અલ્ટો કરતાં પણ સસ્તી વેચાઈ રહી છે ૭ સીટર મારુતિ Ertiga, ખરીદવા માટે થઈ રહી છે પડાપડી, ધુળેટી પહેલાં અહિયા શરૂ થઈ ગયો સેલ

જો તમે ૭ સીટર કાર ખરીદવા માંગો છો પરંતુ ઓછા બજેટનાં લીધે ખરીદી શકતા નથી તો હવે તમારે નિરાશ થવાની જરૂર નથી કારણકે આજે અમે તમને એક એવી સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે Maruti Suzuki Ertiga નાં યુઝડ મોડલને Alto થી પણ ઓછી કિંમતમાં ખરીદી શકશો.

હકિકતમાં Maruti Suzuki True Value પર ૩ લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મારુતિ Ertiga ની જુની કારનું વેચાણ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ભારતીય બજારમાં Maruti Suzuki Alto દેશની સૌથી સસ્તી કાર છે, જેની શરૂઆત દિલ્હી એક્સ શો-રૂમ કિંમત ૩.૨૫ લાખ રૂપિયા છે.

True Value શું છે ?

સૌથી પહેલો સવાલ તમારા મનમાં એ જ આવી રહ્યો હશે કે આ “True Value” વળી શું છે?. તો તમને જણાવી દઈએ કે તે મારુતિ સુઝુકીનું ઓફલાઈન અને ઓનલાઈન પ્લેટફોર્મ છે જ્યાં મારુતિ સુઝુકી યુઝ્ડ કારનું વેચાણ થાય છે.

૨.૯૦ લાખ રૂપિયામાં વેચાઈ રહી છે Maruti Suzuki Ertiga Used Car

True Value પર Low To High Price ફિલ્ટર કરવા પર Maruti Ertiga ની સૌથી સસ્તા યુઝ્ડ મોડલ ૨.૯૦ લાખ રૂપિયામાં વેચાઈ રહી છે. આ વર્ષ ૨૦૧૨ નું ડીઝલ મોડલ છે, જે ૮૮,૫૨૪ કિલોમીટર ચાલી ચુકી છે. વળી ૨.૯૦ લાખ રૂપિયાથી ૩.૨૫ લાખ રૂપિયા સુધીમાં Ertiga નાં ૬ યુઝ્ડ મોડલનું વેચાણ થઈ રહ્યું છે.

સર્ટિફાઇડ મોડેલ માટે આપવી પડશે આટલી કિંમત

અહીં ધ્યાન આપવું જરૂરી છે કે ઉપર Ertiga નાં જેટલા પણ મોડલ બતાવવામા આવ્યા છે, તે સર્ટિફાઇડ મોડલ નથી. હવે સર્ટિફાઇડ મોડલને સરળ ભાષામાં સમજીએ તો તે જુની ગાડી હોય છે, જેને ટેસ્ટ કરવામાં આવે છે અને તેનાં ખરાબ મોડલને બદલીને નવું લગાવવામાં આવે છે એટલે કે તે કહેવા માટે જ માત્ર જુની ગાડી હોય છે પરંતુ તેમને નવી કાર જેવી વેચવામાં આવે છે. તેવામાં મારુતિ સુઝુકીનાં True Value પર Ertiga ની શરૂઆતની કિંમત ૫.૧૦ લાખ રૂપિયાથી શરૂ થઈ રહી છે.