મેષ થી કન્યા રાશિનું માસિક લવ રાશિફળ ડિસેમ્બર ૨૦૨૨ : ડિસેમ્બર મહિનો આ રાશિ વાળા પ્રેમીઓ માટે અત્યંત કષ્ટદાયક રહેશે, સંબંધોમાં મતભેદ વધી શકે છે

Posted by

મેષ રાશિ

ડિસેમ્બર મહિનામાં મેષ રાશિ વાળા યુવાનો પ્રેમ સંબંધિત બાબતોમાં લગ્નની વાતને આગળ વધારી શકે છે અને બની શકે છે કે તમે તેમની સાથે લગ્ન કરી લો જેથી કરીને તમારા બંને વચ્ચેનો સંબંધ આગળ વધી શકે. આ સમયમાં પ્રેમમાં સત્યને આગળ રાખીને વધવાનું રહેશે. તમે બંને તમારા સંબંધોને લઈને ખુબ જ ગંભીર હશો અને સાથે જીવવા અને મરવાનું વચન લેશો. તમારા સંબંધોમાં રોમાન્સ પણ જોવા મળશે અને એકબીજા પ્રત્યે પ્રેમની લાગણી પણ જોવા મળશે. બંને સારા મિત્રોની જેમ પણ વર્તશે અને સુખ-દુ:ખમાં એકબીજાની મદદ કરશે. લવ લાઈફમાં ઉતાર-ચઢાવ અને કેટલીક અડચણો આવશે તેમ છતાં પણ તમારા તમે પ્રિયતમની નજીક આવી શકશો. બંને એકબીજા પર વિશ્વાસ કરશે અને તમારો સંબંધ આવી રીતે જ આગળ વધશે.

વૃષભ રાશિ

આ રાશિ વાળા લોકોને તેમની પસંદગીનાં વ્યક્તિ સાથે લગ્ન કરવામાં સફળતા મળી શકે છે એટલે કે તમે તમારા પ્રિયને લગ્ન માટે મનાવી શકશો અને તમે તેમની સાથે લગ્ન કરી શકો છો. જે લોકો હજુ કુંવારા છે તેઓ પણ ડિસેમ્બર મહિનામાં લગ્ન કરી રહ્યા શકે છે અને તેમનાં લગ્ન થવાની પણ શક્યતા છે. પ્રેમ જીવન માટે ડિસેમ્બર મહિનો તમારા અનુકુળ રહેશે અને તમને તમારા મનની દરેક ઈચ્છાઓ પુરી કરવાની તક મળશે. તમે તમારા દિલની બધી વાતો તમારા પ્રિયને કહી શકશો અને તેમનાં દિલમાં પણ સ્થાન બનાવી શકશો. તમે બંને એકસાથે મંદિર અથવા ફરવા લાયક પ્રવાસ પર પણ જઈ શકો છો. તમે એકબીજા સાથે જેટલો વધારે સમય પસાર કરશો એટલો જ તમારો સંબંધ પરિપક્વ બનશે.

મિથુન રાશિ

મિથુન રાશિ વાળા લોકોની આ મહિનાની શરૂઆતમાં પ્રેમ સંબંધીત બાબતોમાં મિશ્રિત સ્થિતિ રહેશે અને ઉતાર-ચઢાવ આવતા રહેશે. એક તરફ તમે તમારા સંબંધોમાં રોમાન્સ અને પ્રેમની લાગણી અનુભવશો તો બીજી તરફ અહમની ટક્કર અને એકબીજાને ના સમજી શકવાનાં કારણે તમે થોડી ઉદાસી પણ અનુભવશો. તે તમારા સંબંધોને અસર કરશે તેથી જો તમે ઇચ્છતા ના હોવા છતાં પણ તમારી વચ્ચે દલીલો થઈ શકે છે. મહિનાનાં મધ્ય ભાગમાં સ્થિતિ સામાન્ય થઈ જશે પરંતુ તમારે તમારા પ્રિયને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે શું ઇચ્છે છે અને તેના વિચારો શું છે તેના પર થોડું ધ્યાન આપવાની જરૂર રહેશે. જો તમે આ કામ કરી શકશો તો તમે તમારા પ્રિયને સારી રીતે સમજી શકશો અને બાદમાં તમે તમારા સંબંધને ખરા અર્થમાં સંભાળી શકશો નહિતર સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે. જો તમે સંબંધમાં સાચા હશો તો તમારો સંબંધ ચાલુ રહેશે નહિતર તમારા માટે સમસ્યા વધી શકે છે.

