મેષ થી કર્ક રાશિ સુધીનું માસિક રાશિફળ ડિસેમ્બર ૨૦૨૨ : ડિસેમ્બર મહિનામાં કોઈપણ દિવસે આ રાશિ વાળા લોકો ઉપર માતા લક્ષ્મીની કૃપા થઈ શકે છે

Posted by

મેષ રાશિ

મેષ રાશિ વાળા લોકો માટે ડિસેમ્બર મહિનો ખુબ જ શુભ સાબિત થશે. મહિનાની શરૂઆતથી જ તમને તમારા કામમાં ઈચ્છિત પરિણામ મળવાનું શરૂ થઈ જશે. તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. લાભ થવાનાં યોગ બની રહ્યાં  છે. ડિસેમ્બર મહિના દરમિયાન તમે તમારી બુદ્ધિ, અંતરાત્મા અને વાણીથી તમામ કાર્યોને પુરા કરી શકશો. વ્યાવસાયિક રીતે કમિશન, કરાર કામદારો અને સલાહકારો માટે આ સમય ખુબ જ શુભ રહેશે. આ સમય દરમિયાન કારકિર્દી અને વ્યવસાયને આગળ વધારવાની ઘણી તક મળશે. બેરોજગાર લોકોને રોજગાર મળશે. મહિનાના મધ્યમાં જ્યારે સુર્ય ધન રાશિમાં ગોચર કરશે ત્યારે તમારું મન ધાર્મિક કાર્યોમાં ખુબ જ વ્યસ્ત રહેશે. આ સમય દરમિયાન તીર્થયાત્રાનાં યોગ બનશે. જે લોકો વિદેશમાં કારકિર્દી અને વ્યવસાય માટે પ્રયત્નશીલ છે, તેમનાં માર્ગમાં આવતા તમામ અવરોધો દુર થશે. પારિવારિક કોઈ સમસ્યાનાં સમાધાનમાં તમને તમારા પિતાનો વિશેષ સહયોગ મળશે.

આ સમય દરમિયાન તમે કરજ અને રોગમાંથી મુક્તિ મેળવી શકશો. સમાજમાં માન-સન્માન વધશે. જમીન અને મકાનનાં ખરીદ-વેચાણથી લાભ થશે. વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજનાઓ સફળ થશે. ડિસેમ્બરનાં ઉત્તરાર્ધમાં સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળશે. પારિવારિક સુખની દ્રષ્ટિએ આ સમય તમારા માટે અનુકુળ કહી શકાય. માંગલિક કાર્યક્રમો ઘરે બેઠા પુરા થશે. કુંવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. જે લોકો પ્રેમ સંબંધમાં છે, તેમનાં લગ્ન નક્કી થઈ શકે છે. સાથે જ પરણિત લોકો પણ પોતાનાં જીવનસાથી સાથે ખુશીની ક્ષણો પસાર કરશે. મહિનાનાં ઉત્તરાર્ધમાં પરિવાર સાથે પિકનિક સ્પોટ કે ટુરિસ્ટ એરિયામાં જવાનો પ્રોગ્રામ થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

ઉપાય : દરરોજ શિવલિંગ પર જળ અને બેલપત્ર ચઢાવીને રુદ્રાષ્ટકણનો પાઠ કરો અને પંચમુખી રૂદ્રાક્ષની માળા ધારણ કરો.

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા લોકો માટે વર્ષનો છેલ્લો મહિનો મિશ્રિત રહેવાનો છે. આ મહિને તમારે તમારા પૈસા, સ્વાસ્થ્ય અને સમયનું સારી રીતે સંચાલન કરવું પડશે. મહિનાની શરૂઆતમાં સિઝનલ બિમારીઓ કે કોઈ લાંબી બિમારીનાં ઉદભવનાં કારણે તમને શારીરિક-માનસિક તકલીફ થઈ શકે છે. જો તમારું સ્વાસ્થ્ય સારું ના હોય તો તમારા કામ પર પણ અસર પડી શકે છે. જીવનમાં અચાનક સમસ્યાઓનાં કારણે તમારું મન પણ પરેશાન રહેશે. આ સમય દરમિયાન તમારા આહાર પર ખાસ ધ્યાન આપવું અને દવાઓ સમયસર લેતી રહેવી. જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા છો તો તમારે આ સમય દરમિયાન કોઈપણ યોજના અથવા વ્યવસાયમાં પૈસાનું રોકાણ કરતા પહેલા તમારા શુભેચ્છકોની સલાહ લેવી જ જોઇએ. નોકરીયાત લોકોએ પણ પોતાનું કામ પોતાના કામનાં ક્ષેત્રમાં કોઈ બીજા પર છોડી દેવાને બદલે પોતાના કામને વધારે સારી રીતે કરવાનાં પ્રયાસ કરવો જોઈએ. મહિનાના મધ્યમાં તમારે કોઈપણ કામમાં ઉતાવળ કરવી નહીં નહિતર તમારા દ્વારા કરવામાં આવેલા કામ બગડી શકે છે.

આ સમય દરમિયાન વાહન ખુબ જ સાવધાનીપુર્વક ચલાવવું નહિતર ઇજા થવાની સંભાવના રહેલી છે. જોકે પરીક્ષા-સ્પર્ધાની તૈયારી કરનારા લોકો માટે ડિસેમ્બર મહિનો ખુબ જ શુભ સાબિત થશે. આ સમય દરમિયાન તમને કોઈ મોટી સફળતા મળી શકે છે. એકંદરે મહિનાનાં પુર્વાર્ધની સરખામણીએ મહિનાનો ઉત્તરાર્ધ તમને થોડો રાહત આપનારો રહેશે. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ આ મહિને તમારે ખુબ જ કાળજી સાથે આગળ વધવાની જરૂર રહેશે. જો તમે કોઈને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે અનુકુળ સમય આવવાની રાહ જોવી પડશે. સાથે જ પહેલેથી જ પ્રેમ સંબંધમાં રહેલા લોકોએ પોતાનાં લવ પાર્ટનરની ભાવનાઓને નજરઅંદાજ કરવાથી બચવું પડશે નહિતર તમારા સંબંધ તુટી પણ શકે છે. લગ્નજીવનને ખુશહાલ બનાવવા માટે નાની-નાની વાતોને ધ્યાનમાં ના લેવી તમારા માટે સારું રહેશે.

ઉપાય : ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પુજા કરો અને દરરોજ નારાયણ કવચનો પાઠ કરો.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકો માટે વર્ષનો છેલ્લો મહિનો મિશ્રિત સાબિત થશે. ડિસેમ્બરની શરૂઆતમાં તમને ઘર અને બહાર બંને જગ્યાએ બધા લોકોનો સંપુર્ણ સહયોગ મળશે. ઓફિસનાં બોસની કૃપા થશે અને પ્રમોશન થવાનાં યોગ બનશે. પરીક્ષા-સ્પર્ધાની તૈયારી કરનારા લોકો માટે પણ આ સમય ખુબ જ શુભ સાબિત થશે. લાંબા સમય સુધી ઈચ્છિત સ્થાન પર સ્થાનાંતરણની ઈચ્છા પુરી થશે. જે લોકો પોતાનો વ્યવસાય વધારવા માંગે છે, તેમના માટે આ સમય શુભ રહેશે. આ સમય દરમિયાન નવી દુકાન કે નવો બિઝનેસ શરૂ થવાનાં યોગ બનશે. જોકે આવું કરતી વખતે તમારે તમારા શુભેચ્છકોની સલાહ લેવી જ જોઇએ. ડિસેમ્બરનાં બીજા સપ્તાહમાં પરિવાર સાથે અચાનક ટુંકા કે લાંબા અંતરની મુસાફરીની શક્યતા રહેશે. આ યાત્રા સુખદ અને મનોરંજક સાબિત થશે. મહિનાનો મધ્ય ભાગ તમારા માટે થોડો પડકારજનક રહી શકે છે. આ સમય દરમિયાન તમારે કામનાં ક્ષેત્રમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વિરોધીઓ તમારા કામમાં અવરોધ ઉત્પન્ન કરવાનું કામ કરી શકે છે. આ સમય દરમિયાન તમને તમારા વડીલ લોકોનો ઓછો સહયોગ મળશે. આવી સ્થિતિમાં તમે હંમેશાં અનુભવશો કે તમારા કામને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે. જોકે આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ટકી શકશે નહી, તેથી તમે ધીરજ થી તમારા કામ ને વધારે સારી રીતે કરવાનાં પ્રયાસ કરશો. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ આ સમયગાળા દરમિયાન પૈસાની લેવડદેવડમાં વિશેષ કાળજી લેવાની જરૂર રહેશે. જોખમી યોજના અથવા વ્યવસાયમાં પૈસાનું રોકાણ કરવું નહિ. આ મહિને પ્રેમ સંબંધમાં કોઈ મોટું પગલું ભરતા પહેલા તમારે ૧૦૦ વાર વિચારવાની જરૂર પડશે નહિતર બાદમાં તમારે જ પસ્તાવું પડી શકે છે. તમારા લગ્નજીવનમાં નાની-નાની વાતોને લઈને વિવાદ ચાલુ રહેશે. સંતાન સાથે પણ વૈચારિક મતભેદ પણ થઈ શકે છે.

ઉપાય : દરરોજ દુર્વા ચઢાવીને ગણપતિજીની પુજા કરો અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કરો.

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા લોકો માટે વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર મિશ્રિત પરિણામ આપશે. જોકે મહિનાની શરૂઆતમાં તમને તમારા કાર્યમાં ઇચ્છિત સફળતા મળશે અને આ સમય દરમિયાન અસરકારક વ્યક્તિની મદદથી કોઈ મોટી સમસ્યા હલ થવા પર તમારું મન હળવું થશે. આ સમય દરમિયાન તમને મિત્રો અને સંબંધીઓનો સંપુર્ણ સહયોગ પણ મળશે. પૈતૃક સંપત્તિની પ્રાપ્તિમાં આવતી અડચણો દુર થશે. નોકરિયાતો લોકો માટે પણ આ સમય અનુકુળ રહેશે. કોઈ મોટા પ્રોજેક્ટની જવાબદારી મળી શકે છે. મહિનાનાં મધ્યમાં તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે નહિતર નબળા સ્વાસ્થ્યનાં કારણે તમારા કામ પર અસર પડશે એટલું જ નહી મોટી તક પણ તમારા હાથમાંથી નીકળી શકે છે. આ સમય દરમિયાન ઘર અને બહાર બંને જગ્યાએ નાની-નાની બાબતોમાં વિવાદ કરવાને બદલે લોકોની વાતોને ધ્યાનમાં ના લેવી વધારે સારું રહેશે.

ડિસેમ્બરનાં ત્રીજા મહિનામાં અચાનક પરિવાર સાથે ક્યાંક ફરવાનો કાર્યક્રમ બની શકે છે. જોકે પિકનિક ટુર કરતી વખતે તમારે તમારા સ્વાસ્થ્ય અને સામાનનું સંપુર્ણ ધ્યાન રાખવું પડશે. આ સમય દરમિયાન તમારે તમારી દિનચર્યા અને આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે. મહિનાનાં ઉત્તરાર્ધમાં નોકરીયાત લોકોને મનગમતું પ્રમોશન મળી શકે છે. જો તમે તમારા વ્યવસાયને બદલવા અથવા વધારવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકુળ રહેશે. પ્રેમ સંબંધની દ્રષ્ટિએ આ મહિને તમારે પ્રેમમાં થોડું આગળ વધવાની જરૂર રહેશે. તમારા પ્રેમ સંબંધ પ્રત્યે પ્રામાણિક બનવું નહિતર તમારા સંબંધો તુટી શકે છે. એક્સ્ટ્રા અફેર જેવી સમસ્યાઓ તમારા લગ્નજીવનને પર પણ ખરાબ અસર કરી શકે છે. જીવનસાથીની લાગણીઓ અને જરૂરિયાતોને ભુલીમાં અવગણવી નહિ.

ઉપાય : દરરોજ ભગવાન શિવજીની પુજા કરવી અને શિવ ચાલીસાનો પાઠ કરવો.