વિકેટ લેતા જ ઘમંડી બની ગયો સચિનનો લાડલો, આઇપીએલમાં પોતાનાં સિનિયર ખેલાડીને ચાલું મેચમાં જ કહ્યા અપશબ્દો, વિડીયોમાં તમે પણ જોઈ લો અર્જુન તેંડુલકરની હરકત

Posted by

કહેવાય છે કે સફળતા જ્યારે તમારા મગજમાં ચડી જાય છે ત્યારે તમે ઘમંડી બની જાવ છો. પછી તમારું વર્તન પણ બદલાય જાય છે. જ્યારે એક સફળ વ્યક્તિ એ હોય છે, જે સફળતા અને પૈસાને ક્યારેય પોતાનાં મગજમાં ચઢવા દેતો નથી પરંતુ દરેક લોકો આ કળામાં નિષ્ણાત હોતા નથી. ખાસ કરીને યુવાનો યુવાનીમાં જલ્દી ઝડપથી ગુસ્સે થઈ જાય છે. હવે તમે જ અહી જોઈ લો ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનાં પુત્ર અર્જુન તેંડુલકરને.

હાલમાં જ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ ની ૩૧ મી મેચ રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે મોટો સ્કોર ખડક્યો હતો. તેનું એક કારણ સચિનનાં પ્રિય અર્જુન તેંડુલકરની નબળી બોલિંગ પણ હતી. મેચ દરમિયાન અર્જુન પોતાના સાથી વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને પણ ગાળો આપતો જોવા મળ્યો હતો. હવે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે પંજાબ કિંગ્સ ટોસ હારી ગઈ હતી અને તે મેદાન પર પહેલા બેટિંગ કરવા માટે ઉતરી હતી. શરુઆતમાં તેને રન બનાવવા માટે ભારે મહેનત કરવી પડી હતી પરંતુ ત્યારબાદ સેમ કરને ૫૫ રનમાં સ્કોરબોર્ડને ૨૦૦ ને પાર પહોંચાડી દીધું હતું. સાથે જ તેણે હરપ્રીત સિંહ સાથે સારી ભાગીદારી પણ કરી હતી. આ રીતે પંજાબ કિંગ્સે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૧૪ રનનાં સ્કોરને સ્પર્શ કર્યો હતો.

આ સમય દરમિયાન મુંબઇ ઇન્ડિયનનો ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકર પોતાની ટીમ માટે ખુબ જ ખર્ચાળ સાબિત થયો હતો. તેની બોલિંગ પર ખુબ જ રન બન્યા હતાં. તેણે ૩ ઓવરમાં ૪૮ રન ખર્ચી નાખ્યા હતાં અને તેણે માત્ર એક જ વિકેટ લીધી હતી પરંતુ આ એક વિકેટ લીધા બાદ પણ તેના મગજમાં ઘમંડ ચડી આવી ગયું હતું. તે મેદાનની વચ્ચે તેના સિનિયર ખેલાડી ઇશાન કિશનને ગાળો આપતો જોવા મળ્યો હતો.

બન્યું એવું કે અર્જુન ૧૫ મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. અહીં તે ઇશાનને પોતાના પ્રમાણે ફિલ્ડિંગ માટે સેટ કરવા માંગતો હતો પરંતુ ઈશાન તેની વાત બરાબર સમજી શક્યો નહીં. આવી સ્થિતિમાં અર્જુને તેને કેટલાક અપશબ્દો કહ્યા હતાં. હવે તેની આ શરમજનક હરકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેની હરકતની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અર્જુનના મગજમાં સફળતા ચડી ગઇ છે. તેને પોતાના સિનિયરોની પણ કદર નથી. અગાઉ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમ્યું હતું ત્યારે પણ અર્જુનનું આવું જ રૂપ જોવા મળ્યું હતુ. બન્યું એવું કે કેમેરામેન વારંવાર અર્જુન પર ધ્યાન આપી રહ્યો હતો. તે તેનું રીએકશન લેવા માંગતો હતો પરંતુ તેની હરકતથી અર્જુન ગુસ્સે થઈ ગયો હતો અને કેમેરામેનને અપશબ્દો કહ્યા હતાં. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે.