અમૃતા સિંહને છુટાછેડાના બદલામાં સૈફ અલી ખાને આપી હતી આટલી મોટી રકમ, પૈસા ચૂકવતા ચૂકવતા એકાઉન્ટ થઈ ગયું હતું ખાલી

Posted by

અભિનેતા સૈફ અલી ખાને પોતાની પહેલી પત્નિ અમૃતા સિંહને છૂટાછેડા આપીને ૧૬ ઓક્ટોબર ૨૦૧૨નાં રોજ અભિનેત્રી કરિના કપૂરની સાથે લગ્ન કર્યા હતા. સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્ન ફક્ત ૧૩ વર્ષ સુધી ચાલી શક્યા હતા. તે બંનેએ વર્ષ ૧૯૯૧માં લગ્ન કર્યા હતા અને વર્ષ ૨૦૦૪માં એકબીજાને છૂટાછેડા આપી દીધા હતા. તેમના લગ્ન થવાનું સૌથી મોટું કારણ સૈફ અલી ખાન તરફથી મળેલ દગો હતો.

સૈફ અલી ખાને ફક્ત ૨૧ વર્ષની ઉંમરમાં અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. અમૃતા સિંહ સૈફ અલી ખાનથી ઉંમરમાં ખૂબ જ મોટી હતી. જેના લીધે સૈફ અલી ખાનનાં પરિવારના લોકોએ તેમના લગ્નનો વિરોધ પણ કર્યો હતો. પરંતુ સૈફ અલી ખાન માન્યા નહિ અને તેમણે અમૃતા સિંહ સાથે લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમને બે બાળકો પણ થયા. જો કે લગ્નનાં થોડા વર્ષો બાદ જ સૈફ અલી ખાન અને અમૃતા સિંહના સંબંધમાં તિરાડો પડવા લાગી.

કહેવામાં આવી રહ્યું છે કે સૈફ અલી ખાન અમૃતા સિંહને દગો આપીને કોઈ મોડેલને ડેટ કરી રહ્યા હતાં. અમૃતા સિંહને એક દિવસ સૈફ અલી ખાનના અફેરના વિશે જાણ થઈ ગઈ અને તેમની વચ્ચે ખૂબ જ ઝઘડો થયો. ત્યારબાદ સૈફ અલી ખાને ઘર છોડી દીધું અને અમૃતા સિંહથી અલગ રહેવા લાગ્યાં. વર્ષ ૨૦૦૪માં તે બંનેએ છૂટાછેડા લઈ લીધા અને બંનેએ પોતાના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું. છુટાછેડા બાદ સારા અલી ખાન અને ઇબ્રાહિમ અમૃતા સિંહની સાથે રહેવા લાગ્યાં. આ છુટાછેડા સૈફ અલી ખાનને ખૂબ જ મોંઘા પડ્યા અને તેના માટે તેમને અમૃતા સિંહને ભારે રકમ ચૂકવવી પડી હતી.

પોતાના છૂટાછેડાનો ઉલ્લેખ કરતાં એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે આ છૂટાછેડા માટે તેમણે ખૂબ જ મોટી રકમ આપવી પડી હતી. અભિનેતાએ છૂટાછેડા લીધા બાદ એક ઇન્ટરવ્યુ આપ્યું હતું અને જણાવ્યું હતું કે છુટાછેડા દરમિયાન ૫ કરોડ રૂપિયાની એલીમની નક્કી કરવામાં આવી હતી, જેમાં અઢી કરોડ રૂપિયા આપી ચૂક્યો છું. જ્યારે બાકી બચેલી રકમ હું અમૃતાને થોડી થોડી કરીને આપી રહ્યો છું. તેના સિવાય હું અમૃતાને દર મહિને ૧ લાખ રૂપિયા આપતો રહીશ. જ્યાં સુધી દિકરો ઈબ્રાહીમ ૧૮ વર્ષનો ના થઈ જાય.

વર્ષ ૨૦૨૦ માં પિંકવિલાનાં એક ઈન્ટરવ્યૂમાં પણ સૈફ અલી ખાને પોતાના અને અમૃતા સિંહના છૂટાછેડાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ દુનિયાની સૌથી ખરાબ ચીજ છે. કંઈક એવું છે કે જેને લઇને હું ઇચ્છું છું કે કદાચ તેનાથી કંઈક અલગ હોત. મને નથી લાગતું કે હું આ ચીજને લઈને ક્યારેય પણ ઠીક થઈ શકીશ. અમુક એવી બાબતો છે જે ક્યારેય પણ મને આ મામલામાં શાંતિ આપશે નહી. અમૃતા સાથે લગ્ન કરતા સમયે હું ફક્ત ૨૧ વર્ષનો હતો. આજે તમામ ચીજો ખૂબ જ બદલાઈ ગઈ છે. તમે ઈચ્છતા હોવ છો કે માતા-પિતા હંમેશા તમારી સાથે રહે પરંતુ તે અલગ-અલગ એકમો છે.

છુટાછેડા સમયે સારા અલી ખાન અને ઇબ્રાહિમે પોતાના માતા-પિતાના નિર્ણયમાં તેમનો સાથ આપ્યો હતો. સારા અલી ખાન અને ઇબ્રાહિમનાં કરીના સાથે ખૂબ જ સારા સંબંધો છે. સારા અલી ખાન તો સૈફ અલી ખાન અને કરીનાનાં લગ્નમાં પણ સામેલ થઇ હતી. વળી હાલનાં સમયમાં અમૃતા પોતાના બંને બાળકોની સાથે બીજા ઘરમાં રહે છે અને કરીના સૈફ અલી ખાનની સાથે રહે છે. કરીના-સૈફ ખૂબ જ જલ્દી બીજા બાળકના માતા-પિતા પણ બનવા જઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *