પતિ : પુરાત્તત્વ વિભાગ વાળા લોકોને હજારો વર્ષ જુનું મહિલાનું જડબું મળ્યું, પત્નિ : તેમને કેવી રીતે ખબર પડી કે તે જડબું મહિલાનું જ છે?, પતિ : જડબું…

જોક્સ
ભુરો : પપ્પા, આપણે કાલે માલામાલ થઈ જઈશું.
પપ્પા : શું તેં કોઈ લોટરી ખરીદી છે?.
ભુરો : અરે નહી પપ્પા, આવતીકાલે શાળામાં ગણિતનાં ટીચર પૈસામાંથી રૂપિયા બનાવતા શીખવાડવાના છે.

જોક્સ
નિર્મલને ૨ કરોડની લોટરી લાગી.
લોટરીવાળા : ટેક્સ બાદ કરતા તમને ૧.૭૫ કરોડ મળશે.
નિર્મલ : આ તો ખોટું કહેવાય, મને પુરા 2 કરોડ આપો નહિતર મારી ટિકિટનાં ૧૦૦ રૂપિયા પાછા આપો.

જોક્સ
પત્નિ : એક ગેમ રમીએ. જે જીતે તેને આખું જીવન બીજાનું સાંભળવાનું.
પતિ : ઓકે, બોલ શું કરવાનું?.
પત્નિ : કલર બોલું તો તમારે ડાબી દિવાલને અડવાનું અને ફળનું નામ બોલું તો તમારે જમણી દિવાલને અડવાનું, ઓકે?.
પતિ : ઇઝી છે ઓકે. ચાલ બોલ હવે…
પત્નિ : ઓરેન્જ.
(હવે પતિ વિચારે છે કે કોની સાથે પંગો લઈ લીધો).

જોક્સ
ચંપક : મમ્મી, મને ૫૦૦ રૂપિયા આપો.
મમ્મી : ગઈકાલે તો આપ્યા હતાં, આજે તને ૧ રૂપિયો નહી મળે.
ચંપક : જો તું મને ૫૦૦ રૂપિયા આપીશ તો હું તને કહીશ કે, પપ્પા ગઈકાલે એકલા હતાં ત્યારે આપણી નોકરાણીને શું કહી રહ્યા હતાં.
મમ્મી : આ લે ૫૦૦ રૂપિયા, હવે જણાવ.
ચંપક : પપ્પા તેને કહી રહ્યા હતાં કે તું આજકાલ કપડા ચોખ્ખા કેમ નથી ધોતી.

જોક્સ
ભિખારી : શેઠજી ૫૦ રૂપિયા આપો.
શેઠ : આટલા પૈસા કેમ?.
ભિખારી : ફોનનું રીચાર્જ કરાવીને ગર્લફ્રેન્ડ સાથે વાત કરવી છે.
શેઠ : ભિખારીને પણ ગર્લફ્રેન્ડ?.
ભિખારી : સાહેબ, ગર્લફ્રેન્ડનાં ખર્ચાએ જ ભિખારી બનાવી દીધો છે.

જોક્સ
પતિ : પુરાત્તત્વ વિભાગ વાળા લોકોને હજારો વર્ષ જુનું મહિલાનું જડબું મળ્યું.
પત્નિ : તેમને કેવી રીતે ખબર પડી કે તે જડબું મહિલાનું જ છે?.
પતિ : જડબું હજુ પણ ચાલે છે.

જોક્સ
છગનને મેલેરિયા થઈ ગયો અને એ શરદીથી ધ્રુજી રહ્યો હતો.
મગન તરત જ તેને ડોક્ટર પાસે લઈ ગયો.
ડોક્ટર : શું થયુ છે?.
મગન : ડોક્ટર સાહેબ, બિમારી તો ખબર નથી પણ આ ભાઈ સવારથી જ વાઈબ્રેશન મોડ પર છે.

જોક્સ
દિકરો બિયર પી ને ઘરે આવ્યો અને પપ્પા ખીજાશે એ બીકથી લેપટોપ ખોલીને વાંચવા લાગ્યો.
પપ્પા : આજે પણ તું પી ને આવ્યો છે?.
દિકરો : ના પપ્પા ના, હું પી ને નથી આવ્યો એટલે તો વાંચી રહ્યો છું.
પપ્પા : તો પછી સુટકેસ ખોલીને કેમ વાંચે છે?.

જોક્સ
પપ્પુ તેમના ગ્રાહકોને : સૌથી શુદ્ધ માલ કોણ વેચે છે?.
ગપ્પુ : વીજળી વિભાગ.
પપ્પુ : એ કેવી રીતે?.
ગપ્પુ : કોઈપણ પ્લગમાં હાથ નાખીને જોવો તો ખબર પડશે.

જોક્સ ૧૦
શું તમે જાણો છો?, જે માણસ પોતાની પત્નિ સામે મોઢું નથી ખોલી શકતા,
એ રાત્રે જોરજોરથી નસકોરા બોલાવીને બદલો લે છે.

જોક્સ ૧૧
પતિ એ નવી કાર ખરીદી અને વિચાર્યું કે પત્નિને સરપ્રાઈઝ આપું.
ઘરે પહોંચતા જ પત્નિને જોરથી અવાજ લગાવતા કહ્યું,
ડાર્લિંગ, તારું આટલા વર્ષોનું સપનું આજે પુરું થઈ ગયું.
પત્નિ દોડતી-દોડતી રસોડામાંથી બહાર આવી અને બોલી,
હાય હાય, મારી “સાસુ માં” ને શું થઈ ગયું, સવારે તો એકદમ સાજા હતાં.

જોક્સ ૧૨
એક વખત એક પત્રકારે ચંપકને પુછ્યું કે, સર તમારા સુખી લગ્નજીવનનું રહસ્ય શું છે?.
ચંપક : મારી પત્નિ ને મોબાઇલ વાપરતા નથી આવડતું.

જોક્સ ૧૩
પપ્પુનું બ્રેકઅપ થયું તો તેણે શાયરી લખી,
છોકરીઓને ક્યારેય પણ પ્રેમ ના કરવો,
કારણ કે તે દેખાય છે હીર જેવી પણ હોય કે ખીર જેવી,
આપણા દિલમાં ખુંચે છે તીર જેવી અને અંતમાં હાલત કરી દે છે ફકીર જેવી.

જોક્સ ૧૪
રાજુને ૧ કરોડનો સવાલ પુછવામાં આવ્યો કે,
પત્નિનાં પગ દબાવવા સેવા છે કે પ્રેમ?.
જવાબ હતો : પત્નિ પોતાની હોય તો સેવા અને બીજાની હોય તો પ્રેમ.

જોક્સ ૧૫
પત્નિએ રાત્રે ૨ વાગ્યે પતિ ને ઊંઘમાંથી જગાડીને પુછ્યું,
૨૦૦૩ ના વર્લ્ડકપમાં સચિને પાકિસ્તાન સામે કેટલા રન બનાવ્યા હતાં?.
પતિ : ૯૮. પણ અત્યારે આ સવાલ કેમ પુછી રહી છે?.
પત્નિ : તમને રન યાદ છે પણ ગઈકાલે મારો બર્થ-ડે જતો રહ્યો તે યાદ નહોતો.
પતિ ને આખી રાત ઊંઘ ના આવી.