અમિતાભ-અક્ષય સહિત મોટા કલાકારોની આ ફિલ્મોને લાગ્યું કોરોનાનું ગ્રહણ, કદાચ હવે નહી થાય રીલીઝ

કોરોનાનાં દેશમાં વધતાં કેસ એ ફરી એકવાર બધાની ઊંઘ ઉડાવી દીધી છે. તેની સૌથી મોટી અસર બોલિવૂડમાં જોવા મળી રહી છે, જેના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાલમાં ઘૂંટણ પર આવી ગઈ છે. તેની સાથે જ કોરોનાના કારણે લાગેલા નાઈટ કરફ્યૂમાં મુંબઈમાં શૂટિંગ પણ બંધ થઈ ગયાં છે. વળી ખબરો પ્રમાણે ફરી એકવાર લોકડાઉનની ખબરો વાયરલ થઇ રહી છે.

અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કોરોનાના કારણે બોલિવૂડની કઈ-કઈ ફિલ્મો પ્રભાવિત થવા જઈ રહી છે. તેનાથી બોલિવુડને પણ કરોડોનું નુકસાન થવાનું છે. આ ફિલ્મો છે લાઈનમાં.

અમિતાભ-ઈમરાનની ફિલ્મ

અમિતાભ બચ્ચન, ઈમરાન હાશ્મી અને રિયા ચક્રવર્તી સ્ટારર ફિલ્મ “ચહેરે” ઘણા સમયથી અટકેલી છે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઇ ચૂક્યું છે અને આ ફિલ્મ ૯ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ હવે બધુ જ પ્લાનિંગ રહી ગયું છે. વળી લોકો દિવસમાં કોરોનાનાં કારણે થીએટર પણ જઈ શકતા નથી.

બંટી ઓર બબલી-૨

સૈફ અલી ખાન, રાની મુખર્જી અને સિદ્ધાંત ચતુર્વેદી જેવા સ્ટાર્સ સાથે બનેની આ ફિલ્મ પણ ૨૩ એપ્રિલે રીલીઝ થવાની હતી પરંતુ હવે આ ફિલ્મના નિર્માતા યશ રાજ ફિલ્મ્સ એ તેને અનિશ્ચિત કાળ માટે ટાળી દીધી છે. હવે ખબર નહિ આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. સરકારના આદેશ બાદ હિન્દી ફિલ્મની રીલિઝ ડેટનું કેલેન્ડર પોતાના શેપમાં આવવાનું શરૂ થઈ ગયું હતું.

તમને જણાવી દઈએ કે એપ્રિલમાં અક્ષય કુમાર, અજય દેવગન, રણવીર સિંહ અને કેટરીના કૈફની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ પણ નક્કી થઈ ગઈ હતી પરંતુ હવે તેની સીધી અસર તેના પર પડશે. તેની સાથે જ ત્યારબાદ મે મહિનામાં સલમાનની ફિલ્મ “રાધે”, જ્હોન અબ્રાહમની “સત્યમેવ જયતે-૨”, અક્ષય કુમારની “બેલબોટમ” જેવી શાનદાર ફિલ્મો પણ આવવાની હતી.

ત્યારબાદ જુનમાં કપિલ દેવના વર્લ્ડકપ જીતવા પર બનેલી ફિલ્મ “૮૩” અને રણવીર કપૂરની “શમશેરા”  રિલીઝ થવાની હતી. હવે કોરોના ફરી એકવાર ફેલાવાનાં કારણે આ બધી જ ફિલ્મોની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી છે. જો આ ફિલ્મોનું અનુમાનિત બજેટ કુલ મેળવીને લગભગ ૩૦૦ કરોડનું માનવામાં આવે તો પણ તેનાથી મેકર્સને ૧૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કરવાની આશા હતી. પરંતુ હાલની પરિસ્થિતિનાં કારણે હવે આ ફિલ્મો રિલીઝ થઈ શકશે નહીં.

ફિલ્મ એક્સપર્ટનું માનીએ તો ૨૦૨૧ માં હિન્દીમાં મોટી ૫૦ થી વધારે ફિલ્મો રિલીઝ થવાની આશા રાખવામાં આવી રહી હતી. દેશભરમાં લગભગ ૧૦,૦૦૦ સ્ક્રીન પર આ ફિલ્મો રિલીઝ થવાની હતી, જે ઓછામાં ઓછા ૫૦૦૦ કરોડના કમાણીના આંકડાને અડકવામાં સફળ થઈ શકતી હતી. તેની વચ્ચે ૨૦૨૧ ની પહેલાં ત્રિમાસિકમાં જે ફિલ્મો રિલીઝ થઈ હતી, તે ખરાબ રીતે ફ્લોપ રહી હતી.

કહેવામાં આવે છે કે કોરોનાની આ નવી લહેરનાં કારણે હવે બોલિવૂડને ૩૦૦૦ કરોડનું નુકસાન થવાનું અનુમાન છે. આ બધાની વચ્ચે જ ઘણી ફિલ્મો OTT પ્લેટફોર્મ પર આવવાની પણ આશા છે પરંતુ મોટા બજેટની ફિલ્મો આ પ્લેટફોર્મ પણ આવવાથી અચકાઇ રહી છે કારણ કે તેમને અહીયાથી તે ફાયદો થશે નહી, જેની તે ઈચ્છા રાખે છે.