કર્ક રાશિ

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં તમારા બંને વચ્ચે તણાવ વધી શકે છે પરંતુ બાદમાં તમારા પ્રેમ સંબંધ મજબુત બનશે. બંને એકબીજાનાં પ્રેમમાં જોવા મળશે અને પ્રેમની પીડા વધારવાની સાથે જીવનમાં આગળ વધશે. તમારી વચ્ચેની કેમિસ્ટ્રી ખુબ જ સારી રહેશે અને તમારી વાતો લોકોનાં મન પર રહેશે, જે તમારી લવ લાઇફને ખુબ જ મોહક રીતે આગળ વધારશે. તમે એકબીજા સાથે તમારા મનની વાત શેર કરી શકશો. તમારા સંબંધોમાં રોમાન્સ પણ આવશે. ક્યાંક ફરવા જવું કે બહાર જમવા જવું કે પછી પ્રેમી-પ્રેમિકા વચ્ચે બનતી તમામ બાબતો, તમે તે બધી વસ્તુઓનો આનંદ માણશો અને તમારી લવ લાઇફને ખુબ જ સારી રીતે પસાર કરશો પરંતુ મહિનાના અંતમાં લવ લાઇફમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. જોકે તમે તમારી સમજણ સાથે તે પડકારોમાંથી બહાર આવશો. તેનાં માટે તમારે સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અને ચર્ચા કરવી જોઈએ.

સિંહ રાશિ

સિંહ રાશિ વાળા લોકોની લવ લાઈફમાં મહિનાની શરૂઆતમાં ઉતાર-ચઢાવ જોવા મળશે અને તણાવ વધવાની સંભાવના રહેલી છે. તમારા અને તમારા પ્રિય વચ્ચે પરસ્પર સમજણનો અભાવ રહેશે અને એકબીજાને ના સમજી શકવાનાં કારણે તમારી વચ્ચે મતભેદ  વધી શકે છે પરિણામે સંબંધોમાં સમસ્યાઓ આવશે અને તમારા સંબંધો સમસ્યાઓથી ઘેરાયેલા રહી શકે છે. મહિનાનાં અંતમાં સંબંધોમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે તેથી તમારે આ સમગ્ર મહિના દરમિયાન તમારી લવ લાઇફને સંભાળવાનો પ્રયાસ કરવો જોઈએ અને એવી કોઈપણ પરિસ્થિતિથી બચીને રહેવું જોઈએ, જેનાથી તમારા સંબંધોમાં વાદવિવાદ ના વધે. જો તમે આવું કરો છો તો બાદમાં તમે સંબંધોને બચાવી શકો છો.

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા લોકોને લવ લાઈફમાં સંઘર્ષ કરવો પડી શકે છે. તમારી અને તમારી પ્રિયતમા વચ્ચે લાગણીઓને લઈને તકરાર થઈ શકે છે અને એકબીજાને ના સમજી શકવાનાં કારણે મતભેદ વધી શકે છે, જે તમારા સંબંધો માટે હાનિકારક સાબિત થઈ શકે છે તેથી વિવાદ વધે તે પહેલાં તમારે તેનો કોઈ માર્ગ શોધી કાઢવો જોઈએ અને પરસ્પર વાતચીત દ્વારા એકબીજાને સમય પણ આપવો જોઈએ પરંતુ કોઈપણ પ્રકારની ધમાલ કરવાથી બચવું જોઈએ. એકબીજા સાથે પ્રેમથી વાત કરો અને થોડો સમય પસાર કરો. તેનાથી તમારી વચ્ચેની સમસ્યાઓ પણ દુર થશે અને સંબંધ પણ સારો રહેશે.