કહેવામાં આવે છે કે પ્રેમ કોઈપણ લાલચ વગર, મોહ અને કહ્યા વગર થઈ જાય છે. પ્રેમ કરવાનું કોઈ કારણ હોતું નથી પરંતુ ઘણીવાર તે વાત ખોટી સાબિત થાય છે. અમુક લોકો એવા હોય છે જે ફક્ત લાલચ અને મોહનાં લીધે જ પ્રેમ કરતા હોય છે અને તેમાં સૌથી મોટી લાલચ હોય છે પૈસા અને ધન દોલતની.
જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો અમુક રાશિઓ એવી હોય છે જે ફક્ત અને ફક્ત પૈસા માટે જ પ્રેમનાં ચક્કરમાં પડે છે. તેવામાં આજે અમે આ આર્ટીકલમાં અમુક એવી રાશિઓના જાતકોનાં વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેમનો પ્રેમ ફક્ત અને ફક્ત પૈસા માટે જ હોય છે. હકીકતમાં તેમના પ્રેમનો આધાર જ પૈસા હોય છે. તો ચાલો જાણી લઈએ આખરે આ લિસ્ટમાં કઈ-કઈ રાશિઓ સામેલ છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે. તેમને લગ્ઝરી લાઇફ સ્ટાઇલ અને સુખ સગવડતાઓનું જીવન પસંદ હોય છે. તે પોતાના જીવનમાં સૌથી શ્રેષ્ઠ ચીજો જ પસંદ કરતા હોય છે. સાથે જ આ રાશિના જાતકો મુશ્કેલમાં મુશ્કેલ સમયમાં પણ પોતાને મજબૂતીથી ઉભા રાખે છે અને દરેક ક્ષણને સેલિબ્રેટ કરવાનું પસંદ કરે છે. આ રાશિના જાતકોમાં એક સારો પાર્ટનર શોધવાની એક શ્રેષ્ઠ કળા હોય છે. તેઓ ઉતાવળમાં પાર્ટનર શોધવાની ભૂલ કરતા નથી પરંતુ ખૂબ જ સમજી-વિચારીને જ પોતાના માટે જીવનસાથીની પસંદગી કરે છે. જોકે રિલેશનશિપમાં જ્યારે વાત પૈસાની આવે છે તો તે પૈસા અને ધન-દોલત માટે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે.
સિંહ રાશિ
સિંહ રાશિના સ્વામી ગ્રહ સૂર્ય છે અને તે લોકો પ્રેમ ફક્ત અને ફક્ત દેખાવ માટે જ કરે છે. તેમને કેમેરા સામે આવવું, ટીવીમાં આવવું, પરફોર્મન્સ કરવું ખૂબ જ પસંદ હોય છે. સાથે જ તે રિલેશનશિપમાં હંમેશા સુખ-સગવડતા અને લગ્ઝરી ચીજો જ પસંદ કરે છે. તેવામાં એ કહેવું ખોટું નથી કે આ રાશિના જાતકોને રિલેશનશિપ તો પસંદ હોય છે પરંતુ લગ્ઝરી લાઈફસ્ટાઈલનાં લીધે. તે પોતાના માટે હંમેશા એવા પાર્ટનરની શોધમાં રહે છે, જે તેમને સંપૂર્ણ રીતે સમજી શકે અને દરેક પરિસ્થિતિમાં તેમનો સાથ આપે. સાથે જ તેમની ઇચ્છા હોય છે કે પાર્ટનર પૈસા વાળો પણ હોય કારણ કે તેમની બધી જ જરૂરિયાતોની પૂર્તિ થઈ શકે.
વૃશ્ચિક રાશિ
મંગળની રાશિ વૃશ્ચિક રાશિના લોકો ફકત પૈસા માટે જ પ્રેમ કરતા હોય છે. તેમને અન્ય લોકોને આકર્ષિત કરતાં ખૂબ જ સારી રીતે આવડે છે. સાથે જ આ રાશિના લોકો થોડા લાલચી સ્વભાવના હોય છે, તેવામાં તે પોતાના માટે પૈસા વાળો પાર્ટનર જ શોધે છે. આ રાશિના જાતકોને હંમેશા ટોપ પર જ રહેવું પસંદ હોય છે અને તેમને ક્યારેય પણ હાર પસંદ હોતી નથી. તેમને પ્રતિયોગિતામાં ભાગ લેવો સારું લાગે છે અને તે હંમેશા જીતવાના વિશે જ વિચારે છે. વાત તેમના લવ લાઇફની કરવામાં આવે તો તે પોતાના માટે એવા પાર્ટનરની પસંદગી કરે છે, જે તેમને પ્રેમ તો કરે જ પરંતુ સાથે તે પૈસા વાળો પણ હોય.
ધન રાશિ
બૃહસ્પતિ દેવની રાશિ એટલે કે ધનનાં જાતકો એડવેન્ચર અને થ્રીલર પસંદ કરે છે. તેવામાં તે પોતાના માટે હંમેશા એક એવા પાર્ટનરની શોધમાં રહેતા હોય છે, જે પૈસાવાળા હોય અને જે તેમની દરેક ઈચ્છા પૂરી કરી શકે. તેમને હંમેશા હરવું-ફરવું પસંદ હોય છે. ખાસ કરીને હિલ સ્ટેશન પર જવું તેમને ખૂબ જ વધારે પસંદ હોય છે. ધન રાશિના જાતકોને નવી-નવી ચીજો જોવી અને નવા-નવા પ્રયોગ કરવા ખૂબ જ પસંદ હોય છે. તેમના સપના ખૂબ જ મોટા હોય છે અને આ સપનાને પુરા કરવા માટે તે એક પૈસાવાળા પાર્ટનરની શોધમાં રહે છે. તેવામાં એ કહેવું ખોટું નથી કે ધન રાશિના જાતકો પૈસાના લોભી હોય છે.
મકર રાશિ
મકર રાશિનાં સ્વામી ગ્રહ શનિ છે. આ રાશિના જાતકો ફક્ત સપના જોતા નથી પરંતુ વાસ્તવિક ચીજો પર વધારે ભરોસો કરે છે. જો તે સપનું જુએ છે તો તેને પૂરું કરવા માટે સખત મહેનત અને પરિશ્રમ કરતા હોય છે. તેમના માટે પોતાનાં લક્ષ્યથી મોટી અન્ય કોઈપણ ચીજ હોતી નથી. તેવામાં તે પોતાના સપનાઓને પુરા કરવા માટે તે એવું બિલકુલ પણ ઈચ્છતા નથી કે તેમનો પાર્ટનર આર્થિક રૂપથી કમજોર હોય, તેમની ઇચ્છા હોય છે કે તેમનો જીવનસાથી પૈસા વાળો હોય. મકર રાશિના જાતકો ફક્ત તેમને જ પ્રેમ કરે છે જેમની પાસે પૈસાની કોઈ કમી હોતી નથી.