આશિષ વિદ્યાર્થીએ ૬૦ વર્ષની ઉંમરમાં કર્યા બીજા લગ્ન, રૂપાલી બરૂઆને બનાવી બીજી પત્નિ, જાણો શું કરે છે તેમની પત્નિ

Posted by

આશિષ વિદ્યાર્થી બોલિવુડ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેમણે હિન્દીની સાથે-સાથે તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષાની ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે. મોટાભાગની ફિલ્મોમાં અભિનેતા આશિષ વિદ્યાર્થીએ વિલનનો રોલ કર્યો હતો. આશિષ વિદ્યાર્થી એક સારા અભિનેતા હોવાની સાથે-સાથે મોટિવેશનલ સ્પીકર પણ છે. તેણે માત્ર પોતાની ફિલ્મો દ્વારા જ નહીં પરંતુ સમાજ પ્રત્યેનાં સારા કામ માટે પણ ખ્યાતિ મેળવી છે.

હિન્દી સિનેમાથી લઈને સાઉથ સિનેમા સુધી પોતાની ઓળખ બનાવનાર આશિષ વિદ્યાર્થી વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સમાચાર મુજબ ૬૦ વર્ષની ઉંમરે આશિષ વિદ્યાર્થીએ ફરી એકવાર લગ્ન કર્યા છે. તેણે ગુપ્ત રીતે બીજીવાર લગ્ન કર્યા છે. અભિનેતાનાં લગ્નની એક તસ્વીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે સતત વાયરલ થઇ રહી છે.

બોલિવુડ અભિનેતા આશિષ વિદ્યાર્થીએ ૬૦ વર્ષની ઉંમરે ફરી એકવાર લગ્ન કર્યા છે. આશિષ વિદ્યાર્થીએ આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક નજીકનાં સંબંધીઓની હાજરીમાં તેઓએ કોર્ટ મેરેજ કર્યા છે. આ કપલે ૨૫ મે ના રોજ પોતાના નજીકના લોકોની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા હતાં, જેની કેટલીક તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આ તસ્વીરોને જોઇને સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ જાય છે. આ તસ્વીરોમાં વરરાજા આશિષ વિદ્યાર્થી પોતાની નવવધુ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર આશિષ વિદ્યાર્થી અને રૂપાલી બરુઆએ કોલકાતામાં લગ્ન કર્યા છે. આશિષ અને રૂપાલીનાં લગ્નનાં ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે આશિષ વિદ્યાર્થી ઓફ વ્હાઈટ કુર્તાની સાથે લુંગી પહેરેલા જોવા મળી રહ્યા છે.

તેની સાથે જ આશીષ વિદ્યાર્થીની દુલ્હન પણ વ્હાઇટ શેડની સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે. આ તસ્વીરોમાં બંને ગળામાં માળા પહેરીને કેમેરા સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રૂપાલી આસામની ફેશન ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે. તે ગુવાહાટીની છે અને કોલકાતામાં ફેશન સ્ટોર ધરાવે છે. ખુબ જ ઓછા લોકો જાણે છે કે આશિષ વિદ્યાર્થીનાં પહેલા લગ્ન રાજોશી વિદ્યાર્થી સાથે થયા હતાં.

રાજોશી વિદ્યાર્થી અભિનેત્રી, ગાયિકા અને થિયેટર કલાકાર છે પરંતુ આ કપલનાં લગ્ન લાંબા સમય સુધી ના ચાલ્યા અને બંનેના ડિવોર્સ થઈ ગયા. વર્ષો સુધી સાથે રહ્યા બાદ બંનેએ છુટાછેડા લઈ લીધા અને અલગ થઇ ગયા. આશિષ અને રાજોશીને અર્થ નામનો એક પુત્ર છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આશિષ વિદ્યાર્થી છેલ્લે અમિતાભ બચ્ચન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ “ગુડબાય” માં જોવા મળ્યા હતાં. આશિષ વિદ્યાર્થીએ પોતાની લાંબી કારકિર્દીમાં ૧૧ ભાષાઓમાં ૨૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.