Y ની વચ્ચે છુપાયેલો છે બીજો પણ એક શબ્દ, માત્ર તેજ નજર વાળા લોકો જ શોધી શકે છે, બાકીના લોકો હાર માની લે છે, તમારી પાસે માત્ર ૧૦ સેકન્ડનો સમય છે, ફટાફટ આપો જવાબ

Posted by

એક પડકાર તરીકે રજુ કરવામાં આવેલી તસ્વીર આપણા મગજને તેજ કરવામાં મદદરૂપ થાય છે. આવી તસ્વીરોમાં ભ્રમ ફેલાવવાની ક્ષમતા હોય છે, જે તમને એટલી મુંઝવી દે છે કે અસલી-નકલી અને સાચા-ખોટા વચ્ચેનો તફાવત સમજવો મુશ્કેલ બની જાય છે પરંતુ આ તસ્વીરોને વારંવાર ઉકેલવાનો પ્રયાસ કરવાથી માત્ર આપણું મગજ જ તેજ નથી થતું પરંતુ કોઈપણ બાબતને સમજવાનું નિરીક્ષણ કૌશલ્ય અને વૃત્તિમાં પણ સુધારો થાય છે તેથી જ ઓપ્ટિકલ ઇલ્યુઝન વાળી તસ્વીરો આજકાલ ખુબ જ લોકપ્રિય બની ગઈ છે.

આપણી આંખોને ભ્રમિત કરવા માટે ક્યારેક-ક્યારેક એવી ઓપ્ટિકલ ઇલ્યુઝન વાળી તસ્વીરો બનાવવામાં આવે છે, જેના માટે કેટલીકવાર સાચા જવાબ સુધી પહોંચવું મુશ્કેલ હોય છે. આવી જ ટ્રિકી ઓપ્ટિકલ ઇલ્યુઝન વાળી તસ્વીરો આપણા મગજનું દહી કરી નાખે છે પરંતુ તેને ઉકેલવામાં પણ ખુબ જ મજા આવે છે. હાલનાં સમયમાં એવી જ એક તસ્વીર સાથે અમે તમારી નિરીક્ષણ કુશળતાને ફરીથી ચકાસવા માટે આવ્યા છીએ.

જો તમને કોઈ એક પ્રકારની વસ્તુથી કંઈક અલગ શોધવાનું કહેવામાં આવે તો તમારું મન થોડું કન્ફ્યુઝ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તે અક્ષરો અથવા સંખ્યાઓ છે તો પછી આંખો વધારે ભ્રમિત થવા લાગે છે. આવી જ એક ચેલેન્જ તમારી સામે અમે લઈને આવ્યા છીએ, જેમાં તમારે અલગ અલગ રંગોમાંથી બનેલા ઘણા બધા અક્ષરોમાંથી એક અલગ અક્ષર શોધવાનો છે.

આ તસ્વીર બ્રાઇટ સાઇડે બનાવી છે, જે આમ પણ માનવનાં મગજ સાથે રમવામાં નિપુણ છે. આ તસ્વીરમાં તમે અંગ્રેજીમાં લખેલો અક્ષર Y જોઇ શકો છો. આ તસ્વીરમાં તમારી જ્યાં પણ આંખ ફરશે ત્યાં તમને Y દેખાશે. જુદા જુદા રંગોમાં બનાવવામાં આવેલા Y ની વચ્ચે ક્યાંક એક બીજો અક્ષર પણ લખેલો છે. તમારે ફક્ત તેને શોધવાનો છે અને કુલ ૧૦ સેકંડ માટે આ કામ માટે તમારે ટાઇમર સેટ કરવાનું છે. તો પછી હવે મોડું શું કામ કરવું, ચાલો શરૂ કરી દો.

જો તમે મન લગાવીને તે અલગ અક્ષરને શોધ્યો હશે તો અત્યાર સુધીમાં તે તમારા ધ્યાનમાં આવી ગયો હશે. જો તમે હજુ પણ તેને શોધી શક્યા નથી તો તમને જણાવી દઈએ કે તે બીજો અક્ષર X છે. બીજો અક્ષર જાણી લીધા બાદ હવે તો તમને તે રંગીન તસ્વીરમાં નજર આવી જ ગયો હશે. જો તેમ છતાં પણ તમને X અક્ષર નજર આવી રહ્યો નથી તો અમે પણ તમારા માટે જવાબ સાથે નીચે તસવીર શેર કરી રહ્યા છીએ, જેમાં તમને Y ની વચ્ચે છુપાયેલો X અક્ષર જોવા મળી જશે.