અમૃતા સિંહનાં રહી ચૂક્યા છે ૫ અફેર, વિનોદ ખન્નાની પાછળ હતી દિવાની તો અમિતાભે કરી હતી જબરદસ્તી કિસ

બોલીવુડનાં જાણીતા અભિનેતા સૈફ અલી ખાનની પૂર્વ પત્ની અને એક્ટ્રેસ અમૃતા સિંહ અને સૈફઅલી ખાનની લવ સ્ટોરીનાં વિશે તો મોટાભાગના લોકો જાણતા જ હશે, પરંતુ સૈફ સિવાય અમૃતાનું ઘણા સ્ટાર્સ સાથે અફેર રહી ચુક્યું છે. તેવામાં આજે અમે તમને અભિનેત્રી અમૃતાનાં તે અફેર વિશે જણાવીશું, જેમને જાણીને તમે આશ્ચર્યમાં પડી જશો.

Advertisement

સની દેઓલ

ફિલ્મ “બેતાબ” માં સની દેઓલ અને અમૃતા સિંહે એક સાથે કામ કર્યું હતું. સની દેઓલની આ પહેલી ફિલ્મ હતી. ફિલ્મ હિટ થઈ. ફિલ્મની શૂટિંગ દરમિયાન અમૃતાનું દિલ હેન્ડસમ સની દેઓલ માટે ધડકતું હતું. બંનેનો રીલ લાઇફ રોમાન્સ રિયલ લાઇફ રોમાન્સમાં બદલાઈ ગયો. અમૃતા સની દેઓલને એ હદ સુધી પ્રેમ કરવા લાગી હતી કે તે પૂરી દુનિયાની સામે તેને કબૂલ કરવા માટે તૈયાર પણ હતી પરંતુ સની દેઓલ તેના માટે તૈયાર હતાં નહી. તેમણે અમૃતાની સાથે પોતાનો સંબંધ છૂપાવીને રાખ્યો હતો. વળી અમૃતાની માં પણ સની અને અમૃતાના સંબંધને પસંદ કરતી હતી. તે ઇચ્છતી હતી કે અમૃતાનાં લગ્ન એવા યુવક સાથે થાય, જે કોઈ મોટા ફેમિલીમાંથી હોય. અમૃતાએ ત્યારબાદ સનીના પરિવારની તપાસ શરૂ કરી દીધી. જેમાં તેમને જાણવા મળ્યું કે સની દેઓલ પહેલાથી જ પરણિત છે. ત્યારબાદ અમૃતા સંપૂર્ણ રીતે તૂટી ગઈ અને તેમણે આ સંબંધ ખતમ કરી નાખ્યો.

અમિતાભ બચ્ચન

એકવાર પાર્ટીમાં મહાનાયક અમિતાભ બચ્ચને અમૃતા સિંહને કિસ કરી લીધી હતી. કહેવામાં આવે છે કે એક પિયાનો બારમા પાર્ટી ચાલી રહી હતી. અમૃતા સિંહ પાર્ટીમાં પોતાના મિત્રોની સાથે પહોંચી હતી. આ પાર્ટીમાં અમિતાભ બચ્ચન પોતાના મિત્રો ડેનીની સાથે પહોંચ્યા હતા. થોડા સમય બાદ અમૃતા ઘરે જવા લાગી પરંતુ અમિતાભ બચ્ચને તેમને રોકી લીધી. અમિતાભ બચ્ચનનાં કહેવા પર અમૃતા ત્યાં રોકાઈ ગઈ. પાર્ટીમાં અમૃતા ડેની સાથે ફ્લર્ટ કરવા લાગી. અમૃતાને ફ્લર્ટ કરતી જોઈને ડેનીથી રહેવાયું નહીં અને તે તેને લઈને ડાન્સ ફ્લોર પર ચાલ્યા ગયા. આ બધું જોઇને અમિતાભ ગુસ્સામાં આવી ગયા અને તેમણે ડેનીને ખેંચીને અલગ કરી દીધા પરંતુ ત્યારબાદ અમિતાભે અમૃતાને પોતાની તરફ ખેંચી લીધી અને કિસ કરવા લાગ્યા. ઘણી મિનિટો સુધી અમિતાભે અમૃતાને કિસ કરતા રહ્યા. અમૃતા આ બધું જોઈને આશ્ચર્યમાં પડી ગઈ અને બાદમાં રેસ્ટ રૂમમાં ચાલી ગઈ. કહેવામાં આવે છે કે અમિતાભે આવું એટલા માટે કર્યું હતું કારણકે તે વિનોદ ખન્નાનાં સ્ટારડમથી ચીઢાઇ રહ્યા હતાં. તે સમયે વિનોદ ખન્ના અને અમૃતાનું અફેર ચાલી રહ્યું હતું. જેના લીધે અમિતાભ તેમની સાથે બદલો લેવા માંગતા હતાં.

વિનોદ ખન્ના

એક્ટ્રેસ અમૃતા સિંહનું દિલ એકટર વિનોદ ખન્ના પર પણ આવ્યું હતું. કહેવામાં આવે છે કે વિનોદ ખન્નાને જોઈને જ અમૃતા તેના પર ફિદા થઇ ગઇ હતી પરંતુ વિનોદ ખન્નાને અમૃતામાં કંઈ રસ હતો નહી. વર્ષ ૧૯૯૦માં અમૃતા સિંહ અને વિનોદ ખન્ના સાથે એક ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની વચ્ચે નિકટતા વધવા લાગી. ફિલ્મના શૂટિંગ બાદ પણ બંને એકબીજાને મળવા લાગ્યા. આ વાતની જાણ અમૃતા સિંહની માં રુખસાના સુલતાનને થઈ. તેમણે અમૃતાને વિનોદ ખન્નાની સાથે પોતાનો સંબંધ ખતમ કરવા માટે કહ્યું. વળી બીજી તરફ વિનોદ ખન્નાને પણ અમૃતામાં કંઈ ખાસ રસ હતો નહી. તેમણે પણ અમૃતાને મળવાનું બંધ કરી દીધું. આ રીતે બંનેનો સંબંધ ખતમ થઈ ગયો.

રવિ શાસ્ત્રી

ક્રિકેટર રવિ શાસ્ત્રી સાથે પણ અમૃતા સિંહનું અફેર રહી ચુક્યું છે. અમૃતા ખુલ્લેઆમ તેમને સ્ટેડિયમમાંથી ચિયર પણ કરતી હતી. બંને એક મેગેઝીનના કવર પર પણ જોવા મળ્યા હતા, ત્યારબાદ બંનેના અફેરની ખબરો સામે આવી હતી. વર્ષ ૧૯૮૬ માં બન્નેએ સગાઈ કરી લીધી હતી. રવિ શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું ક્યારેય પણ એક્ટ્રેસ પત્ની ઇચ્છતો નથી. હું ક્રાંતિકારી છું અને મારું માનવું છે કે મારી પત્નિની પહેલી પ્રાથમિકતા ઘર હોવું જોઈએ. તેના પર જવાબ આપતા અમૃતાએ તરત જ કહ્યું કે, હાલના સમયમાં તો હું પણ પોતાના કરિયરના કારણે આ રિલેશનશિપને આગળ નહી વધારી શકું પરંતુ મને વિશ્વાસ છે કે થોડા વર્ષો પછી હું ફૂલ ટાઈમ માતા અને પત્નિ બની જઈશ. બંનેની લવ સ્ટોરી લાંબા સમય સુધી ચાલી નહી.

સૈફ અલી ખાન

ભલે અમૃતાનું દિલ ઘણા સ્ટાર્સ પર આવ્યું પરંતુ તેમણે પટૌડી નવાબ સૈફ અલી ખાનને પોતાનાં લાઈફ પાર્ટનર તરીકે પસંદ કર્યો. અમૃતા સૈફ થી ૧૨ વર્ષ મોટી હતી પરંતુ સૈફને તેના વિશે કોઈ ચિંતા હતી નહી અને તેમની સાથે લગ્ન કર્યા. તે બંનેના બે બાળકો છે, સારા અલી ખાન અને ઈબ્રાહિમ ખાન. વર્ષ ૨૦૦૪ માં સૈફ અલી ખાન અને અમૃતા સિંહનાં છૂટાછેડા થઈ ગયા. પતિને છુટાછેડા આપ્યા બાદ અમૃતા ફરી ફિલ્મોમાં આવી પરંતુ તેમને સપોર્ટિંગ રોલ જ મળ્યા. હાલના દિવસોમાં અમૃતા સિંહ પોતાના બાળકોની સાથે ખુશહાલ જીવન પસાર કરી રહી છે.

Advertisement