ભારતમાં આ જગ્યાએ પુરુષોની બોલી લાગે છે, કરોડપતિ ઘરની મહિલાઓ ખુલ્લેઆમ ખરીદે છે છોકરાઓ અને પછી કરે છે એવું કામ કે…

Posted by

દિલ્હીમાં તે બધી જ વસ્તુ સરળતાથી મળી જાય છે, જે અન્ય કોઈપણ રાજ્યમાં સરળતાથી મળતું નથી. અવરજવર વાળી દિલ્હીમાં લોકો રાત-દિવસ પોતાનાં કામમાં વ્યસ્ત રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દિલ્હીમાં એક એવી જગ્યા પણ છે જ્યાં જવાથી પુરુષો ડરે છે, મહિલાઓ નહી કારણ કે અહીં પુરુષોની બોલી લાગે છે. જીગોલો માર્કેટ દિલ્હી નામની આ જગ્યાએ પુરુષો જતા ડરે છે કારણ કે અહીં સાંજનાં સમયે જ છોકરાઓનું વેચાણ શરૂ થઈ જાય છે.

“પૈસા બડી ચીજ હૈ”. આવું તમે ઘણીવાર ફિલ્મોમાં સાંભળ્યું હશે અને દિલ્હીનાં યુવાનોમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે, જે પૈસા કમાવવા માટે કોઈપણ મર્યાદા પાર કરવા તૈયાર હોય છે. હકિકતમાં દિલ્હીનાં યુવાનો પૈસા કમાવવા માટે પોતાના શરીરનો સોદો કરવામાં પણ પાછળ હટતા નથી. જ્યારે દિલ્હીનાં રસ્તાઓ પર કોઈ ના હોય ત્યારે આ બજાર ભરાય છે. તમને જણાવી દઈએ કે આ યુવકોની બોલી એવી જ મહિલાઓ લગાવે છે, જેને આપણે સારા ઘરની કહીએ છીએ. આ મહિલાઓ પોશ વિસ્તારોમાં શિષ્ટ અને સૌમ્ય જીવન જીવતી હોવાનું કહેવાય છે.

દિલ્હીનાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં રાત્રે ૧૦ વાગ્યા બાદ છોકરીઓ નહી પરંતુ છોકરાઓ માટે જવું મુશ્કેલ બની જાય છે. છોકરાઓ આ વિસ્તારોમાં જતા ડરતા હોય છે. હકીકતમાં ત્યાં પુરુષોની બોલીઓ લાગે છે, સ્ત્રીઓની નહીં. દિલ્હીમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં પુરુષોનું બજાર સાંજ બાદ જ શરૂ થાય છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તારોને જીગોલો માર્કેટ કહેવામાં આવે છે. અહીં કરોડપતિ ઘરની મહિલાઓ પુરુષોને ખરીદવા આવે છે.

“જીગોલો માર્કેટ” માં પુરુષોને યોગ્ય ભાવ આપવામાં આવે છે. આ તમામ વ્યવસાય રાત્રે ૧૦ વાગ્યા બાદ શરૂ થાય છે અને સવારે ૪ વાગ્યા સુધી ચાલુ રહે છે. તમને જણાવી દઈએ કે જોકે આ બિઝનેસ ગુપ્ત રીતે કરવામાં આવે છે પરંતુ દિલ્હીનાં ઘણા વિસ્તારોમાં તે ખુલ્લેઆમ થાય છે. સરોજની નગર, લાજપત નગર, પાલીકા માર્કેટ અને કમલા નગર બજાર સહિત અનેક વિસ્તારોમાં રાત પડતા જ પુરુષોની બોલી લગવાનું ચાલું થઈ જાય છે.

થોડા કલાક માટે જીગોલો બુક કરવાની કિંમત ૧૮૦૦ થી ૩૦૦૦ રૂપિયા અને આખી રાત માટે ૮૦૦૦ રૂપિયા હોય છે. દિલ્હીનાં ઘણા યુવાનોએ આ વ્યવસાયને પોતાનો વ્યવસાય બનાવ્યો છે તો ઘણા પુરુષો તેમની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આવા કામ કરે છે. તમને જણાવી દઈએ કે અહીં ડીલિંગનું કામ સંપુર્ણપણે વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે. કમાણીનો ૨૦ ટકા ભાગ વ્યક્તિએ પોતાની સંસ્થાને આપવો પડે છે, જેની સાથે તે સંકળાયેલો હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જીગોલો પુરુષોની ઓળખ માટે તેમનાં ગળામાં રૂમાલ બાંધવામાં આવે છે. તેનાં પરથી જ તેની ઓળખ થાય છે. જણાવી દઈએ કે ક્યો છોકરો કેટલો મોંઘો છે, તે જીગોલો રૂમાલ પરથી જાણી શકાય છે.

છોકરાઓની બોલી માત્ર માર્કેટમાં જ નહી પરંતુ મોટા-મોટા ક્લબ, પબ અને કોફી હાઉસમાં પણ લાગે છે. આ જગ્યાએ પણ છોકરાઓને થોડા કલાકો માટે આખી રાત માટે બુક કરવામાં આવે છે. અહિયા છોકરાઓની કિંમત ૧૫૦૦ થી ૧૦ હજાર રૂપિયા સુધીની હોય છે. સાથે જ જે યુવાનોની બોડી ખુબ જ સુંદર હોય છે એટલે કે સિક્સ પેક ફીટ હોય છે, તેમને ૧૫ હજારથી ૨૦ હજાર રૂપિયા આપવામાં આવે છે. દિવસે ને દિવસે ઘણા છોકરાઓ પોતાની દરેક ઈચ્છાઓ પુરી કરવા માટે જાણી-જોઈને આવા ધંધામાં ફસાઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે આ બજાર દિલ્હીનાં મુખ્ય માર્ગો પર રાત્રે ચાલે છે.