અપ્સરાથી પણ સુંદર છે બોલિવૂડના આ સિંગર્સની પત્નીઓ, નેચરલ બ્યુટી છે સોનુ નિગમની પત્ની

આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારા સિંગરની ખોટ નથી. ઈન્ડસ્ટ્રીમાં એક થી એક ચડિયાતા દિગ્ગજ સિંગર રહેલા છે. જેમની દુનિયા દિવાની છે. સોનુ નિગમ, ઉદીત નારાયણ, સુનિધિ ચૌહાણ, શ્રેયા ઘોશાલ વગેરે એવા ખૂબ જ સારા સિંગરના ઉદાહરણ છે. જેને લોકો સાંભળવાનું પસંદ કરે છે. તેમના અવાજ લોકોના દિલો પર એક ખાસ છાપ છોડે છે. પોતાના મહેનતના દમ પર આ લોકોએ આજે એક અલગ જ સ્થાન હાંસલ કર્યું છે. તેમનો અવાજ સાંભળતા જ લોકો પોતાના પસંદગીના સિંગરને ઓળખી લે છે.

પરંતુ શું તમે ક્યારેય તેમની સુંદર પત્નીઓને જોઈ છે ? બોલિવૂડમાં એવા સિંગર્સ રહેલા છે જેમની પત્નીઓ કોઈ અપ્સરાથી ઓછી નથી. હકીકતમાં આ સિંગર્સની પત્નીઓ લાઈમલાઈટમાં રહેવાનું પસંદ કરતી નથી તેથી ઘણા જ ઓછા લોકો તેમના વિશે જાણતા હોય છે. આજની આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના અમુક મશહૂર સિંગર્સની સુંદર પત્નીઓ વિશે જણાવીશું. તેમની સુંદરતા આગળ તો બોલિવૂડની અભિનેત્રીઓ પણ કંઈ નથી.

આતીફ અસલમ

આતીફ અસલમ એક એવા સિંગર છે જેમણે પોતાના અવાજનો જાદુ ફક્ત પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ બતાવી ચૂક્યા છે. ભારતમાં પણ આતિફ અસલમના કરોડો ફેન્સ રહેલા છે. જેટલો પ્રેમ તેમને પાકિસ્તાનના લોકો કરે છે તેમનાથી ઘણો વધારે પ્રેમ તેમને ભારતના લોકો કરે છે. આતીફ અસલમ એ બોલિવૂડમાં અનેક હીટ ગીતો આપ્યા છે. વર્ષ ૨૦૧૩ માં આતિફ એ સારા સાથે લગ્ન કર્યા હતા. સારા પાકિસ્તાનના લાહોર શહેરની રહેવા વાળી યુવતી છે. જેમકે તમે જોઈ શકો છો કે સારા ખૂબ જ સુંદર છે અને તે પોતાની સુંદરતાથી મોટી મોટી હીરોઈનોને માત આપે છે.

સોનુ નિગમ

સોનુ નિગમ બોલિવૂડના એક મશહૂર સિંગર છે. પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે ઘણા હિટ ગીતો આપ્યા છે. સોનુના અવાજે લોકોના દિલો પર એક અલગ જ છાપ છોડેલી છે. આજે ફક્ત તેમનો અવાજ સાંભળતા જ લોકો તેમને ઓળખી લેતા હોય છે જણાવી દઈએ કે સોનુ નિગમ પોતાના શરૂઆતના દિવસોમાં પાર્ટી અને સ્ટેજ શોમાં ગાતા હતા. સોનુએ વર્ષ ૨૦૦૨માં એક્ટ્રેસ મધુરીમાં સાથે લગ્ન કર્યા હતા. મધુરિમા ઉંમરમાં સોનુથી ૧૫ વર્ષ નાની છે અને દેખાવમાં તે ખૂબ જ સુંદર છે.

હની સિંહ

હની સિંહનો જન્મ ૧૫ માર્ચ ૧૯૮૩ ના રોજ પંજાબના હોશિયારપુરમાં થયેલ છે. હની સિંહએ પોતાના બાળપણની મિત્ર સાથે લવમેરેજ કર્યા છે. હની સિંહ અને તેમની પત્ની શાલીની એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તેમણે પહેલી વાર પોતાની પત્નીને એક રિયાલિટી શો દરમિયાન લોકો સાથે પરિચય કરાવ્યો હતો. જણાવી દઈએ કે શાલિની સુંદરતામાં બોલિવૂડની કોઈ અભિનેત્રીથી ઓછી નથી. શાલીનીનું પૂરું નામ શાલીની તલવાર સિંહ છે. વળી હની સિંહનું પૂરું નામ હ્રદેશ સિંહ છે.

બાદશાહ

બાદશાહ પણ બોલિવૂડના સફળ રૈપર્સમાંથી એક છે. તે અત્યાર સુધીમાં ઘણા સુપરહિટ ગીતોમાં રૈપ કરી ચૂક્યા છે. ૩૩ વર્ષના બાદશાહનુ અસલી નામ આદિત્ય પ્રતિકસીંઘ સિસોડીયા છે. બાદશાહે જસ્મીન સાથે લગ્ન કર્યા છે. જૈસ્મીન પોતાને લાઈમલાઈટથી દૂર રાખે છે જેમ કે તમે જોઈ શકો છો કે બાદશાહની પત્ની દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તે પોતાની સાદગીથી કોઈનું પણ દિલ ચોરી શકે છે.

અરિજીત સિંહ

અરિજિત સિંહ બોલિવૂડના એક પ્રસિદ્ધ ગાયક છે. અરિજીત સૌથી પહેલા પ્રેમ ગુરુકુળ નામના એક રિયાલિટી શોમાં આવ્યા હતા. જો કે આ શોમાં તે બીજા નંબર પર રહ્યા હતા તેમ છતાં પણ આજે તે બોલિવૂડના સૌથી પોપ્યુલર સિંગરમાંથી એક છે. ખાસ કરીને યુવાનો વચ્ચે તેમનો ખૂબ જ ક્રેઝ છે. આજે અરિજિતના ગાયેલા ગીતો લગભગ બધા જ સુપરહિટ છે. જણાવી દઈએ કે એ પોતાના બાળપણની મિત્ર કોયલ રોહિત સાથે વર્ષ ૨૦૧૪માં બીજા લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની રૂપરેખા બેનર્જી હતી. અરિજિતની પત્ની કોયલ પણ દેખાવમાં ખૂબ જ સુંદર છે.