જો વ્યક્તિ પોતાના મનમાં કંઈપણ કરવાનું વિચારી લે તો તેના માટે મુશ્કેલ કંઈ પણ નથી. પરંતુ જો આપણે કોઈ મહિલાની વાત કરીએ તો આજના સમયમાં મહિલાઓ પુરુષોનાં ખભા સાથે ખભો મિલાવીને ચાલી રહી છે. તમે એવું પણ કહી શકો છો કે આજે મહિલાઓ પુરુષો કરતાં જરા પણ ઓછી નથી. સ્ત્રીઓ હંમેશા દરેક પરેશાનીનો નીડરતાથી સામનો કરી રહી છે. આજે અમે તમને અમદાવાદની આવી જ એક મહિલા વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જે દિવ્યાંગ છે પરંતુ તેમણે પોતાની વિકલાંગતાને કારણે જીવનમાં હાર માની નહીં. બાળપણથી જ પોલીયો ને કારણે તેમનું બાળપણ છીનવાઈ ગયું હતું. પોલીયો ને કારણે તેમનો જમણો પગ કાપવો પડ્યો હતો. તેમ છતાં પણ તે ઓટો રિક્ષા ચલાવીને પાછલા અમુક મહિનાથી પોતાના કેન્સરથી પીડિત પિતાનો ઈલાજ કરાવી રહી છે.
અમે તમને જે દિવ્યાંગ મહિલા ઓટો ડ્રાઈવર વિશે જણાવી રહ્યા છીએ, તેનું નામ અંકિતા શાહ છે. અંકિતા શાહ અમદાવાદની પહેલી દિવ્યાંગ ઓટો ડ્રાઈવર છે. જીવનમાં મુસીબતો ભલે ગમે તેટલી હોય પરંતુ વ્યક્તિ જો કંઈ કરવાનું ઇચ્છે તો તે પોતાની મુસીબતોને પાછળ છોડીને આગળ વધી શકે છે. આ વાત અંકિતા શાહે સાચી સાબિત કરી બતાવી છે.
બાળપણમાં પોલીયોને કારણે કાપવો પડયો પગ
તમને જણાવી દઈએ કે અંકિતા શાહ ગુજરાતના પાલિતાણાની રહેવાસી છે. ૧૦ વર્ષ પહેલાં તે પોતાના પરિવારની સાથે અમદાવાદમાં આવીને રહેવા લાગી હતી. બાળપણમાં જ પોલીયોની બીમારીને કારણે તેમનો જમણો પગ કાપવો પડયો હતો, ત્યારે તેઓ ખૂબ જ હતાશ થઈ ગયા હતા. તેમના ઘણા બધા સપનાઓ હતા. પરંતુ દિવ્યાંગ હોવા છતાં પણ તેઓ તે હિંમત હારી નહીં. અંકિતા શાહે ઇકોનોમિક્સ થી ગ્રેજ્યુએટ કરેલ છે. તેઓ પાંચ ભાઇ-બહેનોમાં સૌથી મોટા છે.
જાણો શા માટે ઓટો રિક્ષા ચલાવવાનું પસંદ કર્યું?
જ્યારે અંકિતા શાહ અમદાવાદ આવે ત્યારે તેમણે એક કોલ સેન્ટર ની અંદર જોબ મળી હતી. ૧૨ કલાકની નોકરીમાં તેમને ખૂબ જ મુશ્કેલીથી ૧૨ હજાર રૂપિયા જેવો પગાર મળતો હતો. આ દરમિયાન તેમને જાણવા મળ્યું કે તેમના પિતાજીને કેન્સર છે, ત્યારે તેમણે પોતાના પિતાજીના ઈલાજ માટે વારંવાર અમદાવાદ થી સુરત જવું પડતું હતું. તેમને ઓફિસમાંથી રજા મળી પણ ખૂબ જ મુશ્કેલ થઇ રહી હતી. ઓછો પગાર હોવાને કારણે પરિવારનું ગુજરાન પણ ખૂબ જ મુશ્કેલી થી ચાલતું હતું. ત્યારે તેઓએ પોતાની નોકરી છોડવાનો નિર્ણય લીધો.
જ્યારે તેમણે પોતાની નોકરી છોડી દીધી તો તેમણે ઘણી બધી કંપનીઓમાં ઇન્ટરવ્યુ આપ્યા હતા. તે સમયે તેમને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું અને પિતાજીના ઇલાજની પણ ચિંતા સતાવી રહી હતી. ઘણી કંપનીઓમાં ઇન્ટરવ્યુ આપ્યા છતાં પણ તેમને કોઈ જગ્યાએ નોકરી મળી નહીં. દરેક કંપની વાળા લોકો તેમને દિવ્યાંગ હોવાનું કારણ બતાવી રહ્યા હતા. તેમણે આખરે નિર્ણય લીધો કે તેઓ હવે ઓટો રિક્ષા ચલાવવાનું શરૂ કરશે.
મિત્ર પાસેથી ઓટો રિક્ષા ચલાવવાનું શીખ્યું
અંકિતા શાહનાં જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી હતી. તેમના ઉપર પરિવારની જવાબદારી હતી. જ્યારે તેમણે ઓટોરિક્ષા ચલાવવાનો નિર્ણય લીધો, તો તેમના પરિવારના લોકો માન્યા નહીં. પરંતુ તેમણે નક્કી કરી લીધું હતું કે તેઓ ઓટો રિક્ષા ચલાવશે. ત્યારે તેમણે ઓટો રીક્ષા ચલાવવાનું પોતાના મિત્ર પાસેથી શીખ્યું. તેમના મિત્ર પણ દિવ્યાંગ છે અને તેઓ પણ ઓટો રીક્ષા ચલાવે છે. તેમના મિત્રએ તેમને ઓટો રિક્ષા ચલાવવાનું શીખવ્યું અને સાથે-સાથે પોતાની કસ્ટમાઇઝ ઓટો લેવામાં પણ સહાયતા કરી. જેમાં એક હેન્ડ ઓપરેટેડ બ્રેક છે. અંકિતાની રીક્ષા અને સપનાઓએ ધીરે-ધીરે ઝડપ પકડવાની શરૂઆત કરી દીધી હતી.
અંકિતા શાહ મહિનામાં ૨૦ હજાર રૂપિયા સુધી કમાઈ લે છે
પિતા શાહે જણાવ્યું હતું કે તેઓ ૮ કલાક ઓટો રિક્ષા ચલાવીને મહિનાના અંદાજે ૨૦ હજાર રૂપિયા સુધી કમાઈ લે છે અને તે ભવિષ્યમાં પોતાનો ટેક્સી બિઝનેસ પણ શરૂ કરવાનું વિચારી રહી છે. અંકિતા શાહની જીદ અને આત્મવિશ્વાસની સામે તેમની વિકલાંગતા હાર માની ગઈ. તેમણે ખૂબ જ હિંમતની સાથે કઠિન પરિસ્થિતિઓનો સામનો કર્યો. તેઓનું માનવું છે કે અન્ય મહિલાઓને પણ તેનાથી હિંમત મળશે અને આગળ વધવા માટે નો આત્મવિશ્વાસ પણ મળશે. વ્યક્તિએ પોતાના જીવનની નકારાત્મકતાને હંમેશા નજરઅંદાજ કરવી જોઈએ.