અંક જ્યોતિષ અનુસાર આ જન્મતારીખ વાળા લોકો પર માં લક્ષ્મી હંમેશા રહે છે મહેરબાન, જીવનમાં ક્યારેય પણ નથી થતી ધનની કમી

Posted by

અંક જ્યોતિષ અનુસાર જે લોકોનો જન્મ કોઇપણ મહિનાની ૪, ૧૩,૨૨ કે પછી ૩૧ તારીખનાં રોજ થયો હોય છે, તેમનો મુળાંક ૪ માનવામાં આવે છે. આ મુળાંક વાળા લોકોને ભાગ્યનાં ધની માનવામાં આવે છે. આ મુળાંક વાળા લોકો જે પણ કામમાં પોતાનું નસીબ અજમાવે છે, તેમાં તેમને સફળતા મળવાની સંભાવના ખુબ જ વધારે હોય છે. તેમની પાસે ધન-દોલતની કોઈ કમી રહેતી નથી. તેમના પર માં લક્ષ્મીની વિશેષ કૃપા માનવામાં આવે છે. આ લોકો ખુબ જ મહેનતું હોય છે. પોતાના જીવનમાં તે ઘણું બધું ધન કમાય છે.

આ મુળાંકનાં લોકો પોતે પણ ખુશ રહે છે અને સાથે જ અન્ય લોકોને પણ ખુશ રાખવાની કોશિશ કરે છે. તેમના ઘણા બધા મિત્રો બને છે અને તે પોતાનાં મિત્રોને પણ લાભ થાય તેવી કોશિશ કરતા રહે છે પરંતુ બદલામાં તેમને તેમના તરફથી કોઈ લાભ પ્રાપ્ત થતો નથી. આ લોકો હંમેશાં કંઈક ને કંઈક એવું કામ કરતા રહે છે કે જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમણે દરેક બાબતની જાણકારી રાખવી પસંદ હોય છે.

તે પૈસા પણ ઘણા બધા કમાય છે અને ખર્ચ પણ ખુબ જ કરતા હોય છે. આ લોકો કોઈના પર પણ ખુબ જ જલ્દી વિશ્વાસ કરી લેતા હોય છે. જેનાં લીધે તેમને ઘણીવાર દગો મળવાની સંભાવના રહે છે. અંક ૪ નાં સ્વામી રાહુને માનવામાં આવે છે તેથી આ મુળાંકનાં લોકો પર આ ગ્રહનો સૌથી વધારે પ્રભાવ રહે છે. મુળાંક ૪ નાં લોકોમાં કોઈપણ ઘટના અચાનક થવાની સંભાવના રહે છે. આ લોકોને લાભ પણ અચાનક પ્રાપ્ત થાય છે અને હાનિ પણ અચાનક પહોંચે છે. આ લોકોને સમયનાં પાક્કા માનવામાં આવે છે.

આ લોકોને કોઈપણ કામ સમયસર પુરું કરવું પસંદ હોય છે. તે અનુશાસન પ્રિય હોય છે. તે થોડા ઝઘડાળુ સ્વભાવનાં પણ હોય છે, જેના લીધે તેમના દુશ્મન ખુબ જ જલ્દી બની જતા હોય છે. તે દરેક પરિસ્થિતિમાં સરળતાથી ઢળી શકતા નથી. તેમને સામાજિક કાર્યોમાં ખુબ જ રૂચી હોય છે. તે સમાજ કલ્યાણ માટે કંઈક ને કંઈક કરતા રહે છે. આ લોકો કોઈને પણ પોતાનાં દિલની વાત જલ્દી જણાવતા નથી. જોકે અન્ય લોકોની વાત કઢાવવામાં તેમને હોશિયાર માનવામાં આવે છે. તેમના પર જવાબદારીઓ ખુબ જ વધારે રહેતી હોય છે, જેના લીધે આ લોકો અવારનવાર પરેશાન રહેતા હોય છે.

નોંધ : અહીંયા આપવામાં આવેલી માહિતી ફક્ત માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે તમને જણાવી દઈએ કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, આ જાણકારીની પુષ્ટિ કરતા નથી તેથી કોઈપણ જાણકારી કે માન્યતા પર અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી.