અરબો રૂપિયાના માલિક છે શાહરુખ ખાન તેમ છતાં પણ મિત્રોના ડિનરનું બિલ ભરતા નથી, જાણો તેની પાછળનું કારણ

Posted by

શાહરૂખ ખાનને બોલીવુડના કિંગ કહેવામાં આવે છે. એક સમય હતો જ્યારે શાહરૂખ ખાન જ પૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાયેલા રહેતા હતા. વર્તમાન સમયમાં પણ તે ફિલ્મોમાં નજર આવે છે પરંતુ હવે તેમની ફિલ્મો થોડી ઓછી જોવા મળે છે. જોકે તેમની લોકપ્રિયતામાં હજુ પણ કોઇ કમી આવી નથી. આજે પણ તેમને કરોડો લોકો ફોલો કરે છે.

હાલમાં જ શાહરૂખ ખાને ટ્વિટર પર #ASKSRK સેશન રાખ્યું હતું. તેમાં તે ટ્વિટર પર ફેન્સ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા તે દરમિયાન શાહરૂખ ખાને પોતાના અંગત જીવનનાં કામ અને પરિવાર સાથે જોડાયેલ ઘણી બાબતો પર વાતચીત કરી હતી. એક ફેન્સે તેમને પૂછ્યું કે જ્યારે તમે ડિનર પર પોતાના મિત્રો સાથે જાઓ છો તો તમે બધા જ બિલ એકબીજા સાથે વહેંચી લો છો કે બધી જ ચુકવણી તમે એકલા જ કરો છો ?

આ સવાલનો જવાબ આપતા શાહરૂખ ખાને જણાવ્યું કે કોઈ વ્યક્તિ ફેમસ હોય કે ના હોય તે વાતથી કંઈ ફરક પડતો નથી. બિલ હંમેશા તે લોકો જ આપે છે. હું મારી પાસે પૈસા રાખતો નથી. હકીકતમાં શાહરુખ ખાન જ્યારે પણ ઘરની બહાર જાય છે તો તે પોતાની સાથે પૈસા લઈ જતા નથી તેથી તેમની સાથે ડિનર કરનાર લોકોએ જ બિલની ચૂકવણી કરવી પડે છે.

જેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે શાહરુખ ખાન મુંબઈમાં પોતાના કરોડો રૂપિયાનો બંગલો “મન્નત” માં રહે છે. તેવામાં એક ફેન્સ એ શાહરુખને સવાલ પૂછ્યો કે ભાઈ મન્નત વહેચવાનો છે ? તેના પર શાહરૂખ ખાને ખૂબ જ રસપ્રદ જવાબ આપતા કહ્યું કે ભાઈ મન્નત વેચાતી નથી પરંતુ માથું નમાવીને માંગવામાં આવે છે. યાદ રાખશો તો જીવનમાં ઘણું બધું મેળવી શકશો.

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલાં શાહરૂખ ખાન પોતાની પત્ની અને દીકરાની સાથે આઈપીએલ જોવા માટે દુબઇ ગયા હતા જ્યાં તેમની તસવીરો વાયરલ થઈ હતી. જેમાં તેમનો ખૂબ જ બદલાયેલ લુક નજર આવી રહ્યો હતો. શાહરૂખ ખાન છેલ્લે ૨૦૧૮ માં ઝીરો ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી નહી.

શાહરુખ ખાન એકવાર ફરી મોટા પડદા પર પરત આવી રહ્યા છે. આ વખતે તે સાઉથની ફિલ્મોના ફેમસ ડાયરેક્ટર એટલી ની આગામી ફિલ્મનો ભાગ બનશે. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *