મેષ થી કર્ક રાશિ સાપ્તાહિક રાશિફળ ૨૮ થી ૦૪ ડિસેમ્બર ૨૦૨૨ : આ અઠવાડિયામાં આ રાશિ વાળા લોકોને એટલા પૈસા મળશે કે સાચવી પણ નહિ શકે

Posted by

મેષ રાશિ

મેષ રાશિ વાળા લોકો માટે આ અઠવાડિયું ગુડલક લઈને આવશે. અઠવાડિયાની શરૂઆતથી જ તમને તમારા કામ માં મનગમતી સફળતા મળવાની શરૂ થઈ જશે. કામનાં ક્ષેત્રમાં જુનિયર લોકોની સાથે સાથે સિનિયર લોકો પણ તમારા પર મહેરબાન રહેશે. આ દરમિયાન કોઈ વડીલ વ્યક્તિની સલાહ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે. જમીન-સંપતિ કે પછી પૈતૃક સંપત્તિ સાથે જોડાયેલો કોઈપણ નિર્ણય લેતા સમયે તમારા શુભચિંતકોની સલાહ લેવાનું ભુલવું નહિ. અઠવાડિયાનાં મધ્યમાં કરિયર, વ્યવસાયની બાબતમાં લાંબી કે નાની યાત્રા સંભવ છે, આ યાત્રા સુખદ તથા લાભદાયક સાબિત થશે. આ સમય વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે અત્યંત શુભ રહેવાનો છે.

આ સમય માર્કેટિંગ અને કમિશન પર કામ કરવાવાળા લોકો માટે પણ લાભપ્રદ સાબિત થશે. અઠવાડિયાનાં અંતમાં પિતાના સહયોગથી તમે ઘર-પરિવાર સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય લેવામાં સફળ રહેશો. કુંવારા લોકોનાં આ અઠવાડિયે લગ્ન નક્કી થઈ શકે છે. પ્રેમ સંબંધમાં ચાલી રહેલા લોકોનો પરિવાર તેમને લગ્ન માટે મંજુરી આપી શકે છે. તમારું લગ્નજીવન સુખમય રહેશે. અઠવાડિયાનાં અંતમાં મિત્રો કે પછી પરિવાર સાથે કોઈ તીર્થયાત્રા પર નીકળી શકો છો. નાની-મોટી મુશ્કેલીઓને છોડી દો તો આ અઠવાડિયામાં તમારું સ્વાસ્થય સામાન્ય રહેવાનું છે.

ઉપાય – દરરોજ લાલ ચંદનનું તિલક લગાવો અને પુજામાં રુદ્રાક્ષની માળાથી “ઓમ હનુમંતે નમઃ” મંત્રનો વધારેમાં વધારે જાપ કરો.

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા લોકો માટે આ અઠવાડિયું સામાન્ય સાબિત થશે. અઠવાડિયાની શરૂઆતમાં ઋતુની અથવા જુની બિમારીઓ ફરીથી સામે આવવાનાં કારણે તમને શારીરિક તથા માનસિક કષ્ટ થઈ શકે છે. સ્વાસ્થ્ય સાથ ના આપવા પર તમારા કામ પેંડિંગ રહી શકે છે. આ અઠવાડિયે તમારે તમારા ખુલ્લા હાથે ખર્ચાઓ કરવાની આદતથી બચવું પડશે નહિતર તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન લોટરી કે પછી કોઈ જોખમ ભરેલી યોજનામાં પૈસાનું રોકાણ કરવું નહિ. ભાગ્ય સાથ ના આપવાનાં કારણે વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ પોતાનાં પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપવી પડશે.

આર્થિક દ્રષ્ટિએ આ અઠવાડિયું તમારા માટે ઉતાર-ચઢાવ વાળું રહેવાનું છે. અમુક જરૂરી કામ કરવા માટે તમારે આ અઠવાડિયે તમારૂ ભેગું કરેલું ધન પણ ખર્ચ કરવું પડશે. આ સમય કામ કરતી મહિલાઓ માટે થોડો મુશ્કેલ રહેવાનો છે. જો તમે કોઈની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા ઈચ્છી રહ્યા છો તો તમારે અનુકુળ સમયની હાલમાં રાહ જોવી જોઈએ અને જો તમે પહેલાથી પ્રેમ સંબંધમાં છો તો તમારે સમજી-વિચારીને આગળ વધવું પડશે. ખાટી-મીઠી તકરાર સાથે તમારું લગ્નજીવન સામાન્ય રહેશે.

ઉપાય – દરરોજ દેવી દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને કન્યાઓને મીઠી વસ્તુઓ ખવડાવીને તેનાં આશીર્વાદ લો.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકો માટે આ અઠવાડિયું શુભ અને સૌભાગ્ય સાથે લઈને આવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં સંતાન સાથે જોડાયેલી કોઈ ખુશખબરી મળી શકે છે, જેનાથી સમાજમાં તમારૂ માન-સન્માન વધશે. કામનાં ક્ષેત્રમાં તમારા સિનિયર તમારા પર મહેરબાન રહેશે. ટ્રાન્સફર કે પ્રમોશન થવાની તમારી ઈચ્છા પુરી થઈ શકે છે. જો તમે  રોજગાર માટે પ્રયાસ કરી રહ્યાં છો તો તમને મનગમતી નોકરી મળી શકે છે. પ્રતિયોગિતા પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મનગમતી સફળતા મળશે. યુવાનોનો મોટાભાગનો સમય મોજ-મસ્તી કરવામા પસાર થશે.

જો તમે લાંબા સમયથી જમીન-સંપતિનાં કામની યોજનાઓ બનાવી રહ્યા હતાં તો આ અઠવાડિયે તમારી તે ઈચ્છા પુરી થઈ શકે છે. અઠવાડિયાનાં ઉત્તરાર્ધમાં કોઈ પ્રિય મિત્ર કે પરિજન તરફથી લાંબા સમય બાદ તમારી મુલાકાત થશે અને તેની સાથે સુખદ સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધ પ્રગાઢ થશે. લગ્નજીવન સુખમય રહેશે. કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેતા સમયે જીવનસાથીનો પુરો સહયોગ મળશે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

ઉપાય – દરરોજ ભગવાન શ્રી વિષ્ણુની પુજામાં નારાયણ કવચનો પાઠ કરવો અને તુલસીની સેવા કરવી.

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા લોકો માટે આ અઠવાડિયું થોડું ઉતાર-ચઢાવ સાબિત થઈ શકે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં તમારે નાના-મોટા કામ માટે વધારે ભાગદોડ કરવી પડશે. ઘરની કોઈ મહિલા સદસ્યનાં સ્વાસ્થ્ય પણ તમારી ચિંતાનું કારણ બની શકે છે. કામનાં ક્ષેત્રમાં સિનિયરોનો સહયોગ ના મળવા પર તમારું મન થોડું ચિંતિત રહેશે. આ અઠવાડિયે તમારે ઋતુની બિમારીઓ અને ખાવા-પીવાને લઈને વધારે સતર્ક રહેવાની જરૂર રહેશે નહિતર તમને શારીરિક કષ્ટ થઈ શકે છે. ખાવા-પીવામાં એવી વસ્તુઓનું સેવન ના કરવું કે જેનાથી તમને પેટ સંબંધિત મુશ્કેલીઓ ઉભી થવાની આશંકા રહી શકે છે.

અઠવાડિયાનાં મધ્યમાં વ્યવસાય સાથે જોડાયેલા લોકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મંદી અને માર્કેટમાં ફસાયેલા પૈસાને લઈને તમારું મન થોડું ચિંતત રહેશે. જો પૈતૃક સંપત્તિ કે પછી કોઈ ઘરેલું વિવાદ ચાલી રહ્યો છે તો તેને કોર્ટ-કચેરીમાં લઈ જવાની જગ્યાએ પરસ્પર વાતચીત દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવો નહિતર તમારે લાંબા સમય સુધી તેનાથી પરેશાન રહેવું પડશે. પ્રેમ સંબંધને મજબુત રાખવા માટે લવ પાર્ટનરની ભાવનાઓને નજરઅંદાજ કરવી નહિ. મુશ્કેલ સમયમાં જીવનસાથીનો સાથ તમને હુંફ પ્રદાન કરશે.

ઉપાય – દરરોજ શિવલિંગ પર તાંબાના લોટાથી જળ ચઢાવવું અને “ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ રુદ્રાક્ષની માળાથી કરવો.