એમેઝોન પર ચાલી રહી છે દમદાર ઓફર, માત્ર ૧ રૂપિયામાં ખરીદો ૧ કિલો લોટ અને અન્ય પણ ઘણી બધી કરિયાણાની જરૂરી ચીજો

વધતી મોંઘવારી વચ્ચે દરેક લોકો સરકાર પાસે રાહત પેકેજની માંગણી કરી રહ્યા છે. આ દરમિયાન સરકાર નહી પરંતુ દેશની સૌથી મોટી ઈ-કોમર્સ સાઈટ પર ધમાકેદાર ઓફર આવી છે, જેમાં ઘણો સામાન ખુબ જ ઓછા ભાવે મળે છે. તેમાની મોટાભાગની કરિયાણાની વસ્તુઓ એકદમ સસ્તામાં ઉપલબ્ધ છે. ઇ-કોમર્સ સાઇટ એમેઝોન પર હાલનાં સમયમાં કરિયાણાની વસ્તુઓ એકદમ સસ્તા ભાવમાં વેચાઇ રહી છે.

Advertisement

એમેઝોન ફ્રેશ પર તમે એક તરબુચ માત્ર ૧ રૂપિયામાં ખરીદી શકો છો. તેનાં સિવાય ૧ કિલો લોટ પણ આ ઓફર અંતર્ગત માત્ર ૧ રૂપિયામાં મળી રહ્યો છે. તમે તેમાં અડધો કિલો બટેટા પણ ફક્ત એક રૂપિયામાં ખરીદી શકો છો. Amazon Fresh પર Pillsbury Chakki Fresh Atta 1 kg પેકને ઓફરમાં ૧ રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે. અન્ય આઈટમ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

બીજી ઘણી બધી ઘરની કરિયાણાની આઈટમ પર ૫૦% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સમય બરબાદ કર્યા વગર બની શકે તેટલી વહેલી તકે સામાન ખરીદી લો. ડુંગળી, કાકડી, કોબી અને અન્ય પ્રકારનાં શાકભાજી પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ૧૨૫ રૂપિયાની કોબી માત્ર ૫૦ રૂપિયામાં મળી રહી છે. તમને જણાવી દઈએ કે એમેઝોન ફ્રેશ પર કરિયાણા સિવાય અન્ય કેટેગરીને પણ જોડવામાં આવી છે. તેમાં તમે પંખા અને રૂમ હીટરને પણ સસ્તામાં ખરીદી શકો છો. તેમાં કોમ્પ્યુટર અને એસેસરીઝ પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

એમેઝોન ફ્રેશ પર આવા પ્રકારની ઓફર અવારનવાર આવતી રહે છે. જો કે તમે ૧ રૂપિયામાં લિસ્ટેડ સામાનને ખરીદી શકો છો પરંતુ ચેકઆઉટ કરવા માટે તમારે એમેઝોન ફ્રેશ પરથી ૧૯૮ રૂપિયાની અન્ય પ્રોડક્ટ પણ એડ કરવી પડશે એટલે કે એમેઝોન ફ્રેશ પરથી કાર્ટ વેલ્યુ ઓછામાં ઓછું ૧૯૯ રૂપિયા હોવું જરૂરી છે. ત્યારબાદ જ તમે ચેકઆઉટ કરી શકો છો. તેના માટે તમે એક રૂપિયાની પ્રોડક્ટની ખરીદીને અન્ય બીજી આઇટમને તેમાં એડ કરી શકો છો.

Advertisement