અનોખો ફોટો પડાવવાનાં ચક્કરમાં વ્યક્તિએ જોખમમાં નાખ્યો પોતાનો જીવ, પહાડનાં ટોચ સુધી પહોંચ્યો પરંતુ બાદમાં… તમે ક્યારેય ના કરતાં આવી ભુલ

આપણે જ્યારે પણ કોઇ સુંદર જગ્યા પર જઈએ છીએ તો આપણું ધ્યાન સૌથી વધારે એ વાત પર રહે છે કે આપણે ત્યાં સારી ફોટો લીધી કે નહી પરંતુ અમુક એવા લોકો પણ છે, જે સુંદર ફોટો લેવા માટે પોતાનો જીવ જોખમમાં નાખવામાં અચકાતાં નથી. ખતરનાક ફોટો લેવાનાં ચક્કરમાં લોકો ઘણીવાર દુર્ધટનાનાં શિકાર પણ બની જતાં હોય છે. આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમારા રુંવાડા ઉભા થઇ જશે.

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પોતાનાં જીવને જોખમમાં નાખીને કેવી રીતે ફોટો પડાવી રહ્યો છે. આ વીડિયો જેણે પણ જોયો છે, તે દરેક લોકો આશ્ચર્યચકિત રહી જાય છે. ખબરો પ્રમાણે આ વિડીયો બ્રાઝિલનો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પહાડનાં કિનારા તરફ જઈ રહ્યો છે. પહાડનાં કિનારાથી દરિયાનું ખુબ જ સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે.પરંતુ આ સુંદર દ્રશ્યની સાથે સાથે ઘણા ફુટ ઊંડી ખીણ પણ દેખાઈ રહી છે.

આ દ્રશ્ય ખુબ જ ખતરનાક પણ છે. તમે જોઈ શકો છો કે વ્યક્તિ ગભરાયા વગર પોતાનો ફોટો પડાવવાનાં ચક્કરમાં પહાડનાં એકદમ કિનારે ચાલ્યો જાય છે. તે પહાડનાં એકદમ કિનારે જઈને આરામથી બેસી જાય છે. તો ચાલો આશ્ચર્યચકિત કરવાવાળા આ વીડિયોને સૌથી પહેલા જોઈ લઈએ. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર “beautiffulearth” નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

તેની સાથે જ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “બ્રાઝિલમાં આટલું બહાદુર છે કોઈ ?”. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યો છે. તેને ૨૪ હજારથી વધારે લોકો લાઈક કરી ચુક્યા છે. ઘણા યુઝરનું એવું પણ માનવું છે કે, “આવી મુર્ખામી કરવી જરા પણ સારી નથી. એક નાની ભુલ વ્યક્તિનો જીવ લઈ શકે છે”.