ન્યુઝ વાંચતા પહેલા જ લાઇવ શો માં બેભાન થઈ ગઈ મહિલા, વિડિયો જોઈને ગભરાઈ ગયા લોકો, કાળજું કઠણ હોય તો જ જોજો વિડીયો

એન્કર એલિસા કાર્સન ટીવી પર લાઇવ રિપોર્ટિંગ કરતી વખતે જ  બેભાન થઈ ગઈ હતી. આ ભયાનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એન્કર એલિસા કાર્સન શનિવારે સવારે ૭ વાગ્યે હવામાન વિશે માહિતી આપવાની તૈયારી કરી રહી છે. પછી અચાનક તે બેભાન થઈ જાય છે અને ખુબ જ ઝડપથી જમીન પર પડી જાય છે. ત્યારબાદ તેની સાથે કાર્યક્રમ કરી રહેલી બે એન્કર ડરી જાય છે અને આ ડર તેના ચહેરા પર સ્પષ્ટ રીતે દેખાય છે. આ ઘટના બાદ તે બ્રેક લઈ લે છે. લાઈવ શો દરમિયાન એન્કરનો પડી જવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

અમેરિકામાં એક ન્યુઝ ચેનલની મહિલા એન્કર હવામાનનો રીપોર્ટ વાંચે તે પહેલા જ તે બેભાન થઈને નીચે પડી ગઈ હતી. એન્કર બેભાન થવાનાં કારણે ટીમના અન્ય લોકો પણ આશ્ચર્યચકિત રહી ગયા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા એન્કર પહેલેથી જ  હ્રદય સાથે જોડાયેલી બિમારી સામે લડી રહી છે. વર્ષ ૨૦૧૪ માં પણ કાર્લસન સાથે આવી જ એક ઘટના બની ચુકી છે. આ ઘટના પછી તપાસમાં જાણવા મળ્યું કે તેમના હાર્ટ વાલ્વ લીક છે.

લાઇવ શો દરમિયાન મહીલા એન્કર સાથે થયેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ગયા શનિવારનો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહેલા ન્યુઝ શો શરૂ કરતાં બે એન્કર દેખાઈ રહી છે. ત્યારબાદ તે વેધર રીપોર્ટ આપવા માટે એલિસા કાર્લસન સાથે કનેક્ટ કરે છે. એલિસા કાર્લસન એકદમ ઠીક ઠાક બોલવાનું શરૂ જ કરે છે પરંતુ જોતજોતામાં અચાનક કાર્લસનને ચક્કર આવવા લાગે છે અને તે સીધી નીચે પડી જાય છે.

મહિલા એન્કરનો આ વિડીયો ખરેખર ડરામણો છે. હકિકતમાં આજકાલ હ્રદયની બિમારી આજનાં યુવાનોને ઝડપથી પોતાની ઝપેટમાં લઈ રહી છે. ભારતમાં છેલ્લા એક દશકમાં મોટી સંખ્યામાં ઘણા યુવાનો હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટનાં લીધે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ગભરાવવા વાળી વાત એ છે કે ઘણા લોકોનું નાચતા, એક્સરસાઇઝ કે સ્ટેજ પર શો કરતાં અચાનક જ મૃત્યુ થઈ ગયું છે. હાલમાં જ બિહારના સીતામઢીમાં સ્ટેજ પર એક દુલ્હાને અચાનક મુંજારો થવા લાગ્યો હતો.

ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો. જ્યાં સુધી દુલ્હાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં સુધીમાં તો તેનું મૃત્યુ પણ થઈ ગયું હતું. આ બાબતમાં જણાવવામાં આવ્યું કે ડીજેના મોટા સાઉન્ડનાં કારણે દુલ્હાને મુંજારો શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ થોડા જ સમયમાં તેનો જીવ ચાલ્યો ગયો હતો. વળી મધ્યપ્રદેશની શિવની જિલ્લામાં લગ્નના મંચ પર ઠુમકા લગાવી રહેલી એક ૬૦ વર્ષની મહિલા નાચતા નાચતા અચાનક જ મંચ પર પડી ગઈ હતી અને બાદમાં થોડા જ સમય પછી તેનું મૃત્યુ થઈ ગયું હતું.

મહિલાનાં મૃત્યુનાં કારણને હાર્ટ એટેક જણાવવામાં આવ્યું હતું. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે ખુબ જ ડરામણો હતો. લાઇવ શો દરમિયાન બેભાન થયાનાં થોડા કલાકો બાદ એલિસા એ ફેસબુક પર પોતાની તબિયત વિશે અપડેટ આપી હતી અને કહ્યું હતું કે તે હવે સ્વસ્થ થઇ રહી છે. મહત્વપુર્ણ છે કે વર્ષ ૨૦૧૪ માં એલિસા બીજી ચેનલમાં કામ કરતી હતી ત્યારે પણ તેની સાથે લાઇવ શો દરમિયાન આવી જ એક ઘટના બની હતી. જોકે તેના બેભાન થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.