમ પરંપરાગત પથ્થરના મંદિરની ભવ્ય ડિઝાઇન અને શિલ્પો જોઇને દંગ રહી ગયા હતા. અક્ષય કુમાર ફિલ્મ સર્જક વાશુ ભગનાની અને બિઝનેસમેન જીતેન દોશી સહિત અન્યો લોકોએ બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરનાં પ્રમુખસ્વામી બ્રહ્મવિહારીદાસે તેમનું સ્વાગત કર્યું હતું.

અક્ષય કુમાર અને તેની સાથે આવેલા લોકોને “સદભાવની નદીઓ” નામના પ્રદર્શનમાં લઈ જવામાં આવ્યા હતાં, જેમાં બીએપીએસ હિન્દુ મંદિરની ઉત્પત્તિની ઝલક જોવા મળે છે. વર્ષ ૧૯૯૭ માં પ્રમુખસ્વામી મહારાજે સદભાવ અને શાંતિની પ્રાર્થના દ્વારા જોયું હતું. ત્યારપછી અક્ષય કુમારે એક પ્રાર્થના સમારોહમાં પણ ભાગ લીધો હતો અને મંદિરનાં નિર્માણમાં ઈંટ મુકી હતી. જ્યારે સ્વામીએ જુદા જુદા દેવી-દેવતાઓનાં સાત શિખરોની નીચે જટિલ કોતરણી બતાવી હતી ત્યારે અક્ષય કુમાર આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.

મંદિરનાં મંચની આસપાસ જે કોતરણીઓ કરવામાં આવી છે, તેમાં સંબંધિત દેવતાઓની જીવનકથા દર્શાવવામાં આવી છે. જે તેને બનાવવામાં બતાવેલ કારીગરી અને નિષ્ઠાને દર્શાવે છે. અક્ષય કુમારે આ મંદિરનાં સ્વામી બ્રહ્મવિહારીદાસની સાથે સાથે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિનજાયદ અલ નહાયનનો ખુબ જ આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે અક્ષય કુમારે કહ્યું હતું કે, તમે ઇતિહાસ રચી રહ્યા છો… તમે જે બનાવી રહ્યા છો તે માત્ર આપણા સમુદાયની જ નહીં પરંતુ માનવજાતની સેવા છે. એક નવી દુનિયાનું નિર્માણ કરવું જ્યાં શાંતિ, પ્રેમ અને માનવસમર્થન એક માનવીથી બીજા માનવી સુધી પહોંચે છે, તે ખરેખર તેનાથી વધુ શક્તિશાળી કંઈ નથી. પ્રેમ પર્વતોને ખસેડી શકે છે, એ જ તમારા પ્રયત્નોની સાચી સાક્ષી છે. ખરેખર અદભુત… આ એક સપનું સાકાર થવા જેવું છે.