મારા ગામમાં સભા હતી. સ્ટેજ પર જાહેરાત થઈ કે જે પોતાની પત્નિથી ડરતા હોય એ આંગળી ઉંચી કરે. બધાએ આંગળી ઉંચી કરી પણ એક મેં જ આંગળી ઉંચી ના કરી. મને પુછ્યું કે, તમે તમારી પત્નિથી ડરતા નથી?. તો મેં કહ્યું, મારે…

જોક્સ
ચિન્ટુ : મિન્ટુ, મેં સાંભળ્યું છે કે તારી સગાઈ થઈ ગઈ છે, અભિનંદન.
મિન્ટુ : હા… પણ મેં સગાઈ તોડી નાખી.
ચિન્ટુ : કેમ શું થયું?.
મિન્ટુ : મેં તેને પુછ્યું કે, તારું પહેલા કોઈની સાથે ચક્કર હતું તો તેણે સ્પષ્ટ ના પાડી દીધી.
ચિન્ટુ : એ તો સારી વાત કહેવાય ને.
મિન્ટુ : જે બીજા કોઈની નથી થઈ, એ મારી શું થશે.

જોક્સ
એક પાગલ માણસ અરીસામાં જોઈને વિચારવા લાગ્યો…યાર આને તો ક્યાંક જોયો છે.
લાંબો સમય વિચાર્યા પછી તેણે કહ્યું,
અરે આ તો એ જ છે, જે પેલા દિવસે મારી સાથે વાળ કપાવતો હતો.

જોક્સ
સાસુ : વહુ બેટા આખુ રસોડુ ફેંદી નાખ્યુ પણ વેલણ જડતુ નથી.
વહુ : તમારા દિકરાને પુછો, એણે જ ક્યાંક સંતાડ્યુ હશે.

જોક્સ
પ્રેમિકા : આપણે ક્યાં જઈ રહ્યા છીએ?.
પ્રેમી : બેબી, લોન્ગ ડ્રાઈવ પર.
પ્રેમિકા : તો તે મને પહેલા કેમ જણાવ્યું નહીં?.
પ્રેમી : ડાર્લીંગ મને પણ હમણા જ ખબર પડી, જ્યારે બ્રેક ફેલ થઈ ગઈ.
(પ્રેમિકા બેભાન)

જોક્સ
પતિ : તું આખો દિવસ સુતી જ રહે છે.
પત્નિ : તો મારે આરામ પણ નહિ કરવાનો?.
પતિ : જા… જલ્દી ચા બનાવી દે.
પત્નિ : જાતે જ બનાવી લો.
પતિ : અરે યાર… મને માથામાં સખત દુ:ખાવો થાય છે એટલે ચા માંગુ છું.
પત્નિ : હા… તો મને પણ ગળામાં દુ:ખાવો થાય છે.
પતિ : ઠીક છે… અહીં આવ. તું મારું માથું દબાવી દે અને હું તારું ગળું દબાવી દઉં.

જોક્સ
પતિ : તું પિયર ગઇ છો તો ત્યાંથી ય મારી સાથે ફોન પર ઝઘડા શું કામ કરે છે?.
પત્નિ : મારે ય work from home તો કરવું જ પડે ને…

જોક્સ
સંતા : જો તને ગરમી લાગે તો તું શું કરે?.
બંતા : હું કુલરની પાસે જઈને બેસી જાઉં છું.
સંતા : જો તેમ છતાં પણ તને ગરમી લાગે તો તું શું કરે?.
બંતા : તો પછી હું કુલર ચાલુ કરી દઉં છું.

જોક્સ
મહિલા : બાબા… મારા અને પતિ વચ્ચે પ્રેમ ઓછો થઈ ગયો છે. કોઈ ઉપાય જણાવો.
બાબા : દિકરા… શનિવારે ફેસબુક અને રવિવારે વ્હોટ્સએપનો ઉપવાસ રાખજે. પહેલા જેવો જ પ્રેમ આવશે.

જોક્સ
એક વખત એક ગામમાં શરત લાગી કે મગરોથી ભરેલા આ તળાવમાં જો કોઈ એક કાઠે થી તરીને બીજે કાઠે જશે, તેને ૫૦ લાખનું ઈનામ મળશે અને જો વચ્ચે મગર ખાઈ જશે તો વારસદારને ૨૦ લાખ વળતર મળશે. કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર નહોતો.
અચાનક થોડા સમય પછી તળાવમાં ધબાંગ કરતાં ધુબાકો થયો, પડનાર માણસ જીવ સટોસટની બાજી લગાવીને બીજા કીનારે પહોચી ગયો.
બધાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો. તે મંત્રમુગ્ધ થઈને કિનારા ઉપર બેસી ગયો અને પછી ગુસ્સાથી બરાડા પાડતો બોલ્યો કે,
મને પાછળથી તળાવમા કોણે ધકેલી દીધો?.
પછી તેને ખબર પડી કે તેને ધકેલનાર બીજુ કોઈ નહીં પણ તેની પત્નિ જ હતી.
જીતે તો ૫૦ લાખ… મરે તો ૨૦ લાખ.
બસ…એ જ દિવસથી કહેવત બની કે દરેક સફળ માણસ પાછળ પત્નિનો હાથ હોય છે.

જોક્સ ૧૦
મારા ગામમાં સભા હતી.
સ્ટેજ પરથી જાહેરાત થઈ કે જે પોતાની પત્નિ થી ડરતા હોય એ આંગળી ઉંચી કરે.
બધાએ આંગળી ઉંચી કરી પણ એક મેં જ આંગળી ઉંચી ના કરી.
મને પુછ્યું કે, તમે તમારી પત્નિથી ડરતા નથી ?.
તો મેં કહ્યું, મારે ઘરે પુછવા જવું પડશે કે આંગળી ઉંચી કરું કે નહિ ?.