અનોખી ઈલેક્ટ્રીક બાઈક : એક પેંડા પર ચાલે છે, આગળ નમીએ તો સ્પીડ પકડે છે, જાણો કિંમત અને રેન્જ

Posted by

આવનાર ભવિષ્ય ઇલેક્ટ્રિક વાહનોનું જ છે. તેવામાં ઘણી કંપનીઓ પોતાના ઇલેક્ટ્રિક વાહનો માર્કેટમાં ઉતારી રહી છે. હવે આ રેસમાં ચીનની ટોપ ઈ-કોમર્સ કંપની અલીબાબા પણ સામેલ થઈ ગઈ છે. તેમણે હાલમાં જ એક પૈડાવાળી અનોખી ઈલેક્ટ્રીક બાઈક લોન્ચ કરી છે. અલીબાબા ગ્રુપની એક પૈડાં વાળી આ અજીબ બાઈક દરેકનું ધ્યાન ખેંચી રહી છે. જો તમને યાદ હોય તો પહેલા એક પૈડાવાળી ગાડી માત્ર સર્કસમાં જ જોવા મળતી હતી પરંતુ હવે અલીબાબાએ તેને સામાન્ય જનતા માટે માર્કેટમાં ઉતારી છે.

આ બાઇકની ખાસ વાત એ છે કે તેને ચલાવવાની રીત પણ ઘણી રસપ્રદ છે. જો તમે બાઈક પર આગળની તરફ નમશો તો તેની રફતાર વધી જશે. જ્યારે પાછળની તરફ હોવા  પર બાઈકની સ્પીડ ઓછી થઈ જશે.

એક પૈડાવાળી આ બાઇકમાં સ્ટીલની ટ્રેલીસ ફ્રેમ લાગેલી છે. સાથે જ તેમાં એક ફોકસ ફ્યુઅલ ટેન્ક પણ છે. હકિકતમાં તે Ducati Monster ની ડિઝાઇનથી ઘણા હદ સુધી પ્રેરિત છે. તેની પાછળ એક પિલિયન રીયર સીટ પણ છે પરંતુ આ એક પૈડાવાળી બાઈકમાં એ કેટલી ઉપયોગી થશે તે જોવાનું બાકી છે.

ઈલેક્ટ્રીક બાઈકમાં પેનાસોનિક બેટરી પેક લાગેલું છે. કંપની એવો દાવો કરી રહી છે કે એક વાર આ બાઇકને ચાર્જ કરવા પર તે ૧૦૦ કિલોમીટરની રેન્જ આપે છે. આ બાઈક ૩ થી ૧૨ કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. તેનું વજન ૪૦ કિલોગ્રામ છે. તેમાં ૨૦૦૦ વોટની પાવર વાળી ઇલેક્ટ્રિક મોટર લાગેલી છે.

આ બાઇકને તમે વધારેમાં વધાર ૪૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડાવી શકો છો. જો તમે આ બાઇકને ખરીદવા માંગો છો તો તમારે ખિસ્સામાંથી ૧૫૦૦ ડોલર ઢીલા કરવા પડશે. ભારતીય મુદ્રામાં આ રકમ ૧.૩૪ લાખ રૂપિયા છે. જણાવી દઈએ કે તે એક્સ શોરૂમ કિંમત છે. મતલબ ઓન રોડ પ્રાઈઝ હજુ પણ વધારે હશે.

કંપની આશા રાખી રહી છે કે તે આ બાઇકની સારી સેલ કરી શકશે. જોકે એ આવનારો સમય જ બતાવશે કે લોકોને એક પૈડાવાળી ઈલેક્ટ્રીક બાઈકનો કન્સેપ્ટ પસંદ આવે છે કે નહીં.

હવે આ બાઈક વિશે તમારું શું મંતવ્ય છે ? જો તે ભારતમાં લોન્ચ થાય છે તો શું તમે તેને ખરીદવાનું પસંદ કરશો ? તમે આ એક પૈડાવાળી બાઇક ચલાવવામાં રસ ધરાવો છો ? તેનાથી પણ મોટી વાત શું તમે આ બાઈક માટે એક લાખથી વધારે પૈસા ખર્ચ કરશો ?