બાળપણમાં ખૂબ જ ક્યુટ લાગતી હતી ઐશ્વર્યા રાય, વાઈરલ થઈ બચ્ચન પરિવારનાં વહુની તસ્વીરો

કોરોનાનું જોખમ હજુ સુધી જળવાયેલું છે અને દરરોજ દુનિયાભરના લાખો લોકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. જોકે હવે જીવન ધીમે-ધીમે ફરીથી સામાન્ય થઈ રહ્યું છે, તેથી લોકો ઘરોમાંથી બહાર નીકળી રહ્યા છે અને પોતપોતાનાં કામમાં પરત ફરી રહ્યા છે. સામાન્ય માણસની જેમ જ બોલિવૂડ સેલિબ્રિટી પણ હવે ફિલ્મો અને વેબસીરીઝની શૂટિંગમાં વ્યસ્ત છે. તેની વચ્ચે ઐશ્વર્યા રાયની અમુક અનદેખી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે, જેમને જોઈને ફેન્સ પણ આશ્ચર્યમાં પડી ગયા છે. ચાલો જોઈ લઈએ આખરે શું છે આ તસ્વીરોમાં ખાસ.

જુઓ નાની ઐશ્વર્યાની સુંદર તસ્વીરો

હકીકતમાં ઐશ્વર્યા રાય જેવી દેખાતી નાની ઐશ્વર્યાની અમુક ખૂબ જ સુંદર તસ્વીરો સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં છવાયેલી છે. આ તસ્વીરોને જોઇને ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે, તે ઘણી સુંદર છે તો વળી બીજા યૂઝરે લખ્યું કે, “આ બધો જ કમાલ બેબી ફિલ્ટરનો છે”.

ઐશ્વર્યાએ મોડેલિંગથી કરી હતી પોતાના કરિયરની શરૂઆત

વર્ષ ૧૯૭૩માં જન્મેલી ઐશ્વર્યા રાયને બાળપણથી જ મોડલિંગનો શોખ હતો. તેમણે પોતાના સ્કૂલના દિવસોથી જ મોડલિંગની શરૂઆત કરી દીધી હતી. તેમણે પોતાની સૌથી પહેલી એડ ફિલ્મ નવમા વર્ગથી કરી હતી. તેમાં તેમણે એક પેન્સિલની વિજ્ઞાપન કરી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૯૧માં ઐશ્વર્યાએ સુપરમોડલનો કોન્ટેસ્ટ જીત્યો હતો. તેવામાં તેને તેમના કરિયરના એક મહત્વની સફળતાના રૂપમાં પણ જોવામાં આવે છે.

હકીકતમાં ફોર્ડ દ્વારા ઓર્ગેનાઈઝ આ કોન્ટેસ્ટને જીતી લીધા બાદ તેમને વોગ મેગેઝિનના અમેરિકન એડિશનમાં જગ્યા મળી હતી. ત્યારબાદ તેમણે ક્યારેય પણ પાછળ ફરીને જોયું નથી અને વર્ષ ૧૯૯૩માં તે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન સાથે એક એડમાં નજર આવી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૯૪માં ઐશ્વર્યા રાયએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો અને દુનિયાભરમાં પોતાની સુંદરતાનો પરિચય આપ્યો. ત્યારબાદ તેમને ફિલ્મી દુનિયાથી પણ ઓફરો આવવા લાગી હતી.

અહીંયાથી શરૂ થયું ઐશ્વર્યાનું ફિલ્મી કરિયર

ઐશ્વર્યાએ વર્ષ ૧૯૯૭માં રિલીઝ થયેલી સાઉથ ઇન્ડિયન ફિલ્મ “ઇરુવર” થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. મણિરત્નમ નિર્દેશિત આ ફિલ્મમાં ઐશ્વર્યાની એક્ટિંગની ખુબ જ પ્રશંસા થઇ હતી. ઐશ્વર્યા રાયના ફિલ્મ ગુરુ મણિરત્નમને જ માનવામાં આવે છે. વર્ષ ૧૯૯૭માં સાઉથ ફિલ્મોમાં ડેબ્યુ કર્યા બાદ ઐશ્વર્યા ફિલ્મ “ઔર પ્યાર હો ગયા” થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું. આ ફિલ્મમાં ઐશ્વર્યાના ઓપોઝિટ બોબી દેઓલ હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી નહી.

ઐશ્વર્યાને સાચી ઓળખ સંજય લીલા ભણસાલીની ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” થી મળી. ત્યારબાદ તેમણે દેવદાસ, ધુમ-૨, ઉમરાવજાન, ગુરુ, સરકાર રાજ, હમારા દિલ આપકે પાસ હૈ, મોહબ્બતે, તાલ, આ અબ લોટ ચલે, જોધા અકબર જેવી ઘણી હિટ ફિલ્મોમાં યાદગાર એક્ટિંગ કરી છે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ “ગુરુ” ના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા રાયને અભિષેક બચ્ચને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. અભિષેકએ ખૂબ જ ખાસ અંદાજમાં ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. જેમને એક્ટ્રેસ મનાઈ કરી શકી નહી અને તરત જ લગ્ન માટે હા કહી દીધી. ત્યારબાદ વર્ષ ૨૦૦૭માં ઐશ્વર્યા અને અભિષેક એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. હવે આ કપલને એક દિકરી આરાધ્યા છે, જે ઇન્ડસ્ટ્રીની સૌથી મશહુર સ્ટાર કિડ્સમાં એક છે.