બોલિવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચનની થઈ ધરપકડ!, ફેન્સ થઈ ગયા પરેશાન, જાણો સમગ્ર મામલો

Posted by

બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી દરેક પ્રોફેશનલ લાઇફને શેર કરે છે. અભિનેતાની એક નવી પોસ્ટથી તેના ચાહકોને આશ્ચર્ય થયું છે. અમિતાભ બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસ્વીર શેર કરી છે, જેમાં તે પોલીસની ગાડી પાસે ઉભેલા જોવા મળી રહ્યા છે.

બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જ્યારથી બાઇક પર સવાર એક અજાણ્યા વ્યક્તિ સાથેની પોતાની તસ્વીર વાયરલ થઈ ત્યારથી જ તે ચર્ચામાં આવી ગયા છે. લોકોએ બિગ-બી ને હેલ્મેટ ના પહેરવા બદલ ટ્રોલ પણ કર્યા હતાં. “નો હેલ્મેટ” રાઈડ વિવાદ બાદ અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુંબઈ પોલીસની વાન સાથેની પોતાની એક તસ્વીર શેર કરી છે અને કેપ્શનમાં “અરેસ્ટેડ” લખ્યું છે. તેની આ તસ્વીર પર ફેન્સ ફની રિએક્શન આપી રહ્યા છે.

આ તસ્વીરમાં અભિનેતા ઉદાસીમાં માથું ઝુકાવીને ઊભેલા જોવા મળી રહ્યા છે. તેણે પોતાની આ તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “અરેસ્ટ”. અમિતાભ બચ્ચનની આ તસ્વીર જોઇને તેના ફેન્સ શોકડ છે. જોકે અભિનેતાની આ તસ્વીરની હકિકત શું છે તે હજુ સુધી સામે આવ્યું નથી. અભિનેતાની આ તસ્વીર જોઇને અમુક લોકો તેને અમિતાભ બચ્ચનની ફિલ્મનો એક ભાગ ગણાવી રહ્યા છે.

અભિનેતાની આ તસ્વીર પર ટિપ્પણી કરતા મનીષ પોલે લખ્યું, “હા…હા… હા… લવ યુ સર”. સાથે જ એક યુઝરે લખ્યું કે, “ડોન કો પકડના મુશ્કિલ હિ નહિ, નામુમકીન હૈ. અન્ય એક યુઝરે લખ્યું કે, “ધરપકડ… પાંચ દાયકાથી વધુ સમયથી પ્રેક્ષકો. બીજા યુઝરે લખ્યું, “આખરે, ડોનને મુંબઈ પોલીસે પકડી જ લીધો”.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

તમને જણાવી દઈએ કે અભિનેતા અમિતાભ બચ્ચને થોડા દિવસો પહેલા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસ્વીર શેર કરી હતી, જેમાં તે હેલ્મેટ પહેર્યા વગર બાઇકની પાછળ બેસેલા જોવા મળ્યા હતાં. ડ્રાઈવર પણ હેલ્મેટ વગર જોવા મળ્યો હતો. જેનાં વિશે કર્યો ખુલાસો કરતાં અમિતાભ બચ્ચને પોતાનાં બ્લોગમાં જણાવ્યું હતું કે, તેણે બાઇકની રાઈડ નહોતી લીધી. તે માત્ર મુંબઈની શેરીઓમાં એક લોકેશન માટે શુટ કરવામાં આવ્યું હતું.

અમિતાભ બચ્ચનનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ૨૦૨૨ માં થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મ “ઉંચાઇ” માં જોવા મળ્યા હતાં. આ ફિલ્મે બોક્સઓફિસ પર કંઇ ખાસ કમાણી નહોતી કરી. હવે અમિતાભ બચ્ચન ફિલ્મ “પ્રોજેક્ટ કે” માં કામ કરતા જોવા મળશે. નાગ અશ્વિન દિગ્દર્શિત “પ્રોજેક્ટ કે” માં પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટ્ટણી પણ છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન ઘણી બધી ફિલ્મોમાં ખાસ અંદાજમાં જોવા મળશે.